દિલ્હી સર્વિસ બિલ : રાજ્યસભામાં ‘આપ’ ને લાગશે મોટો ઝટકો, ભાજપે બહુમતીનો આંકડો મેળવી લીધો?

Delhi Amendment Bill 2023 : ગૃહમંત્રી અમિત શાહ સોમવારે રાજ્યસભામાં દિલ્હી સર્વિસ બિલ રજૂ કરશે. બદલાયેલા નંબર ગેમની વાત કરીએ તો એનડીએનો કુલ આંકડો સરળતાથી 129 એટલે કે બહુમતથી ઘણો આગળ પહોંચી શકે છે

Written by Ashish Goyal
Updated : August 06, 2023 19:42 IST
દિલ્હી સર્વિસ બિલ : રાજ્યસભામાં ‘આપ’ ને લાગશે મોટો ઝટકો, ભાજપે બહુમતીનો આંકડો મેળવી લીધો?
ગૃહમંત્રી અમિત શાહ (ફાઇલ ફોટો)

Delhi services Bill : દિલ્હીમાં અધ્યાદેશ મામલે ચાલી રહેલા વિવાદમાં આવતીકાલે સૌથી મોટો વળાંક લેવા જઈ રહ્યો છે. સોમવારે ગૃહમંત્રી અમિત શાહ રાજ્યસભામાં દિલ્હી સર્વિસ બિલ રજૂ કરશે. આંકડા દર્શાવે છે કે લોકસભા બાદ આમ આદમી પાર્ટીને રાજ્યસભાથી મોટો રાજકીય ઝટકો લાગવાનો છે. ભાજપે રાજ્યસભામાં બહુમતીનો આંકડો મેળવી લીધો છે, જેથી દિલ્હી સર્વિસ બિલ હવે કાયદો બનવા જઈ રહ્યું છે.

ભાજપે આ નંબર કેવી રીતે મેનેજ કર્યા?

ભાજપને અપેક્ષા મુજબ નવીન પટનાયકની બીજેડી અને જગન મોહન રેડ્ડીની વાયએસઆર કોંગ્રેસનું સમર્થન મળ્યું છે. બન્ને પાસે કુલ 18 સાંસદ છે જે હવે ભાજપના પક્ષમાં નિર્ણય અપાવવા જઈ રહ્યા છે. જો બધુ નક્કી રણનીતિ પ્રમાણે ચાલશે તો દિલ્હી સર્વિસ બિલ રાજ્યસભામાંથી કોઈ પણ જાતના વિક્ષેપ વગર પસાર થવા જઈ રહ્યું છે.

રાજ્યસભાનું હાલનું ગણિત શું છે?

રાજ્યસભામાં હાલ 238 સાંસદ છે. બસપા મતદાન દરમિયાન બહિષ્કાર કરવાની વાત કરી ચુક્યું છે. આવી સ્થિતિમાં તેમના એક સાંસદને માઇનસ કરવામાં આવશે. હવે સંસદમાં કુલ આંકડો 237 છે ત્યારે બહુમત માટે 119 સાંસદોની જરૂર છે. હવે ભાજપ પાસે પણ આ સંખ્યા નથી, તેના સાથી પક્ષોને મિલાવવામાં આવે તો પણ આ જાદુઈ આંકડો ફિટ બેસતો નથી. જોકે જુગાડુ પોલિટિક્સમાં નિષ્ણાંત ભાજપે પોતાના માટે બીજેડી અને વાયએસઆર કોંગ્રેસ બંનેનું સમર્થન મેળવી લીધું છે. આ ઉપરાંત ટીડીપી પણ કેન્દ્રને ટેકો આપવા જઈ રહી છે. આ કારણે નંબર ગેમ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે.

જો ઇન્ડિયા ગઠબંધન એક થઈ જશે તો શું પરિસ્થિતિ બદલાશે?

બદલાયેલા નંબર ગેમની વાત કરીએ તો એનડીએનો કુલ આંકડો સરળતાથી 129 એટલે કે બહુમતથી ઘણો આગળ પહોંચી શકે છે. હાલ એનડીએ પાસે 103 સભ્યો છે, બે અપક્ષ સાંસદોનું સમર્થન પણ છે. આ ઉપરાંત બીજેડી અને વાયએસઆર કોંગ્રેસના 9-9 સાંસદો પણ સાથે આવવાના છે. આવી સ્થિતિમાં આ આંકડો કોઈપણ પડકાર વિના બહુમતી સુધી પહોંચી રહ્યો છે. આ સાથે જ એનડીએને પડકાર આપનાર ઇન્ડિયા પાસે તમામ પ્રયાસો બાદ પણ 109 સાંસદો રહ્યા છે.

આ પણ વાંચો – અજિત દાદા તમે લાંબા સમય પછી યોગ્ય જગ્યાએ બેઠા છો, એનસીપીના વિભાજન પર અમિત શાહનો કટાક્ષ

હવે આ નંબર ગેમ સ્પષ્ટ બતાવે છે કે લોકસભા બાદ આમ આદમી પાર્ટીને રાજ્યસભામાંથી જોરદાર ઝટકો મળવાનો છે. જો ઇન્ડિયા ગઠબંધન એકજૂથ થઈને આ બિલનો વિરોધ કરે તો પણ એનડીએનો રસ્તો રોકી શકાય તેમ નથી. આમ જોવા જઈએ તો લોકસભામાં પણ દિલ્હી સર્વિસ બિલ પર જોરદાર ચર્ચા થઈ હતી. ગૃહમંત્રી અમિત શાહે એક રીતે સંપૂર્ણ ચૂંટણી ભાષણ આપવાનું કામ કર્યું હતું. તેમણે આ બિલ વિશે તો વાત કરી સાથે જ લોકસભા ચૂંટણી 2024નું બ્યુગલ પણ વગાડ્યું હતું.

અમિત શાહનું લોકસભાનું ભાષણ

અમિત શાહે લોકસભામાં વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે આ સત્રમાં કુલ 9 બિલ પાસ થયા હતા. વિપક્ષનું કહેવું છે કે પીએમ મોદી પોતે આવીને આ 9 બિલ વિશે વાત કરે. પણ પછી આજે શું થયું? આ લોકોને લોકતંત્રની કોઈ ચિંતા નથી, માત્ર પોતાના ગઠબંધનને બચાવવાની પડી છે. ભારત આ બેવડા માપદંડને સમજે છે. હું મણિપુરની પણ વાત કરી શકું છું, હું દરેક વાતનો જવાબ આપીશ. જનતા બધું જ જાણે છે, તમે પોતાને એક્સપોઝ કરી દીધા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ