આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણી : ટીડીપી - જેએસપી ગઠબંધન દ્વારા 118 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, જાણો કોણ કેટલી બેઠક પર ચૂંટણી લડશે

Andhra Pradesh Assembly Elections 2024 TDP JSP Alliance : આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણી વિશે ટીડીપી અને જેએસપી ગઠબંધન દ્વારા 118 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. નોંધનિય છે કે, રાજ્યમાં કુલ 175 વિધાનસભા બેઠકો છે અને સરકાર બનાવવા માટે ઓછામાં ઓછી 88 બેઠક જીતવી જરૂરી છે.

Andhra Pradesh Assembly Elections 2024 TDP JSP Alliance : આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણી વિશે ટીડીપી અને જેએસપી ગઠબંધન દ્વારા 118 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. નોંધનિય છે કે, રાજ્યમાં કુલ 175 વિધાનસભા બેઠકો છે અને સરકાર બનાવવા માટે ઓછામાં ઓછી 88 બેઠક જીતવી જરૂરી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
andhra pradesh | andhra pradesh assembly elections 2024 | tdp | jana sena party | tdp jana sena party | TDPJSPAlliance | n chandrababu naidu | pawan kalyan

Andhra Pradesh TDP JSP Alliance : ટીડીપી વડા એન. ચંદ્રબાબુ નાયડુ અને જેએસપી વડા પવન કલ્યાણ (Photo - @JaiTDP)

Andhra Pradesh Assembly Elections 2024 TDP JSP Alliance : આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2024ની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે તેલુગુદેશમ પાર્ટી (ટીડીપી) અને જનસેના પાર્ટી (જેએસપી) ના ગઠબંધનએ આંધ્રપ્રદેશના રાજકારણમાં પ્રથમ વખત 118 નામો સાથે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. આ 118 ઉમેદવારોમાંથી ટીડીપીના સૌથી વધુ 94 ઉમેદવારો છે, જ્યારે જનસેના પાર્ટી 24 બેઠકો પર ચૂંટણી લડશે. 94માંથી 23 નવા લોકોને ટીડીપીની યાદીમાં ઉતારવામાં આવશે.

Advertisment

ટીડીપી સુપ્રીમો એન ચંદ્રબાબુ નાયડુ અને જનસેનાના વડા પવન કલ્યાણે શનિવારે અમરાવતીમાં આ વિશે ઘોષણા કરી હતી. રાજ્ય વિધાનસભામાં કુલ 175 બેઠકો છે. સરકાર બનાવવા માટે ઓછામાં ઓછી 88 બેઠકો પર જીત હાંસલ કરવી જરૂરી છે.

આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણી ટૂંક સમયમાં યોજાવા જઈ રહી છે. તેલુગુદેશમ પાર્ટી અને જનસેના પાર્ટી આ વખતે ગઠબંધન કરીને મેદાનમાં ઉતરવાના છે. આંધ્ર પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ 11 જૂન, 2024ના રોજ પૂરો થવાનો છે. છેલ્લી વિધાનસભા ચૂંટણી એપ્રિલ 2019માં યોજાઈ હતી. ત્યારબાદ YSR કોંગ્રેસ પાર્ટીએ રાજ્યમાં સરકાર બનાવી. વાયએસ જગન મોહન રેડ્ડી ત્યાંના મુખ્યમંત્રી બન્યા હતા.

Advertisment

નાયડુ એ ગઠબંધન ને કેન્દ્રશાસિત પ્રદેશના ભવિષ્ય માટેનું પ્રથમ પગલું ગણાવ્યું

ટીડીપી સુપ્રીમો એન ચંદ્રબાબુ નાયડુ એ ટીડીપી-જનસેના ગઠબંધન પર ઉંદાવલ્લી ખાતે પોતાના આંધ્રપ્રદેશના સ્થિત નિવાસસ્થાને એક પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે, “આ ગઠબંધન રાજ્યના ભવિષ્ય માટે છે. આ એક મોટા પ્રયાસ તરફનું પ્રથમ પગલું છે.”

,

175 વિધાનસભા મતવિસ્તારોમાંથી બાકીની 57 માટે સીટ શેરિંગ વિશે ટૂંક સમયમાં જાહેર થવાની અપેક્ષા છે. આ ગઠબંધનના ભાગરૂપે, જનસેના રાજ્યની કુલ 25માંથી ત્રણ લોકસભા બેઠકો પર ચૂંટણી લડશે. ટીડીપીના સૂત્રોએ જણાવ્યું કે હાલમાં ભાજપ સાથે સંભવિત ચૂંટણી પૂર્વ ગઠબંધન માટે ચર્ચા ચાલી રહી છે.

આ પણ વાંચો | લોકસભા ચૂંટણી 2024 : કોંગ્રેસ અને આપ વચ્ચે 5 રાજ્યોમાં ગઠબંધન, જાણો ગુજરાતમાં કેટલી અને કઇ બેઠક પર ચૂંટણી લડશે

બીજી તરફ વાયએસ જગન રેડ્ડીના આગેવાનીવાળી શાસક વાયએસઆર કોંગ્રેસ પાર્ટીએ 113 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. હાલ રાજ્યમાં આગામી કેટલા મહિનામાં વિધાનસભા અને લોકસભા ચૂંટણી યોજવાની હોવાથી રાજકીય પાર્ટી પુરજોશમાં તૈયારીઓ કરી રહી છે.

ગુજરાતી ન્યૂઝ politics દેશ congress