એક બેઠક.. અમિત શાહની હાજરી અને એનસીપીમાં બે ફાડ, અજીત પવારે એમજ નથી કર્યો બળવો, આ છે Inside Story

Ajit Pawar NCP rebellion : ગત સપ્તાહે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યંમત્રી દેવેન્દ્ર ફડણવીસની એક મહત્વની મુલાકાત થઈ હતી. આ મીટિંગ રાજધાની દિલ્હીમાં થઈ હતી. જ્યાં અજીત પવારને લઇને મંથન કરવામાં આવ્યું હતું.

Ajit Pawar NCP rebellion : ગત સપ્તાહે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યંમત્રી દેવેન્દ્ર ફડણવીસની એક મહત્વની મુલાકાત થઈ હતી. આ મીટિંગ રાજધાની દિલ્હીમાં થઈ હતી. જ્યાં અજીત પવારને લઇને મંથન કરવામાં આવ્યું હતું.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Ajit Pawar, Ajit Pawar NCP split, Ajit Pawar rebellion

અમિત શાહ અને અજીત પવાર

લીઝ મૈથ્યુઃ મહારાષ્ટ્રના રાજકારણમાં જે મોટો ઉલટફેર થયો છે. એનાથી અનેક સમીકરણો જમીન પર બદલાી ગયા છે. આ સમયે એનસીપી નેતા અજીત પવાર આ ઉલટફેરના કેન્દ્રમાં દેખાઈ રહ્યા છે. પરંતુ આ રાજકીય પિક્ચર છે અને અહીં અનેક પાત્રો છે. એક પાત્ર ગૃહમંત્રી અમિત શાહ છે. તેમની એક બેઠકે આ બળવાને લીલીઝંડી દેખાડવાનું કામ કર્યું હતું. આ ઉલટફેરની ઇનસાઇટ સ્ટોરીમાં કંઇક છૂપાયેલું છે.

Advertisment

અમિત શાહ સાથે સિક્રેટ મીટિંગ

માનવામાં આવી રહ્યું છે કે ગત સપ્તાહે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યંમત્રી દેવેન્દ્ર ફડણવીસની એક મહત્વની મુલાકાત થઈ હતી. આ મીટિંગ રાજધાની દિલ્હીમાં થઈ હતી. જ્યાં અજીત પવારને લઇને મંથન કરવામાં આવ્યું હતું. હવે બીજેપીને લઇને આ અંગે કોઈ ઔપચારિક નિવેદન કર્યું નથી. કારણ કે નિર્ણય ખુબ જ મહત્વનો હતો. અનેક સમિકરણો બદલાવાના હતા. આવી સ્થતિમાં અમિત શાહની સક્રિયતાને નજર અંદાજ ન કરી શકાય.

મીટિંગમાં શું થયું?

મળતી માહિતી પ્રમાણે ગત 29 જૂનના રોજ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી રવાના થયા હતા. જ્યાં બંનેએ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. અને મહારાષ્ટ્રની વર્તમાન સ્થિતિની જાણ કરી હતી. ત્યારબાદ એનસીપીમાં ચાલી રહેલા બળવાની જાણકારી આપી હતી. એ જાણકારી બાદ અજીત પવાર પર નિર્ણય લવામાં આવ્યો હતો. એનસીપીમાં બે ફાડની સ્ક્રીપ્ટને શાહની હાજરીમાં જ ફાઇન કરવામાં આવ્યું છે. મોટી વાત એ રહી કે બેઠકના તરત જ બંને નેતાઓ તરત પાછા મુંબઈ માટે રવાના થઈ ગયા હતા.

આ પણ વાંચોઃ-Maharashtra Politics News : અજિત પવારે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા, તેમના નામે નોંધાયો રેકોર્ડ

Advertisment

શિદે વગર શું બીજેપી મજબૂત છે?

માનવામાં આવી રહ્યું છે કે એકનાથ શિંદેની વધતી તાકાતને સીમિત કરવા માટે અજીત પવાર નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેઓ સાથે આવવાથી બીજેપીના પાવર ગેમને કેટલાક અંશે બેલેન્શ કરવાનો મોકો આપશે. આ ઉપરાંત અત્યાર સુધી ધારાસભ્યોની અયોગ્યતા પર પણ કોઈ નિર્ણય આવ્યો નથી. આવી સ્થિતિમાં શિંદે સરકાર માટે અસમંજસની સ્થિતિ બની ગઈ છે. હવે જ્યારે અજીત પવાર પાળી એનસીપીનો સાથ મળી ગયો તો તેની સ્થિતિમાં વિધાનસભામાં બીજેપી સાથે શિંદે વગર પણ મજબૂત નંબર હાજર છે.

આ પણ વાંચોઃ-અજિત પવારના બળવા બાદ વિપક્ષનો પ્રહાર, ‘ભાજપના વોશિંગ મશીને ફરી શરૂ કરી દીધું તેનું કામ’

શું અજીત પવારની થઈ જશે એસીપી?

વર્તમાનમાં એસીપી પાસે વિધાનસભામાં કુલ 53 ધારાસભ્યો છે. અજીત પવાર જૂથના નેતાઓ દાવો કરી રહ્યા છે કે તેમની પાસે 40 ધારાસભ્યોનું સમર્થન છે. અજીત પવાર એકદમ આગળ વધી રહ્યા છે. અત્યારે તેમની સાથે ઊભા છે. હવે 53નો બે તૃતિયાંશ થાય છે 36, એટલે કે અજીતનો આ આંકડો કોઈપણ કિંમતે પોતાની સાથે જોઈએ. અત્યાર સુધીના દાવાઓ પ્રમાણે તેમની પાસે પુરતા નંબર છે. આવી સ્થિતિમાં દળ બદલીને કાયદાના અનેક નિયમથી તેમને સુરક્ષા મળી શકે છે.

હવે પ્રશ્ન એ ઊભા થાય છે કે ચૂંટણી આયોગ આવી પરિસ્થિતિમાં કોને સપોર્ટ કરે છે. જેણે બળવો કર્યો એને માન્યતા આપવામાં આવે છે અથવા તો જેની સાથે દગો થયો તેના પક્ષમાં નિર્ણય જાય છે. હવે અહીં પણ પક્ષ બદલ કાયદાના સહારે ચૂંટણી આયોગ પણ કોઈ નિર્ણય આપે છે તો આ સમયે અજીત પવારે પણ એનસીપીમાં ફૂટ તો પાડી દીધી છે. અનેક દાવાઓ થઈ રહ્યા છે પરંતુ દાવોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે શરદ પવારે પોતાના પત્તા હજી સુધી ખોલ્યા નથી.

મહારાષ્ટ્ર politics Express Exclusive અમિત શાહ દેશ