અમૃતપાલ સિંહની શોધ વચ્ચે દિલ્હી અને પંજાબ પોલીસની ટીમોએ શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું. પોલીસને આશંકા છે કે તેણે દિલ્હીમાં પ્રવેશ કર્યો છે. બીજી તરફ ઉત્તરાખંડમાં પણ અમૃતપાલ સિંહના પ્રવેશ કરવાની આશંકાના પગલે એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તરાખંડના એડિશનલ પોલીસ કમિશ્નર વી મુરુગેશને આ જાણકારી આપી હતી.
તેમણે કહ્યું કે પંજાબ પોલીસ પાસેથી ઇનપુર મળ્યું હતું કે પંજાબથી ભાગેલા ખાલિસ્તાન સમર્થક હરિયાણાના ઉત્તરાખંડમાં પ્રવેશ કરી શકે છે. તેમણે એએનઆઇને જણાવ્યું કે ચેકિંગ અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સંભવિત જગ્યાઓ પર એલર્ટ રાખવામાં આવ્યું છે. આ પહેલા હરિયાણામાં અમૃતપાલ સાથે જોડાયેલા સ્થળો પર દરોડા કરવામાં આવી રહ્યા છે.
ઉત્તરાખંડમાં એલર્ટ
પોલીસ મહાનિદેશક વી મુરગેશને જાણકારી આપી હતી કે ઉત્તરાંખડના અનેક જિલ્લામાં એલર્ટ રજૂ કરવામાં આવ્યું છે. બોર્ડર વિસ્તારો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. શુક્રવારે ઉત્તરાખંડના દહેરાદૂન, હરિદ્વાર અને ઉધમસિંહ નગર જિલ્લામાં સાવચેતીને ધ્યાનમાં રાખીને એલર્જ રજૂ કરવામાં આવ્યું હતું. દિલ્હી પોલીસે આશંકા વ્યક્ત કરી હતી કે અમૃતપાલ સિંહ દિલ્હીના રસ્તે ઉત્તરાખંડ તરફ જઇ શકે છે.
દિલ્હીમાં પણ તપાસ અભિયાન
સુત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હીના આઇએસબીટી બસ ટર્મિનલ પર ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ દેખાયાની ગુપ્ત માહિતી મળી હતી. ત્યારબાદ દિલ્હી પોલીસ અને પંજાબ પોલીસ બોર્ડર પર તપાસ અભિયાન ચલાવી રહી છે. ગુપ્ત માહિતી પ્રમાણે એ એક સાધુનો વેશ ધારણ કરીને આવી શકે છે. અમૃતપાલ સિંહની સાથે પાપલપ્રીત સિંહ પણ છે. પંજાબ પોલીસે અમૃતપાલ બસ સિવાય કોઈ અન્ય વાહનથી દિલ્હીની સીમામાં પ્રવેશ કરવા પર શંકા છે.ઇનપુટ બાદ દલ્હી પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. અમૃતપાલની ગતિવિધિઓ ઉપર નજર રાખવાની કોશિશ કરી રહી છે.
18 માર્ચ પંજાબ પોલીસે અમૃતપાસ અને તેના સાથીઓ વિરુદ્ધ એક ઓપરેશન શરુ કર્યું હતું. અમૃતપાસના સમર્થકો દ્વારા 23 ફેબ્રુઆરીએ અમૃતસરના બહારના વિસ્તારોમાં અજનાલા પોલીસ સ્ટેશનમાં તેમના એક નજીકના સહયોગી લવપ્રીત તુફાનની મુક્તીની માંગને લઇને વર્દીધારી કર્મીઓ સાથે ઘર્ષણના લગભગ ત્રણ સપ્તાહ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.