Article 370 | કલમ 370 નાબૂદીને SC નું સમર્થન : જુઓ સુપ્રીમ કોર્ટે સરકારની તરફેણમાં ત્રણ મુખ્ય પ્રશ્નોના જવાબ કેવી રીતે આપ્યા?

Article 370 : કલમ 370 રદ કરવાના મામલે સુપ્રીમ કોર્ટ (Supreme Court) ના ચૂકાદામાં પાંચ જજોની બેંચમાં તમામ પાંચ જજનું ભારત સરકારને સમર્થન રહ્યું, અને સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો.

Written by Kiran Mehta
Updated : December 11, 2023 18:37 IST
Article 370 | કલમ 370 નાબૂદીને SC નું સમર્થન : જુઓ સુપ્રીમ કોર્ટે સરકારની તરફેણમાં ત્રણ મુખ્ય પ્રશ્નોના જવાબ કેવી રીતે આપ્યા?
કલમ 370 રદ મામલો અને સુપ્રીમ કોર્ટનો નિર્ણય

અપુર્વા વિશ્વનાથ | Article 370 : સુપ્રીમ કોર્ટે સોમવારે (11 ડિસેમ્બર) સર્વસંમતિથી 5-0 ના નિર્ણયમાં કેન્દ્રના બંધારણની કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું.

ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા (CJI) DY ચંદ્રચુડ અને જસ્ટિસ સંજય કિશન કૌલે બે અલગ-અલગ પરંતુ સહમત સાથેના મંતવ્યો લખ્યા હતા. અરજીઓમાં ત્રણ મુખ્ય મુદ્દાઓ પર સુપ્રીમ કોર્ટે શું ચુકાદો આપ્યો તે અહીં છે:

(1) જમ્મુ અને કાશ્મીરના ‘અનોખા’ અને ‘વિશેષ દરજ્જા’ પર

સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીર 1947 માં ભારતમાં વિલીનીકરણ પછી સાર્વભૌમત્વનું કોઈ તત્વ જાળવી રાખ્યું નથી.

કોર્ટે જણાવ્યું હતું કે, રજવાડાના પૂર્વ શાસક મહારાજા હરિ સિંહે એક ઘોષણા જાહેર કરી હતી કે, તેઓ તેમની સાર્વભૌમત્વ જાળવી રાખશે, તેમના અનુગામી કરણ સિંહે બીજી ઘોષણા જાહેર કરી કે, ભારતીય બંધારણ રાજ્યના અન્ય તમામ કાયદાઓ પર પ્રબળ રહેશે.

અદાલતે ચુકાદો આપ્યો કે, સારમાં, આની અસર ભારત સાથે જોડાયેલા દરેક અન્ય રજવાડાની જેમ જોડાણની અસર હતી.

કોર્ટે ભારપૂર્વક નિષ્કર્ષ આપ્યો કે, જમ્મુ અને કાશ્મીર હંમેશાથી ભારતનો અભિન્ન અંગ રહ્યો છે. CJI ચંદ્રચુડે, ભારતીય બંધારણની કલમ 1 અને 370 સિવાય, જમ્મુ અને કાશ્મીર બંધારણની કલમ 3 નો પણ ઉલ્લેખ કર્યો.

જમ્મુ અને કાશ્મીરના બંધારણની કલમ 3 વાંચે છે: “જમ્મુ અને કાશ્મીર રાજ્ય ભારતના સંઘનો અભિન્ન અંગ છે અને રહેશે.” રાજ્યના બંધારણમાં એવી પણ જોગવાઈ છે કે, આ જોગવાઈમાં સુધારો કરી શકાય નહીં.

જસ્ટિસ કૌલે કહ્યું કે, એક માત્ર રાજ્યનું પોતાનું બંધારણ હોવું એ કોઈ વિશેષ દરજ્જાની વ્યાખ્યા નથી કરતું. “જમ્મુ અને કાશ્મીર બંધારણનો હેતુ રાજ્યમાં રોજિંદા શાસનને સુનિશ્ચિત કરવાનો હતો અને કલમ 370 નો હેતુ રાજ્યને ભારત સાથે એકીકૃત કરવાનો જ હતો.”

(2) શું કલમ 370 બંધારણની ‘અસ્થાયી’ કે કાયમી જોગવાઈ છે?

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કલમ 370 એક અસ્થાયી, સંક્રમણકાલીન જોગવાઈ છે.

CJI ચંદ્રચુડે પાઠ્ય અભિગમ અપનાવ્યો અને કલમ 370 ના સમાવેશ માટે અને અસ્થાયી જોગવાઈઓ સાથે કામ કરતા બંધારણના ભાગ XXI માં કલમ 370 મૂકવા માટેના ઐતિહાસિક સંદર્ભના પુરાવા ટાંક્યા.

તેમણે એમ પણ કહ્યું હતું કે, “અસ્થાયી” જોગવાઈએ 1947 માં રાજ્યમાં પ્રવર્તતી યુદ્ધ જેવી પરિસ્થિતિમાં એક હેતુ પૂરો પાડ્યો હતો.

(3) કલમ 370 ના અસરકારક રદ્દીકરણ સંબંધિત પ્રશ્નો

સુપ્રીમ કોર્ટે ઓગસ્ટ 2019 ના રાષ્ટ્રપતિના બંને ઘોષણાઓને સમર્થન આપ્યું હતું.

મોટા સંઘીય મુદ્દાઓ અને જમ્મુ અને કાશ્મીરના વિશેષ દરજ્જાની આસપાસની ચર્ચા ઉપરાંત, મુખ્ય કાનૂની પડકાર 2019 માં રાષ્ટ્રપતિની બે ઘોષણાઓ પર હતો, જેણે વાસ્તવમાં કલમ 370 નાબૂદ કરી હતી.

કોર્ટે બંને ઘોષણાઓને સમર્થન આપ્યું હતું, જેમાં “જમ્મુ અને કાશ્મીરની બંધારણ સભા” ને “જમ્મુ અને કાશ્મીરની વિધાનસભા” નો નવો અર્થ આપતી ઘોષણાનો સમાવેશ થાય છે.

મુખ્ય મુદ્દો એ હતો કે, શું યુનિયન જ્યારે રાષ્ટ્રપતિ શાસન હેઠળ હતું ત્યારે રાજ્યની સત્તાનો ઉપયોગ કરી શકે છે. અહીં, સુપ્રીમ કોર્ટે ‘એસઆર બોમ્માઈ વિ. યુનિયન ઓફ ઈન્ડિયા’ કેસમાં 1994 ના સીમાચિહ્નરૂપ ચુકાદાનો ઉલ્લેખ કર્યો, જે રાષ્ટ્રપતિ શાસન હેઠળ રાજ્યપાલની સત્તાઓ અને મર્યાદાઓ સાથે વ્યવહાર કરે છે.

CJI DY ચંદ્રચુડે જણાવ્યું હતું કે, રાજ્યપાલ (જમ્મુ અને કાશ્મીરના કિસ્સામાં રાષ્ટ્રપતિ) રાજ્ય વિધાનસભાની ભૂમિકા “બધા અથવા કોઈ નહીં” નો ઉપયોગ કરી શકે છે અને આવી કાર્યવાહીની ન્યાયિક ચકાસણી ફક્ત અસાધારણ કિસ્સાઓમાં જ થવી જોઈએ.

આ પણ વાંચોArticle 370 | કલમ 370 રદ મામલો : શું કાશ્મીરમાં ઘર અથવા જમીન ભાડે અથવા ખરીદી શકાય?

બોમ્માઈ ચુકાદાના અર્થઘટન પર આધાર રાખતા, સુપ્રીમ કોર્ટે કહ્યું કે, “પ્રથમ દૃષ્ટિએ એવો કોઈ કેસ નથી કે, રાષ્ટ્રપતિના આદેશો અવિચારી હોય અથવા સત્તાનો ગેરવાજબી ઉપયોગ હોય.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ