Union Home Minister Amit Shah : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પત્રકાર અને એક્ટિવિસ્ટ વચ્ચેનું અંતર જણાવ્યું છે. સાથે કહ્યું કે બન્ને અલગ-અલગ કામ છે. અમિત શાહ 17 જાન્યુઆરીના રોજ ઇન્ડિયન એક્સપ્રેસ (The Indian Express) તરફથી આયોજિત Excellence in Governance એવોર્ડ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે બોલી રહ્યા હતા.
ગૃહ મંત્રી અમિત શાહે શું કહ્યું
ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે શાસન કોઇનું પણ હોય સારી બાબતોનો સ્વીકાર કરવો જોઈએ. વિચારધારા સરકારની કોઇપણ હોય, પરિણામ જે આવ્યા છે તેનો સ્વીકાર કરવાનું ખુલ્લાપણું નથી તો આપણે પત્રકારિતાનું કામ કરી રહ્યા નથી, એક્ટિવિસ્ટનું કામ કરી રહ્યા છો. એક્ટિવિસ્ટ પત્રકાર હોઇ શકે નહીં, પત્રકાર એક્ટિવિસ્ટ હોઇ શકે નહીં. બન્ને અલગ ધર્મ છે. બન્નેના અલગ કામ છે. બન્ને પોત-પોતાના સ્થાને ઘણા સારા છે પણ બન્ને એકબીજાના કામ કરવા લાગ્યા તો ઘણી ગરબડ થશે. આજકાલ ઘણું જોવા મળે છે.
અમિત શાહે પોતાના ભાષણની ઘણી વીડિયો ક્લિપ્સ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. જોકે પત્રકાર અને એક્ટિવિસ્ટમાં અંતરવાળું ભાષણ વાયરલ થયું છે. ભાષણના આ ભાગને સોશિયલ મીડિયા પર લોકો ઘણું શેર કરી રહ્યા છે. અમિત શાહના ટ્વિટર હેન્ડલ ઉપર પણ લોકોના સૌથી વધારે રિએક્શન આ ક્લિપ પર આવ્યા છે. 14 કલાકમાં આ ક્લિપને લગભગ બે લાખ લોકોએ જોઇ હતી. 8000 લોકોએ લાઇક અને 2000 રીટ્વિટ કરી હતી.
આ પણ વાંચો – શું ભાજપની નૈયા પાર લગાવશે જેપી નડ્ડા? એક વર્ષનો સમય અને સામે છે 10 મોટા પડકારો
અમિત શાહે ઇન્ડિયન એક્સપ્રેસના સંસ્થાપક રામનાથ ગોયનકાનું પત્રકારિતામાં યોગદાન અને ઇમજરન્સી સામે તેમની સહભાગિતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. અમિત શાહે કહ્યું કે વેપાર અને પત્રકારિતાને એકબીજાથી દૂર રાખવાનો પ્રથમ પ્રયત્ન ગોયનકા જી દ્વારા કરવામાં આવ્યો હતો. જેથી તેમને હંમેશા યાદ કરવામાં આવશે. જે દેશ હિતમાં ન હતું તેને ઉજાગર કરવામાં તેમણે ક્યારેય સંકોચ કર્યો નથી. કોઈ ભય વગર, વૈચારિક પૂર્વાગ્રહ વગર આવું કર્યું છે.
કાર્યક્રમ વિશે
દેશભરના 18 જિલ્લાધિકારીઓને ‘ ધ ઇન્ડિયન એક્સપ્રેસ એક્સીલેંસ ઇન ગર્વનેસ એવોર્ડ્સ’ થી સન્માનિત કરવાનો આ કાર્યક્રમ હતો. એક્સપ્રેસ સમૂહ દ્વારા આ બીજી વખત શાનદાર કામ કરનાર જિલ્લાધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા છે.