Amit Shah: અમિત શાહની ઓડિશાના CM નવીન પટનાયક સાથે મુલાકાત, લોકસભા ચૂંટણી પહેલા BJP-BJD હાથ મીલાવે તેવી અટકળો તેજ

Amit Shah meets Naveen Patnaik: અમિત શાહે ઓડિશાના પ્રવાસે દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી અને બીજુ જનતા દળના વડા નવીન પટનાયક સાથે સ્ટેજ શેર કર્યુ અને તેમની કામગીરીની પ્રશંસા કરી.

Updated : August 06, 2023 08:08 IST
Amit Shah: અમિત શાહની ઓડિશાના CM નવીન પટનાયક સાથે મુલાકાત, લોકસભા ચૂંટણી પહેલા BJP-BJD હાથ મીલાવે તેવી અટકળો તેજ
અમિત શાહ ઓડિશાના સીએમ નવીન પટનાયક સાથે. (Photo- amitshah.co.in)

(સુજીત બિસોયી) Amit Shah visit Odisha, meets with CM Naveen Patnaik: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે ઓડિશાના મુખ્ય પ્રધાન અને બીજેડી પ્રમુખ નવીન પટનાયકની લોકપ્રિયતા માટે પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે નવીન પટનાયકે રાજ્યમાં સૌથી વધુ સમય સુધી સીએમ રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે. તમને જણાવી દઇયે કે, ભાજપ ઓડિશામાં નવીન પટનાયક સરકારનો મુખ્ય વિરોધ પક્ષ છે.

મુખ્ય મુદ્દાઓ પર BJDએ કર્યુ છે મોદી સરકારનું સમર્થન

લોકસભામાં દિલ્હી સેવા બિલ પર બીજેડી દ્વારા મોદીસરકારના પક્ષમાં મતદાન કર્યા બાદ અમિત શાહ ઓડિશાની બે દિવસની મુલાકાતે ગયા છે. બીજુ જનતા દળે આગામી સપ્તાહે સંસદમાં રજૂ થનાર વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર પણ મોદી સરકારને સમર્થન આપવાનું વચન આપ્યુ છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ભુવનેશ્વરમાં એક સત્તાવાર કાર્યક્રમમાં નવીન પટનાયક સાથે સ્ટેજ શેર કરી રહ્યા હતા. આ દરમિયાન, તેમણે રાજ્યમાં માઓવાદી ખતરામાં ઘટાડો અને બીજેડી સરકારના કાર્યક્ષમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે સીએમ પટનાયકની પ્રશંસા કરી.

અમિત શાહે નવીન પટનાયકની પ્રશંસા કરી

આ કાર્યક્રમ લગભગ બે કલાક સુધી ચાલ્યો હતો, જેમાં અમિત શાહ અને નવીન પટનાયકે અનેક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું અને માઓવાદી જોખમ અને આપત્તિ વ્યવસ્થાપન પર સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા કરી હતી. જો કે એવી ચર્ચા હતી કે બંને નેતાઓની રૂબરૂ યોજાશે, પરંતુ એ સ્પષ્ટ નથી કે આવું થયુ છે કે નહીં. કાર્યક્રમને સંબોધિત કરતા અમિત શાહે કહ્યુ કે, ઓડિશા સરકાર અને નવીન પટનાયકે નક્સલવાદીઓ સાથે લડવા હંમેશા કેન્દ્રનું સમર્થન કર્યુ છે. કેન્દ્રની ભાજપ સરકાર દેશમાંથી નક્સલવાદને મૂળમાંથી ઉખાડી ફેંકવા માટે પ્રતિબદ્ધ છે.

અમિત શાહે કુદરતી આફતોનો સામનો કરવા માટે ‘અન્ય રાજ્યોને રસ્તો બતાવવા’ માટે ઓડિશા સરકારની પ્રશંસા કરી હતી. અમિત શાહે કહ્યું, “હું રાજ્યમાં તમામ આપત્તિ વ્યવસ્થાપન પહેલને લાગુ કરવામાં કેન્દ્રને મદદ કરવા બદલ નવીન બાબૂનો આભાર માનું છું. રાજ્ય સરકારે પણ તેની પહેલનો અમલ કર્યો. જો બે સરકારો સાથે મળીને કામ કરે તો કુદરતી આફતોને પણ નિયંત્રિત કરી શકાય છે. તેમના સંબોધનમાં નવીન પટનાયકે કહ્યું કે તેમની સરકાર હંમેશા “સહકારી સંઘવાદ” માં વિશ્વાસ રાખે છે.

ભાજપના બદલાયા સુર

આગામી વિધાનસભાની ચૂંટણીના માત્ર નવ મહિના પહેલા, બીજેડી સરકારને લઈને ભાજપના સૂર બદલાતા રાજ્યને આશ્ચર્યચકિત કરી દીધું છે. 2019માં વિધાનસભા અને લોકસભા ચૂંટણી માટે ઓડિશામાં ભાજપના પ્રચારનું નેતૃત્વ કરતા, અમિત શાહે પટનાયક સરકારને ‘બર્ન આઉટ ટ્રાન્સફોર્મર’ ગણાવ્યા હતા અને લોકોને તેને બહાર ફેંકી દેવાની વિનંતી કરી હતી. જ્યારે ભાજપ અને બીજેડી લગભગ નવ વર્ષથી સાથી હતા. 2009માં નવીન પટનાયકે ગઠબંધન તોડી નાખ્યું. જો કે, આ પછી ભાજપે ઓડિશામાં મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે કોંગ્રેસનું સ્થાન લીધુ છે.

જો કે, બીજેડીએ હંમેશા તેના રાજ્ય અને કેન્દ્રના રાજકારણને અલગ રાખવાનું ધ્યાન રાખ્યું છે. નવીન પટનાયકની આગેવાનીવાળી પાર્ટી મહત્વપૂર્ણ કાયદા, મુખ્ય રાષ્ટ્રીય મુદ્દાઓ અને રાષ્ટ્રપતિની ચૂંટણી પર મોદી સરકારને સમર્થન આપી રહી છે.

ક્યા-ક્યા પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કરાયું

શનિવારે ઉદ્ઘાટન કરવામાં આવેલી પરિયોજનાઓમાં તાલચેરના કોલસા બેલ્ટ અન કલિંગનગરના સ્ટીલ ડબની વચ્ચે કનેક્ટિવિટીમાં સુધારો લાવવા 761 કરોડ રૂપિયાના ખર્ચે એનએચ- 53ના કામાખ્યાનગર દુબુરી ખંડને ચાર લેનનો બનાવવાનો પ્રોજેક્ટ સામેલ છે. તે ઉપરાંત કાલાહાંડીમાં મોટેર બેનર રોડને પહોળો અને નવીનીકરણ પણ કરવામાં આવશે. અમિત શાહે આ પ્રસંગનો ઉપયોગ કરીને મોદી સરકારના નવ વર્ષના શાસન દરમિયાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરના ભાર વિશે વાત કરી અને તેને દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવ્યું.

અમિત શાહે 5 ઓગસ્ટે જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવાના ચાર વર્ષ પૂરા થવાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેનાથી રાજ્યને મુખ્ય પ્રવાહમાં લાવવામાં અને શાંતિ પુનઃસ્થાપિત કરવામાં તેમજ પ્રદેશમાં વિકાસને વેગ આપવામાં મદદ મળી છે.

આ પણ વાંચો | લોકસભા ચૂંટણી 2024 : છ રાજ્યોના ઓપિનિયન પોલે વધારી વિપક્ષની ચિંતા, બીજેપી મારી રહી છે બાજી

નોંધનિય છે કે, મોટાભાગે એવું જોવા મળ્યુ છે કે, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર 2014 બાદથી BJDએ સંસદમાં ભાજપને સમર્થન આપ્યું છે. હવે બીજેડી દિલ્હી બિલના મુદ્દે અને પછી અવિશ્વાસ પ્રસ્તાવના મુદ્દે પણ મોદી સરકારનું સમર્થન કરી રહી છે. આ ઘટનાક્રમથી એવી અટકળો તેજ થવા લાગી છે કે, આગામી લોકસભા ચૂંટણી માટે બીજેડી પણ એનડીએમાં સામેલ થઈ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ