/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/Arvind-Kejriwal-2.jpg)
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Facebook/ArvindKejriwal)
opposition meeting : પટનામાં 23 જૂને થનારી વિપક્ષી પાર્ટીઓની બેઠક માટે નેતાઓ એકઠા થવા લાગ્યા છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બેઠક પહેલા કોંગ્રેસને અલ્ટીમેટમ આપી દીધું છે. કેજરીવાલે વિરોધ પક્ષોની બેઠકમાં કેન્દ્ર સરકારના અધ્યાદેશ સામે કોંગ્રેસનો ટેકો માંગ્યો છે. આપએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો કોંગ્રેસ તેમને ટેકો નહીં આપે તો તેઓ વિરોધ પક્ષોની બેઠકનો બહિષ્કાર કરશે. વિરોધ પક્ષોની બેઠકમાં આમ આદમી પાર્ટી અધ્યાદેશનો મુદ્દો પણ ઉઠાવશે.
સમર્થન નહીં તો બહિષ્કાર કરશે આપ
સૂત્રોનું કહેવું છે કે જો કેન્દ્ર સરકારના અધ્યાદેશ સામે કોંગ્રેસ આમ આદમી પાર્ટીનું સમર્થન નહીં કરે તો તે બેઠકમાંથી વોકઆઉટ કરી શકે છે. અરવિંદ કેજરીવાલ તરફથી કહેવામાં આવ્યું હતું કે આ મામલે કોંગ્રેસે પોતાનો અભિપ્રાય રજૂ કરવો જોઇએ. કેજરીવાલ એ વાતથી પણ નારાજ છે કે આ મુદ્દે કેજરીવાલે મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાતની માંગ કરી હતી. જોકે હજુ સુધી કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા આ અંગે કોઇ સમય આપવામાં આવ્યો નથી. કોંગ્રેસ સામે એવી પણ મજબૂરી છે કે જો તે આ મામલે કેજરીવાલનું સમર્થન કરે તો દિલ્હી અને પંજાબના નેતાઓ નારાજ થઇ શકે છે.
આ પણ વાંચો - વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેમ આટલા બધા લોકપ્રિય નેતા છે? આ રિપોર્ટમાં જાણો મહત્વના કારણ
કેજરીવાલને કોણે-કોણે આપ્યું સમર્થન
કેન્દ્ર સરકારના અધ્યાદેષશના સમર્થનમાં અત્યાર સુધી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, તમિલનાડુના સીએમ એમ કે સ્ટાલિન, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, ઝારખંડના સીએમ હેમંત સોરેન, એનસીપીના શરદ પવાર અને પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે સહિત ઘણા નેતાઓનું સમર્થન મળ્યું છે.
વિપક્ષી દળોની બેઠકમાં સામેલ થઇ નહીં જયંત ચૌધરી, નીતિશને પત્ર લખી જણાવ્યું કારણ
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આગામી વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે બધા વિપક્ષોને એક કરી રહ્યા છે. આ ક્રમમાં 23 જૂને પટનામાં વિપક્ષી દળોની બેઠક થવાની છે. જોકે રાષ્ટ્રીય લોકતંત્ર દળના અધ્યક્ષ જયંત ચૌધરી તેમાં હાજર રહી શકશે નહીં. મુખ્યમંત્રી નીતિશ કુમારને લખેલા પત્રમાં પારિવારિક કાર્યક્રમનો હવાલો આપીને કહ્યું કે તે પટનામાં યોજાનારી વિપક્ષ દળોની બેઠકમાં હાજર રહી શકશે નહીં. પારિવારિક કાર્યક્રમ પહેલાથી નિર્ધારિત હતો. જયંત ચૌધરીનો પોતાના પરિવાર સાથે વિદેશ જવાનો પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us