Valentine Day 2023 : વેલેન્ટાઇન ડે પર પશુ કલ્યાણ બોર્ડની અનોખી અપીલ, કપલ્સને કહ્યું – મનાવો કાઉ હગ ડે

Cow Hug Day: ભારતીય પશુ કલ્યાણ બોર્ડનું માનવું છે કે આવું કરવાથી ભાવનાત્મક સમૃદ્ધિ આવશે અને વ્યક્તિગત, સામૂહિક ખુશી મળશે

Written by Ashish Goyal
February 08, 2023 20:56 IST
Valentine Day 2023 : વેલેન્ટાઇન ડે પર પશુ કલ્યાણ બોર્ડની અનોખી અપીલ, કપલ્સને કહ્યું – મનાવો કાઉ હગ ડે
Cow Hug Day: ગુજરાત સહિત ઘણા રાજ્ય મનાવશે કાઉ હગ ડે (File)

Cow Hug Day: ભારતીય પશુ કલ્યાણ બોર્ડે વેલેન્ટાઇન ડેના (Valentine Day 2023)દિવસે એક અનોખી અપીલ કરી છે. બોર્ડે આ દિવસે ‘Cow Hug Day’ (ગાયને ગળે લગાવો) મનાવવા માટે કહ્યું છે. ભારતીય પશુ કલ્યાણ બોર્ડનું માનવું છે કે આવું કરવાથી ભાવનાત્મક સમૃદ્ધિ આવશે અને વ્યક્તિગત, સામૂહિક ખુશી મળશે.

પશુ કલ્યાણ બોર્ડના અધિકારીઓએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે અપીલ કેન્દ્રીય અને મત્સ્ય-પશુપાલન મંત્રાલયના નિર્દેશ પર જારી કરવામાં આવી છે. બોર્ડના સચિવ ડો સુજીત કુમાર દત્તા દ્વારા જાહેર કરવામાં આવેલી અપીલમાં લખ્યું છે કે આપણી બધા જાણીએ છીએ કે ગાય ભારતીય સંસ્કૃતિ અને ગ્રામીણ અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. આપણા જીવનને બનાવી રાખે છે. પશુધન અને જૈવ વિવિધતાનું પ્રતિનિધિત્વ કરે છે. તેને કામધેનૂ અને ગૌમાતાના રૂપમાં ઓળખવામાં આવે છે કારણ કે આ એક માતા જેવી છે, જે માનવતાને પ્રતિલક્ષિત કરે છે. દત્તાએ કહ્યું કે પશ્ચિમી સંસ્કૃતિની પ્રગતિના કારણે વૈદિક પરંપરા લગભગ વિલુપ્ત થવાની અણી પર છે. પશ્ચિમી સભ્યતાની ચકાચૌંધે આપણી ભૌતિક સંસ્કૃતિ અને વિરાસતને લગભગ ભુલાવી દીધી છે.

આ પણ વાંચો – રોઝ ડે થી શરૂ થાય છે વેલેન્ટાઇન વીક, જાણો Valentines Dayના 7 દિવસમાં શું હોય છે ખાસ

અપીલમાં આગળ કહ્યું છે કે ગાયના અગણિત લાભોને જોતા ગાયને ભેટવું જોઈએ. ગાયને ગળે લગાડવાથી ભાવનાત્મક સમૃદ્ધિ આવશે, જેનાથી આપણા વ્યક્તિગત અને સામૂહિક સુખમાં વૃદ્ધિ થશે. અંતમાં બધા ગૌ પ્રેમી પણ ગૌ માતાના મહત્વને ધ્યાનમાં રાખે. સાથે 14 ફેબ્રુઆરીએ કાઉ હગ ડેના રૂપમાં મનાવો.

ગુજરાત સહિત ઘણા રાજ્ય મનાવશે કાઉ હગ ડે

ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા બોર્ડ સહાયક સચિવ પ્રાચી જૈને કહ્યું કે અમને આ અપીલ જારી કરવા માટે કેન્દ્રીય મંત્રાલયથી નિર્દેશ પ્રાપ્ત થયો છે. આ માટે અમને કેટલાક ઇંસ્ટ્રક્શન પણ મળ્યા છે. સમય ઘણો સીમિત છે જેના કારણે અમે આ સંબંધમાં કોઇ આયોજન કરી શકતા નથી. જોકે અમે લોકોને એક અપીલ કરી છે. કપલ્સ તેને ફોલો કરી શકે છે. આ પૂછવા પર કે શું આ બધા રાજ્યો માટે અપીલ છે. તો પ્રાચી જૈને કહ્યું કે આ બધા રાજ્યો માટે રહેશે. પશુ કલ્યાણ બધા રાજ્યો માટે છે. ગુજરાત અને અન્ય રાજ્ય પણ 14 ફેબ્રુઆરીએ કાઉ હગ ડે ના રુપમાં મનાવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ