Andhra Pradesh Train Accident, help line number : આંધ્ર પ્રદેશમાં રવિવારે મોટી ટ્રેન દુર્ઘટના ઘટી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે આંધ્ર પ્રદેશના વિજયનગર જિલ્લામાં ટ્રેન દુર્ઘટનામાં થયેલા મોત પર દુઃખ વ્યક્ત કર્યું હતું. જોકે, આ અકસ્માતમાં અત્યાર સુધી 9 લોકોના મોત થયા છે જ્યારે 40થી વધારે લોકો ઘાયલ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અલામાંડા અને કાંતકપલ્લે ખંડ વચ્ચે દુર્ભાગ્યપૂર્ણ ટ્રેન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિવારને વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ફંડમાંથી બે બે લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે.
વડાપ્રધાન કાર્યાલયે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કર્યું કે ઘાયલોને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે. વિજનગર જિલ્લા પ્રશાસને કહ્યું કે અત્યાર સુધી 40 લોકો ઘાયલ થયા છે. 32ને વિજનયગર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છેકે વિશાખાપટ્ટનમથી પલાસા જઈ રહેલી ટ્રેન સિગ્નલ ન હોવાના કારણે કોથસાવત્સલા પાસે અલામંદા અને કટાકપલ્લેની વચ્ચે પાટા ઉપર ઉભી હતી. ત્યારે વિજાગ રાયગઢ પેસેન્જર ટ્રેન એજ પાટા ઉપર આવીને ઊભેલી ટ્રેનને ટક્કર મારી દીધી હતી. જેના કારણે ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
રેલવેએ શું કહ્યું?
રેલવે સૂત્રોએ જણાવ્યું કે આ દુર્ઘટના માનવીય ભૂલનું કારણ છે અને લોકો પાયલટને સિગ્નલિંગ પર ધ્યાન આપ્યું નહીં. ઘટના પર દુઃખ વ્યક્ત કરતા આંધ્ર પ્રદેશને મુખ્યમંત્રી વાઈએસ જગન મોહન રેડ્ડીએ અધિકારીઓને રાજ્યના પ્રત્યેક મૃતકને પરિવારને 10-10 લાખ રૂપિયા અને ઘાયલોને 2-2 લખ રૂપિયા વળતર આપવાનો નિર્દેશ કર્યો છે. એક સત્તાવાર જાહેરાત પ્રમાણે તેમણે પ્રત્યેક મૃતકના પરિવારને બે લાખ રૂપિયા અને અન્ય રાજ્યના ઘાયલોને 50,000 રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે.
હેલ્પલાઇન નંબર
રેલવે અને આંધ્ર પ્રદેશ સરકારે આપાતકાલીન હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે
- વાણિજ્યિક નિયંત્રણ (રેલવે) 82415
- વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશન (વીએસકેપી) 0891-2746330, 0891-2744619, 8500041670, 8500041671, 8106053053
- વિજયનગર રેલવે સ્ટેશન (VZM) – 08922-221206, 08922-221202
- શ્રીકાકુલમ રોડ રેલવે સ્ટેશન (CHE) – 08942-286213, 08942-286245
- નૌપાડા જંક્શન રેલવે સ્ટેશન (NWP) -0891-2885937, 9949555022
- બોબ્બિલી જંક્શન રેલવે સ્ટેશન (VBL): 8500359531, 8106052697
- રાયગડા રેલવે સ્ટેશન (RJDA): 9439741071, 7326812986
- વાણિજ્યિક સીએનએલ-કેયુઆર(ચંદાવલ રેલવે સ્ટેશન- ખુર્દા રોડ જંક્શન): 0674-2492245
- હેલ્પડેસ્ક – કેયુઆર (ખુર્દા રોડ જંક્શન): 0674-2490555
- હેલ્પ ડેસ્ક – બીબીએસ (ભુવનેશ્વર): 0674-2534027
- હેસ્પડેસ્ક -બીએએમ(બ્રહ્મપુર) : 9090522120, 8917387241, 9040277587
- હેલ્પડેસ્ક -પીએસએ (પલાસા): 8895670954
- એલુરુ: 08812232267
- સમાલકોટ: 08842327010
- રાજમુંદરી: 08832420541
- ટ્યૂની: 08854-252172
- અનાકાપ્પલે: 08924221698
- ગુડ્ડુર: 9494178434





