/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/arvind-kejriwal.jpg)
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Express photo)
Arvind Kejriwal :દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જનતાને પૂછ્યું છે કે જો તેમની ધરપકડ કરવામાં આવે તો તેમણે મુખ્યમંત્રી રહેવું જોઈએ કે પદ છોડી દેવું જોઈએ. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના કાર્યકરોને ઘરે-ઘરે મોકલીને લોકોને એ વાત જણાવવી કહી છે કે તેઓએ શું કરવું જોઈએ. તેમણે કહ્યું છે કે જો કથિત દારૂ કૌભાંડમાં તેમની ધરપકડ થાય તો તેમણે તેમના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ કે જેલમાંથી જ સરકાર ચલાવવી જોઈએ.
શેરી નાટકો રજૂ કરશે
કાર્યકર્તા ઘરે-ઘરે જઇને લોકોનો સંપર્ક કરશે. આ ઉપરાંત તેઓ દરેક વિસ્તારમાં શેરી નાટકો અને પ્રચાર કરશે. સામાન્ય જનતા તેમને પોતાનો અભિપ્રાય આપી શકે છે. પાર્ટીના કાર્યકરો લોકોને ફોર્મ આપશે. આ ફોર્મ ભરીને જનતા પોતાનો અભિપ્રાય આપી શકે છે. જ્યારે આખી દિલ્હીમાંથી આ ફોર્મ પાર્ટી સુધી પહોંચશે ત્યારે જોવામાં આવશે કે જનતાનો અભિપ્રાય શું છે. તે મુજબ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નિર્ણય લેશે.
AAP નેતાને વિશ્વાસ છે કે જનતા સમર્થન આપશે
હાલમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પોતાના કાર્યકર્તાઓને જનતા પાસેથી અભિપ્રાય લેવા કહ્યું હતું. જનતા જે કહેશે તે તેઓ કરશે. અરવિંદ કેજરીવાલને આશા છે કે જનતા તેમનું સમર્થન કરશે. તેમનું માનવું છે કે મફત વીજળી અને પાણી, સરકારી બસોમાં મહિલાઓને છૂટ, દિલ્હીમાં સરકારી શાળાઓની સારી વ્યવસ્થા જેવા કામોથી જનતા ખુશ છે અને તેઓ તેમને મુખ્યમંત્રી તરીકે રહેવા દેવા માંગે છે.
આ પણ વાંચો - 50 વર્ષથી માત્ર છ નેતા જ બન્યા CM, જાણો રાજસ્થાનની રાજનીતિનો રસપ્રદ ઇતિહાસ
થોડા દિવસો પહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દિલ્હી દારૂ કૌભાંડ કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. આ કેસમાં દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સંજય સિંહની ધરપકડ થઈ ચૂકી છે. ઇડી અરવિંદ કેજરીવાલ પાસેથી અનેક પ્રકારની માહિતી માંગે છે.
આ વર્ષે એપ્રિલમાં દિલ્હી દારૂ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલની સીબીઆઈ દ્વારા કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. જો કે કેજરીવાલે સમગ્ર મામલાને મનઘડત ગણાવ્યો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us