દીપ્તિમાન તિવારી: રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ સાથે જોડાયેલી પત્રિકા ઓર્ગેનાઇઝરે પોતાના નવા અંકમાં કહ્યું કે હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ (Hindenburg Research report)અદાણી સમૂહના માર્કેટ કેપિટલાઇઝેશન પર પ્રતિકુળ પ્રભાવ પાડવો ભારતીય અર્થવ્યવસ્થા પર એક હુમલો હતો અને આ ચીનને ફાયદો પહોંચાડવા માટે રચવામાં આવેલા ષડયંત્રનો ભાગ છે. પત્રિકાએ એ પણ કહ્યું કે આવા ખુલાસા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે બીબીસીની દુર્ભાવનાપૂર્ણ ડોક્યુમેન્ટ્રીથી પ્રેરિત છે.
ભારતીય અર્થવ્યવસ્થાના ફંડને ખતમ કરવાનો હતો ઇરાદો
પત્રિકામાં સુમીત મહેતા અને બિનય કુમારના લેખમાં કહેવામાં આવ્યું છે કે આ રિપોર્ટનો ઇરાદો ભારતીય કંપનીઓની વિશ્વસનીયતા પર શંકા ઉભી કરવી અને ભારતીય અર્થવ્યવસ્થાને બદનામ કરવાની હતી. આ રીતે ભારતીય કંપનીઓ માટે ફંડ ભેગુ કરવાની તકો અને વિકલ્પોને રોકવાનું હતું.
ઘણી અન્ય પ્રતિષ્ઠિત, મોટી કંપનીઓ, બેંકોને પણ બનાવી નિશાને
અમેરિકાના કોર્ટમાં હિંડનબર્ગ રિસર્ચના પાછલા આવા રિપોર્ટને સહેજ પણ મહત્વ નહીં આપવાના ઉદાહરણનો હવાલો આપતા લેખમાં કહ્યું કે આમ છતા ભારતમાં હિંડનબર્ગ રિપોર્ટને મીડિયા અને રાજનીતિ જગતના એક ભાગે વિશ્વસનીય અને અતિ સચ્ચાઇના પ્રતીકના રુપમાં સ્વીકાર કર્યો. રિપોર્ટનો ઉપયોગ ફક્ત અદાણી સમૂહની કંપનીઓને ટાર્ગેટ કરવામાં ઉપયોગ કર્યો. ઘણી અન્ય પ્રસિદ્ધિ અને મોટી કંપનીઓ અને વિશ્વસનીય બેંકોને પણ નિશાન બનાવવામાં આવી હતી.
આ પણ વાંચો – અદાણીનું નામ લઇને રાહુલ ગાંધીએ પીએમ પર કર્યો પ્રહાર, લગાવ્યા ઘણા ગંભીર આરોપ
બીજા શબ્દોમાં તેને ભારતીય બજારો અને ભારતીય અર્થવ્યવસ્થા પર એક સાથે હુમલાના રુપમાં લીધો. વાસ્તવમાં આ બે સપ્તાહ પહેલા પીએમ મોદી પર બીબીસીની દુર્ભાવનાપૂર્ણ અને બદનામ કરનારી રિપોર્ટને યોગ્ય ગણાવવાની પ્રયત્ન કરવાનો હતો. લેખમાં એ પણ જણાવ્યું કે આ હુમલો ચીનને લાભ પહોંચાડવાના ઇરાદાથી કરવામાં આવ્યો અને પહેલાની ઘણી ઘટનાઓનો હવાલો આપ્યો છે.
તુતીકોરિનમાં સ્ટરલાઇટના કોપર સ્મેલ્ટર ઉપર પણ થયા હતા આવો હુમલો
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા અને કંપનીઓ ભારત અને વિદેશમાં રહેતા સ્વાર્થી લોકો દ્વારા સતત વિભિન્ન પ્રકારના હુમલાનો શિકાર બની છે. હુમલાના રૂપ અલગ છે. પર્યાવરણ કાર્યકર્તાઓથી શરૂ થઇને આ દંગાઇઓ અને ઉપદ્રવીઓમાં બદલી ગયા, હવે અંતમાં આપણે નવા પ્રકારના વિત્તીય હુમલા જોઇ રહ્યા છીએ. તુતીકોરિનમાં સ્ટરલાઇટના કોપર સ્મેલ્ટરના વિરોધમાં બંધ કરવા માટે મજબૂર કરવાના મામલાનો હવાલો આપ્યો હતો.
લેખના મતે તેના પરિણામસ્વરુપ ભારત 2018-19માં પ્રથમ વખત તાંબાનો પુરી રીતે આયાતકાર બન્યું હતું. જ્યારે આ પહેલા 2017-18 માં 3,35,000 મેટ્રિક ટન તાંબાની નિર્યાત કરી હતી. આવું પરિણામ કેમ થયું? ચીન જેની પાસે તાંબાનો વિશાળ ભંડાર હતો પોતાના સ્ટોકને બહાર કાઢવા માટે સફળ રહ્યું હતું. તેનાથી ભારતને થયેલા નુકસાનની કલ્પના કરો. પછી ખબર પડી કે સ્મેલ્ટરથી કોઇ પ્રદુષણ થઇ રહ્યું ન હતું.
લેખમાં જણાવ્યું કે સૌથી ચોંકાવનારો ખુલાસો એ હતો કે ભારતીય કંપનીઓ અને અર્થવ્યવસ્થાને નિશાન બનાવવા માટે સ્ટરલાઇટ સામે વિરોધમાં ચીનની પૈસાથી બ્રિટન સ્થિત એક એનજીઓ ફોયલ વેદાંતાનો ઉપયોગ કર્યો હતો.
લેખમાં કૃષિ કાયદા સામે પંજાબના ખેડૂતો દ્વારા તાજેતરના વિરોધનું ઉદાહરણ પણ ટાંક્યુ છે જે ચીનને ફાયદો કરાવવાનું ષડયંત્ર ગણાવ્યું હતું.
લેખમાં જણાવ્યું છે કે કૃષિ કાનૂનોના વિરોધ દરમિયાન ખેડૂતોના રિલાયન્સ JIOના મોબાઈલ ટાવરને નિશાન બનાવ્યા હતા કારણ કે ભારત સરકારે ચાઈનીઝ 5G વિક્રેતાઓને પ્રતિબંધિત કર્યા અને રિલાયન્સને પસંદ કર્યું. જેથી પંજાબમાં રિલાયન્સ JIO અને તેની ઓપરેશનલ એસેટ પર હુમલો કરવા માટે ખેડૂતોનો દુરુપયોગ કર્યો હતો. હુમલાનો એકમાત્ર ઉદ્દેશ્ય રિલાયન્સ JIOને તેની 5G યોજનાઓ સાથે આગળ વધતા અટકાવવાનો હતો. જેણે ચીની 5G વિક્રેતાઓ એટલે કે Huawei અને ZTE સામે સખત સ્પર્ધા રજૂ કરી હતી.