કેજરીવાલ પર સરકારી બંગલાના રિનોવેશન માટે કરોડો રૂપિયા ખર્ચ કરવાનો આરોપ, સીબીઆઈ કરશે તપાસ

Arvind Kejriwal Renovation House : અરવિંદ કેજરીવાલ પર તેમના સરકારી બંગલાના રિનોવેશનના નામે 53 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો આરોપ છે. તે બંગલામાં જે ઓફિસ બનાવવામાં આવી છે તેના પાછળ 19.22 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાની માહિતી પણ મળી હતી

Arvind Kejriwal Renovation House : અરવિંદ કેજરીવાલ પર તેમના સરકારી બંગલાના રિનોવેશનના નામે 53 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો આરોપ છે. તે બંગલામાં જે ઓફિસ બનાવવામાં આવી છે તેના પાછળ 19.22 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાની માહિતી પણ મળી હતી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
arvind kejriwal | arvind kejriwal renovation house

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (તસવીર - વીડિયો સ્ક્રીનગ્રેબ) અરવિંદ કેજરીવાલ)

Arvind Kejriwal Renovation House : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સરકારી બંગલાના રિનોવેશન કેસમાં મુશ્કેલમાં મુકાયા છે. સીબીઆઈ હવે આ કેસની તપાસ કરવા જઈ રહી છે. મે મહિનામાં એલજી વીકે સક્સેનાએ આ મામલાની તપાસની માંગ કરી હતી, કથિત અનિયમિતતા બાદ આ મામલાને સીબીઆઈને મોકલવાની વાત સામે આવી હતી. હવે ગૃહ મંત્રાલયે આ વાત માની લીધી છે અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી ગઇ છે.

Advertisment

અરવિંદ કેજરીવાલ પર તેમના સરકારી બંગલાના રિનોવેશનના નામે 53 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો આરોપ છે. તે બંગલામાં જે ઓફિસ બનાવવામાં આવી છે તેના પાછળ 19.22 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાની માહિતી પણ મળી હતી. તપાસમાં એક વાત એવી પણ કહેવામાં આવી હતી કે જૂના બંગલાને તોડીને નવો બનાવવામાં આવ્યો છે. ભાજપે તો ત્યાં સુધી કહ્યું છે કે કેજરીવાલે લાખો રૂપિયા ઘરના પડદા પર ખર્ચ કર્યા છે.

કેજરીવાલ પર શું છે આરોપ?

તે સમયે એલજી દ્વારા ચીઠ્ઠી લખવામાં આવી હતી તેમાં ઘણા દાવા કરવામાં આવ્યા હતા. જેમાં જણાવવામાં આવ્યું હતું કે રિનોવેશનના નામે પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટે (પીડબલ્યુડી) સીએમ માટે નવી બિલ્ડિંગ ઊભી કરી દીધી હતી. આ ઉપરાંત એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે શરૂઆતમાં આ રિનોવેશનનું બજેટ 15 કરોડની આસપાસ હતું, પરંતુ તેમાં સમયાંતરે વધારો કરવામાં આવ્યો હતો. પત્રમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે દિલ્હીના માસ્ટર પ્લાનનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. હવે સીબીઆઈ આ તમામ પાસાઓ પર પોતાની તપાસ શરૂ કરવા જઈ રહી છે. તપાસ દરમિયાન કોની પૂછપરછ કરવામાં આવશે તે હજુ સ્પષ્ટ થયું નથી.

આ પણ વાંચો - કોંગ્રેસ સામે વિકટ સ્થિતિ! દિલ્હી-પંજાબ, યુપી-બંગાળ જ નહીં, આ રાજ્યમાં પણ બેઠકોની વહેંચણી પર બબાલ સંભવ

Advertisment

આ સમગ્ર વિવાદમાં ભાજપે એ પણ આરોપ લગાવ્યો છે કે સીએમ અરવિંદ કેજરીવાલે કોરોના કાળમાં આ રિનોવેશન કરાવ્યું હતું. આ તે સમય હતો જ્યારે દિલ્હીની આવક ઘટીને અડધી થઈ ગઈ હતી, તો પછી એક બંગલા પાછળ આટલા બધા પૈસા કેમ ખર્ચ કરવામાં આવ્યા.

દિલ્હી અરવિંદ કેજરીવાલ દેશ આપ