બિહારની રાજનીતિમાં જન અધિકાર પાર્ટીના સુપ્રીમો રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવ એક જાણીતું નામ છે. પપ્પુ યાદવ પોતાના નિવેદનના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. જોકે આ વખતે બિહાર તક સાથેની ખાસ વાતચીતમાં પપ્પુ યાદવના નિશાને આદ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવ્યા હતા. આ દરમિયાન પપ્પુ યાદવે દાવો કરતા કહ્યું કે અરવિંદ કેજરીવાલ પાસે કરોડો રૂપિયા ક્યાંથી આવે છે.
પપ્પુ યાદવે કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 40 લાખ રૂપિયાનું કામ કરે છે પણ 400 કરોડની જાહેરાત કરે છે. અરવિંદ કેજરીવાલ જ્યારે ગુજરાત જશે તો 40 લાખ રૂપિયા પંજાબના ખર્ચ કરાવશે. આ દરમિયાન પપ્પુ યાદવે એ પણ જણાવ્યું કે ધારાસભ્ય, સાંસદ અને રાજ્યસભા સાંસદ કેવી રીતે બને છે અને આ માટે કેટલા પૈસાની જરૂર હોય છે.
આ પણ વાંચો – ચક્રવાત સિત્રાંગ વધુ તીવ્ર, બંગાળ અને ઉત્તરપૂર્વમાં ભારે વરસાદની ચેતવણી
પપ્પુ યાદવે કહ્યું કે ધારાસભ્ય, સાંસદ બનવા માટે રાજનેતા 10, 25, 50 કરોડ રૂપિયા ફિક્સ કરી દે છે. એક રાજ્યસભા સદસ્ય 100 કરોડ રૂપિયામાં બને છે. આજ સુધી મેં રાજનીતિ કરી છે તે મિત્રો અને સંબંધીએની મદદથી કરી છે. તેમણે કહ્યું કે મારા ફોઇની અમેરિકામાં મોટી ફેક્ટરી છે. તેમનું અમેરિકામાં નામ છે. જ્યારે કોઇ એવી જરૂર પડે તો તે મારી મદદ કરે છે.
ઉલ્લેખનીય છે કે પંજાબમાં જૂની પેન્શન યોજનાને બહાલ કરવા માટે આપ સરકારે મંજૂરી આપતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સરકારી કર્મચારીઓને અભિનંદન આપ્યા છે.