રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ ગાંધીનું 89 વર્ષની ઉંમરે નિધન થયું છે. ગણા છેલ્લા સમયથી બીમાર હતા. કોલ્હાપુરમાં આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અરુણ ગાંધીના પુત્ર તુષાર ગાંધીએ જણાવ્યું કે પિતાના અંતિમ સંસ્કાર આજે ક્લોહાપુરમાં કરવામાં આવશે.
કોણ હતા અરુણ ગાંધી?
અરુણ મણિલાલ ગાંધી મહાત્મા ગાંધીના બીજા પુત્ર મણિલાલના પુત્ર હતા. તેમનો જન્મ 14 એપ્રિલ 1934ના રોજ દક્ષિણ આફ્રિકામાં ડરબનમાં થયો હતો. અરુણ ગાંધીના પિતા સમાચારપત્ર ઇન્ડિયન ઓપિનિયનના સંપદક રહ્યા હતા. તેમના માતા સુશીલા આ ખબરના પબ્લિશર હતા. અરુણ ગાંધીના પરિવારમાં હવે તેમના પુત્ર તુષાર, પત્રી અર્ચના, ચાર પૌત્ર અને પાંચ પરપૌત્ર છે. અરુણ ગાંધી 1987માં પોતાના પરિવાર સાથે અમેરિકામાં વસી ગયા હતા. તેમણે પોતાના જીવનના અનેક વર્ષો ટેનેસી રાજ્યના મેમ્ફિસમાં ગુજાર્યા હતા.
અનેક પુસ્તકો પણ લખ્યા
અરુણ ગાંધી સામાજિક અને રાજનીતિક મુદ્દાઓ ઉપર પોતાના વિચાર ધરાવતા હતા. તેમણે કેટલીક પુસ્તકો પણ લખ્યા હતા. જેમાં ધ ગિફ્ટ ઓફ એંગરઃ એન્ડ અધર લેસન્સ ફ્રોમ માઇ ગ્રેન્ડરફાધર મહાત્મા ગાંધી પ્રમુખ છે.





