Y S Sharmila : આંધ્ર પ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડીના બહેન વાય એસ શર્મિલા કોંગ્રેસમાં સામેલ, જાણો કેમ પકડ્યો ભાઇથી અલગ રસ્તો

Y S Sharmila joins Congress : વાય એસ શર્મિલાએ તેમની વાયએસઆર તેલંગાણા કોંગ્રેસ પાર્ટીને કોંગ્રેસમાં વિલય કરવાની જાહેરાત કરી, કોંગ્રેસની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે તે દેશની સૌથી મોટી ધર્મનિરપેક્ષ પાર્ટી છે

Y S Sharmila joins Congress : વાય એસ શર્મિલાએ તેમની વાયએસઆર તેલંગાણા કોંગ્રેસ પાર્ટીને કોંગ્રેસમાં વિલય કરવાની જાહેરાત કરી, કોંગ્રેસની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે તે દેશની સૌથી મોટી ધર્મનિરપેક્ષ પાર્ટી છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
YS Sharmila joins Congress | YS Sharmila | Congress

થોડા દિવસ પહેલા વાયએસઆર તેલંગાણા પાર્ટીના સંસ્થાપક વાય એસ શર્મિલા દિલ્હીમાં મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા (Pics - @INCTelangana)

Y S Sharmila joins Congress : આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ.જગન મોહન રેડ્ડીના બહેન વાય.એસ.શર્મિલા કોંગ્રેસમાં જોડાયા છે. વાયએસઆર તેલંગાણા પાર્ટીના સંસ્થાપક વાય એસ શર્મિલા દિલ્હીમાં મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસમાં સામેલ થયા પછી વાયએસ શર્મિલાએ કહ્યું કે આજે વાયએસઆર તેલંગાણા પાર્ટીને કોંગ્રેસ પાર્ટીમાં મર્જ કરીને હું ખૂબ જ ખુશ છું. મને ઘણો આનંદ થઇ રહ્યો છે કે વાયએસઆર તેલંગાણા પાર્ટી આજથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો ભાગ બનવા જઈ રહી છે. કોંગ્રેસ પાર્ટી હજુ પણ આપણા દેશની સૌથી મોટી ધર્મનિરપેક્ષ પાર્ટી છે.

Advertisment

જે જવાબદારી સોંપવામાં આવશે તે નિભાવશે - શર્મિલા રેડ્ડી

શર્મિલાએ તેમની વાયએસઆર તેલંગાણા કોંગ્રેસ પાર્ટીને કોંગ્રેસમાં વિલય કરવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે તેમને જે પણ જવાબદારી સોંપવામાં આવશે તે તેઓ નિભાવશે. કોંગ્રેસની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે તે દેશની સૌથી મોટી ધર્મનિરપેક્ષ પાર્ટી છે કારણ કે તે તમામ સમુદાયોની અવિરત સેવા કરે છે અને તમામ વર્ગના લોકોને એક કરે છે. શર્મિલાએ કહ્યું કે રાહુલ ગાંધીને વડાપ્રધાનના રૂપમાં જોવાનું તેમના પિતાનું સપનું હતું અને તેમાં યોગદાન આપીને તેમને ખુશી થશે. શર્મિલાએ કહ્યું કે તે ખુશ છે કે તે તેલંગાણામાં કોંગ્રેસની જીતનો ભાગ હતી.

જગન મોહન રેડ્ડીએ પોતાની બહેનને મનાવવાનો પ્રયાસ કર્યો

વાય એસ જગન મોહન રેડ્ડીએ વાય એસ શર્મિલાને મનાવવા માટે તેમના અંકલ અને વાયએસઆરસીપીના ભૂતપૂર્વ સાંસદ વાયવી સુબ્બા રેડ્ડીને મોકલ્યા હતા પરંતુ વાતચીત નિષ્ફળ ગઈ હતી. શર્મિલાએ 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ યોજાયેલી બેઠકોમાં વાયએસઆરસીપીમાં જોડાવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.

Advertisment

આ પણ વાંચો - નરેગા, ન્યાય અને પીએમ-કિસાન: રાજકારણીઓ ગરીબોને સીધો લાભ (રોકડ) આપવામાં કેમ વિશ્વાસ રાખે છે?

વાય એસ શર્મિલા તેલંગાણાના મુખ્યમંત્રી વાય એસ જગન મોહન રેડ્ડીની નાની બહેન અને અવિભાજિત આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વાય એસ રાજશેખર રેડ્ડીની પુત્રી છે.

ભાઈ બહેન 2021માં અલગ થયા હતા

વાય એસ શર્મિલાએ તેલંગાણામાં પોતાનું સંગઠન બનાવ્યા બાદ જુલાઈ 2021માં ભાઈ-બહેનની જોડી રાજકીય રીતે અલગ થઈ ગયા હતા. વાયએસઆરસીપી અને વાયએસઆરટીપી બંનેની રચના વાયએસઆરના વારસાને આગળ વધારવા અને વાયએસઆરના શાસનને પાછા લાવવાના ઉદ્દેશથી કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે વાય એસ શર્મિલા રાજનીતિક સ્થાન માટે તરસી રહ્યા છે અને જગન રેડ્ડીએ વાયએસઆરનો વારસો હાઇજેક કરી લીધો છે.

politics દેશ congress