Tejas jets : 97 તેજસ અને 156 પ્રચંડ લડાકુ હેલિકોપ્ટર ખરીદીની મળી મંજૂરી, જાણો કેટલાની છે ડીલ

Tejas jets : બંને વિમાન સ્વદેશી રીતે વિકસિત છે, જો આમ થશે તો ભારતના ઇતિહાસમાં સ્વદેશી ઉત્પાદકોને મળનારો આ સૌથી મોટો ઓર્ડર હશે

Tejas jets : બંને વિમાન સ્વદેશી રીતે વિકસિત છે, જો આમ થશે તો ભારતના ઇતિહાસમાં સ્વદેશી ઉત્પાદકોને મળનારો આ સૌથી મોટો ઓર્ડર હશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Tejas jets | prachanda combat helicopters

ભારત સરકારે એક એવો નિર્ણય લીધો છે જેનાથી ભારતીય વાયુસેના વધુ શક્તિશાળી બનશે (Wikimedia Commons)

Tejas jets : ભારત સરકારે એક એવો નિર્ણય લીધો છે જેનાથી ભારતીય વાયુસેના વધુ શક્તિશાળી બનશે. સૈન્ય અને રક્ષા ઉત્પાદનને મોટું પ્રોત્સાહન આપતાં ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે 97 અતિરિક્ત તેજસ વિમાન અને 156 પ્રચંડ લડાકુ હેલિકોપ્ટર ખરીદવાની મંજૂરી આપી દીધી છે. બંને વિમાન સ્વદેશી રીતે વિકસિત છે અને આ ડીલ 1.1 લાખ કરોડ રૂપિયાની છે.

Advertisment

તેજસ માર્ક 1-A લડાકુ વિમાનોને ભારતીય વાયુસેના માટે અને હેલિકોપ્ટરને વાયુ સેના અને થલ સેના માટે ઓર્ડર આપવામાં આવ્યો છે. કાઉન્સિલે વધારાની ડીલને પણ મંજૂરી આપી દીધી છે અને કુલ ડીલ આશરે 2 લાખ કરોડ રૂપિયાની થશે. જો આમ થશે તો ભારતના ઇતિહાસમાં સ્વદેશી ઉત્પાદકોને મળનારો આ સૌથી મોટો ઓર્ડર હશે.

એક વખત આખરી કિંમત અંગે વાટાઘાટો થઈ જાય પછી આખરી સહી કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી દ્વારા કરવામાં આવશે. આ વિમાનોને સેનામાં સામેલ થવામાં ઓછામાં ઓછા 10 વર્ષ લાગી શકે છે. સુખોઈ એસયુ-30 એમકેઆઈ વિમાનના મોટા અપગ્રેડને પણ ગુરુવારે મંજૂરી મળવાની સંભાવના છે. આઈએએફ પાસે 260 એસયુ-30 એરક્રાફ્ટ છે અને આ અપગ્રેડ સ્વદેશી હોવાની અપેક્ષા છે, જેમાં ભારત દ્વારા વિકસિત રડાર, એવિઓનિક્સ અને સબસિસ્ટમ્સ હશે.

આ પણ વાંચો - ખાલિસ્તાની પન્નુની હત્યાના ષડયંત્ર પર ભારતે કહ્યું – આ ચિંતાનો વિષય, આ ભારતની નીતિની વિરુદ્ધ

Advertisment

તેજસ એમકે-1એ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ સ્વદેશી ડિઝાઇન અને ચોથી પેઢીનું ફાઇટર એરક્રાફ્ટ છે, જેની ઓપરેશનલ ક્ષમતા નોંધપાત્ર છે. તે સક્રિય ઇલેક્ટ્રોનિક-સ્કેન્ડ એરે રડાર, ઇલેક્ટ્રોનિક વોરફેર સ્યુટથી સજ્જ છે. તે એર-ટુ-એર રિફ્યુઅલિંગ માટે સક્ષમ છે. તેનું નિર્માણ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) દ્વારા કરવામાં આવ્યું છે.

આ ભારતનું પહેલું સ્વ-નિર્મિત ફાઇટર જેટ છે અને ફેબ્રુઆરી 2019માં સંપૂર્ણ શસ્ત્રસ્રોજિત ફાઇટર જેટ તરીકે ભારતીય વાયુસેનામાં સામેલ થવા માટે અંતિમ મંજૂરી મળી હતી. પ્રચંડ લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર્સની પ્રથમ બેચને તાજેતરમાં જ આઈએએફ અને આર્મીમાં સામેલ કરવામાં આવી હતી. આ ટ્વિન એન્જિન હેલિકોપ્ટરની સર્વિસ રેન્જ લગભગ 21,000 ફૂટ છે અને તે મુખ્યત્વે સિયાચીન સહિતના ઊંચાણવાળા વિસ્તારો અને લદ્દાખ અને અરુણાચલ પ્રદેશના ઊંચાણવાળા વિસ્તારોમાં તૈનાત કરવા માટે બનાવવામાં આવ્યું છે.

Indian army ભારતીય વાયુસેના દેશ