રામલીલા મેદાનમાં અરવિંદ કેજરીવાલે કહ્યું - અન્ય રાજ્યો માટે પણ આવો જ અધ્યાદેશ લાવવામાં આવશે

Arvind Kejriwal maha rally : કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા અધ્યાદેશના વિરોધમાં આમ આદમી પાર્ટીએ રવિવારે રામલીલા મેદાનમાં એક મેગા રેલી યોજી હતી

Arvind Kejriwal maha rally : કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા અધ્યાદેશના વિરોધમાં આમ આદમી પાર્ટીએ રવિવારે રામલીલા મેદાનમાં એક મેગા રેલી યોજી હતી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
AAP rally against Centres ordinance

આપની મહારેલીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Express Photo)

AAP rally against Centres ordinance : કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા અધ્યાદેશના વિરોધમાં આમ આદમી પાર્ટી (આપ)એ રવિવારે રામલીલા મેદાનમાં એક મેગા રેલીનું આયોજન કર્યું હતું. રેલીને સંબોધિત કરતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે આવું માત્ર દિલ્હી સાથે નથી થયું, અન્ય રાજ્યો માટે પણ આ પ્રકારનો અધ્યાદેશ લાવવામાં આવશે. કેજરીવાલે કહ્યું હતું કે હું આખા દેશની જનતા સાથે વાત કરવા માંગુ છું, એવું ન વિચારો કે આવું ફક્ત દિલ્હીના લોકો સાથે થયું છે. મને અંદરથી ખબર પડી છે કે મોદીજીનો આ પ્રથમ પ્રહાર છે. આવો જ અધ્યાદેશ અન્ય રાજ્યો માટે પણ લાવવામાં આવશે. આને અત્યારે જ રોકવો પડશે.

Advertisment

મહારેલીમાં કેજરીવાલે કહ્યું કે 2014માં દિલ્હીએ તમામ સાત બેઠકો ભાજપને આપી મોદીજીને પીએમ બનાવ્યા અને કહ્યું કે તમે દેશનું ધ્યાન રાખો. તે જ સમયે દિલ્હીની 70 માંથી 3 બેઠકો ભાજપને આપી અને 67 સીટો આપને આપી અને કહ્યું કે કેજરીવાલ જી તમે દિલ્હીને સંભાળો. દિલ્હીની જનતાએ આંખો લાલ કરીને ભાજપના લોકો સામે જોયું અને કહ્યું કે તમે દેશ સંભાળો, ખબરદાર જો દિલ્હી તરફ આંખ ઉઠાવીને જોયું તો.

અમારી પાસે 100 સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન છેઃ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે તેઓએ મનીષ સિસોદિયાને જેલમાં પૂર્યા, સત્યેન્દ્ર જૈનને જેલમાં પુર્યા. અમારી પાસે એક મનીષ સિસોદિયા નથી, અમારી પાસે 100 મનીષ સિસોદિયા છે. અમારી પાસે એક સત્યેન્દ્ર જૈન નથી, અમારી પાસે 100 સત્યેન્દ્ર જૈન છે. જો તમે એકને જેલમાં નાખો તો બીજો કામ કરવા આવશે, પરંતુ દિલ્હીમાં વિકાસનું કામ અટકશે નહીં.

publive-image
રામલીલા મેદાનમાં આપની મહા રેલી (Express Photo)

આ પણ વાંચો - જમ્મુ-કાશ્મીરમાં તિરૂપતિ બાલાજી મંદિર નિર્માણથી ભાજપ માટે દક્ષિણના રાજ્યોના દરવાજા ખુલશે?

Advertisment

મોદીજીએ પોતાના મિત્રને આખો રેવડો આપી દીધો

કેજરીવાલે કહ્યું કે પીએમ મોદી દેશની ચિંતા કરી શકતા નથી, પરંતુ તેઓ દરરોજ જાગે છે અને દિલ્હીમાં જે કામ થઈ રહ્યું છે તે બંધ કરી દે છે. જ્યારે મેં મફત વીજળી આપી, ત્યારે મોદીજી કહે છે કે તેઓ મફત રેવડી વહેંચી રહ્યા છે. મોદીજી તમે આખા દેશને અને કેન્દ્ર સરકારને ઉઠાવીને તમારા મિત્રને આપી દીધી છે. મેં ગરીબોના હાથમાં ફક્ત 4 રેવડી રાખી હતી તમે તો તમારા મિત્રને આખો રેવડો જ આપી દીધો. હું ચેલેન્જ કરું છું કે મોદીજીના 21 વર્ષ જોઇ લો અને મારા 8 વર્ષ જુઓ. તેમણે પુરા પાવર સાથે એટલું કામ નથી કર્યું, જેટલું મેં 8 વર્ષમાં વિધ્યો છતા કર્યું છે. પોતાનું કામ તો થતું નથી, જેઓ કરી રહ્યા છે તેને રોકવામાં લાગ્યા છે.

ચોથી પાસ રાજાથી દેશ સંભાળી રહ્યો નથી : સીએમ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે કહ્યું કે ચોથી પાસ રાજાને સમજાતું નથી કે દેશને કેવી રીતે સંભાળવો. એક દિવસ તેઓ કહે છે કે 2000 રૂપિયાની નોટ આવશે, બીજા દિવસે તેઓ કહે છે કે 2000 રૂપિયાની નોટ જશે. જો કોઈ સમજદાર વડાપ્રધાન હોત તો સમજી ગયા હોત કે નોટ આવશે કે જશે. જ્યારે પીએમ મોદી કહે છે કે હું સુપ્રીમ કોર્ટના ચુકાદામાં માનતો નથી, ત્યારે તેને હિટલરશાહી કહેવામાં આવે છે.

કેન્દ્ર સરકાર ટ્રેન્ડિંગ ન્યૂઝ અરવિંદ કેજરીવાલ આપ PM Narendra Modi