scorecardresearch

મતદાર યાદીમાં આપમેળે નામ ઉમેરાશે અને હટી જશે, કેન્દ્ર સરકાર નવું વોટર્સ બીલ લાવશે

Voter list bill : કેન્દ્ર સરકાર જન્મ અને મૃત્યુ સંબંધિત માહિતીને મતદાર યાદી સાથે લિંક કરવા સંસદમાં એક ખરડો લાવવાની યોજના બનાવી રહી છે.

voter card electoral rolls
વોટિંગ બૂથ પર મતદાર યાદીમાં મતદાતાનું નામ તપાસતા ચૂંટણી અધિકારી. (એક્સપ્રેસ ફોટો)

ચૂંટણી પહેલા મતદાર યાદીમાં ગેરરીતિના કિસ્સાઓ ઘણી વખત સામે આવતા હોય છે. અલગ-અલગ ચૂંટણીઓ દરમિયાન, લોકોના નામ મતદાર યાદીમાંથી ગાયબ થયેલા જોવા મળે છે. આ સિવાય કેટલીક વખત મૃતકોના નામ પણ મતદાર યાદીમાં હોય છે. આવી સમસ્યાના ઉકેલ માટે મોદી સરકાર એક મોટું પગલું ભરવા જઈ રહી છે. કેન્દ્ર સરકાર જન્મ અને મૃત્યુ સંબંધિત માહિતીને મતદાર યાદી સાથે લિંક કરવા માટે સંસદમાં માં એક ખરડો લાવવાની યોજના બનાવી રહી છે. આમ કરવાથી મતદાર યાદીમાં રહેલી ભૂલો દૂર કરી શકાશે.

ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યો સમગ્ર પ્લાન

દેશના ગૃહમંત્રી અમિતશાહે રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનની ઓફિસ ‘વસ્તીગણતરી ભવન’નું ઉદ્ઘાટન કરતી વખતે કહ્યું કે, જનસંખ્યાનાઆંકડા પર આધારિતઆ યોજનાથી વિકાસ ગરીબથી ગરીમ વ્યક્તિ સુધી પહોંચે તેની ખાતરી કરશે.

રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનરના કાર્યાલય, જંગનાના ભવનનું ઉદ્ઘાટન કરતાં ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે વસ્તી ગણતરીના ડેટા પર આધારિત આયોજન એ સુનિશ્ચિત કરે છે કે વિકાસ ગરીબમાં ગરીબ વ્યક્તિ સુધી પહોંચે.

અમિત શાહે એમ પણ કહ્યું હતું કે, જન્મ-મરણ પ્રમાણપત્રની માહિતીને વિશેષ રીતે સાચવવામાં આવે તો વિકાસ કાર્યોનું યોગ્ય આયોજન કરી શકાય. તેમણે કહ્યું કે વસ્તી ગણતરી એક એવી પ્રક્રિયા છે જે વિકાસના એજન્ડાનો આધાર બની શકે છે.

સરકારનો શું પ્લાન છે?

કેન્દ્ર સરકાર સંસદમાં એક ખરડો લાવવાની તૈયારી કરી રહી છે. જેમાં મૃત્યુ અને જન્મ રજિસ્ટ્રારને મતદાર યાદીમાં ઉમેરવામાં આવશે. જ્યારે કોઇ વ્યક્તિ 18 વર્ષનો થશે, ત્યારે તેનું નામ ઓટોમેટિક મતદાર યાદીમાં સામેલ થઇ જશે. ઉપરાંત જ્યારે કોઇ વ્યક્તિનું મૃત્યુ થશે ત્યારે તેની જાણકારી ચૂંટણી પંચની પાસે જશે. ત્યારબાદ મૃત્યુ પામનાર જે-તે વ્યક્તિનું નામ મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવશે. એટલુ જ નહીં જન્મ અને મરણ નોંધણી અધિનિયમ (આરબીડી), 1969માં સુધારો કરવા માટેનું બિલ ડ્રાઇવિંગ લાઇસન્સ અને પાસપોર્ટ ઇશ્યૂ કરવા, લોકોને સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવા વગેરે બાબતોને પણ સરળ બનાવશે.

Web Title: Amit shah voter list bill births death data link to electoral rolls

Best of Express