વારિસ પંજાબ દે પ્રમુખ અને ખાલિસ્તાન સમર્થક અમૃતપાસ સિંહ હજી પણ ફરાર છે. તેણે બીજો વીડિયો શ કર્યો છે. પોતાના બીજા વીડિયોમાં તેણે અકાલ તખ્ત જત્થેદાર માટે સરબ ખાલસા આયોજીત કરવા માટે કહે છે. અમૃતપાલે કહ્યું કે ઝડપથી જાહેરમાં સામે આવીશ અને દેશની બહાર નહીં જાઉં.
અમૃતપાલે વીડિયોમાં કહ્યું કે 20-22 માઇલ ચાલવું અને દિવસમાં માત્ર એકવાર ભોજન કરવું સરળ નથી. અત્યારના દિવસોમાં ગુજારો કરવો મુશ્કેલ છે. પરંતુ હું સંગતથી ઉચ્ચ મનોબળ બનાવી રાખવાનો અનુરોધ કરું છું. જત્થેદાર અકાલ તખ્ત જ્ઞાની હરપ્રીત સિંહને સરબત ખાલસા માટે એક કોલ લેવો જોઇએ. જો તે આહ્વાન ન કરે તો આ એ વાતની પણ પરીક્ષા છે કે અકાલ તખ્ત જત્થેદાર જ્ઞાની હરપ્રીત સિંહ સમુદાય માટે કંઇક કરવાને લઇને કેટલા ગંભીર છે.
તેમના પર એક પરિવારની વાતોમાં આવીને રાજનીતિ કરવાનો પણ આરોપ છે. આવી સ્થિતિમાં આરોપમાંથી બહાર આવવાનો પણ સમય આવી ગયો છે. અમૃતપાલે કહ્યું કે મેં અકાલ તખ્તના જત્થેદારથી સરબત ખાલસાના આહ્વાન માટે અનુરોધ કર્યો છે કારણ કે તેમણે શીખ સંગઠનોની બેઠક બોલાવીને પહેલ કરી. હું એ દરેકનો આભાર માનું છું કે જેઓ મારા પક્ષ અથવા વિપક્ષમાં બોલ્યા છે. સંકટના સમય અમે દરેક એક-બીજાની સાથે ઊભા રહેવું જોઇએ.
અમૃતપાલે પોતાના નવા વીડિયોમાં કહ્યું કે હું વાહીરના વિરુદ્ધમાં નથી. જો તમે વાહીરને પરફોર્મ કરવા માંગો ચો તો એક રિક્વેસ્ટ છે કારણ કે આ તમારા માટે પણ એક પરીક્ષા છે. હું પણ એક પરીક્ષામાંથી પસાર થઇ રહ્યો છું. તમે અકાલ તખ્ત જત્થેદારના પદ પર છો.
આ એ વાતની પરીક્ષા છે કે તમે સમુદાય માટે કેટલું મજબૂત સ્ટેન્ડ લઇ શકો છો. એટલા માટે જો તમે વાહીર કરવા માંગો છો તો તેને અકાલ તખ્ત સાહિબથી શરુ કરવું જોઇએ અને તલવંડી સાબોમાં તખ્ દમદમા સાહિબ સુધી બૈસાખી સુધી પહોંચવું જોઇએ. સરબત ખાલસાને ત્યાં બોલાવવું જોઇએ.
અમૃતપાલે કહ્યું કે મેં ક્યારેય પણ કહ્યું નથી કે વાહીરને ન કરવું જોઇએ. તેમણે કહ્યું કે હું માત્ર એટલું જ કહું છું કે ગામો થકી વાહીરને બહાર કરવું માત્ર એક ઔપચારિક્તા છે. કારણ કે લોકો આ મુદ્દા વિશે પહેલાથી જ જાગરુક છે. સંગતને લામબંદ કરવાની જરૂરત છે.