/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/supreme-court.jpg)
સુપ્રીમ કોર્ટ ફાઇલ તસવીર Photo - ANI
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરનું બંધારણ ભારતના સંવિધાનના આધન છે અને જમ્મુ-કાશ્મીરની સંવિધાન સભા વાસ્તવમાં કાયદો બનાવનારી વિધાનસભા પણ. જમ્મુ કાશ્મીરમાં કલમ 370 ખતમ કરવાના લઈને ચાલી રહેલી સુનાવણીના 11માં દિવસે સોમવારે કેન્દ્ર તરફથી રજૂ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે આજે પણ રાજનીતિક દળ આ કોર્ટ સમક્ષ અનુચ્છેદ 370 અને 35એ બચાવ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ફેબ્રુઆરી 2019માં પુલવામાં સીઆરપીએફ કાફલા પર જિહાદી હુમલા બાદ કેન્દ્ર સરકારને એ મહેસૂસ કર્યું કે 370ને ખતર કરવી ખૂબ જ જરૂરી છે.
સોલિસિટર જનરલ મહેતાએ કહ્યું કે એ સ્પષ્ટ કરવા માટે ગણા સત્ય છે જમ્મુ-કાશ્મીરનું સંવિધાન ભારતના સંવિધાનના આધીન છે. જમ્મુ-કાશ્મીરની બંધારણ સભા વાસ્તવમાં કાનૂન બનાવનાર વિધાન સભા પણ. આના પર અદાલતે કહ્યું કે એક સ્તર પર તમે સાચા હોઈ શકો છો ભારતનું બંધારણ વાસ્તવમાં એક દસ્તાવેજ છે. જે જમ્મુ કાશ્મીરના સંવિધાનની તુલનાએ ઉચ્ચ સ્તર પર છે.
ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી પાંચ ન્યાયાધીશોની પીઠે મહેતાને કહ્યું કે આ તર્કના બીજા ભાગને સ્વીકાર કરવો કઠીન છે કે જમ્મુ કાશ્મીરનું બંધારણ સભા વાસ્તવમાં અનુચ્છેદ 370ના પ્રાવધાનના રૂપમાં એક વિધાનસભા પણ. પીઠમાં ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ, ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના, ન્યાયમૂર્તિ બીઆર ગવઈ અને ન્યાયમૂરિત સૂર્યકાંત પણ સામેલ હતા.
પૂર્વવર્તી રાજ્યના બે પ્રમુખ રાજનીતિક દળોના નામ લીધા વગર કેન્દ્રનું કહ્યું કે નાગરિકોને ગેરમાર્ગે દરવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીર માટે વિશેષ પ્રાવધાન ભેદભાવ નહીં પરંતુ વિશેષાદિકાર હતો.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us