scorecardresearch

કરન્સી નોટો પર એક તરફ ગાંધીજી, બીજી તરફ લક્ષ્મી-ગણેશનો ફોટો, કેજરીવાલે પીએમ મોદીને લખ્યો પત્ર

Arvind Kejriwal latter to PM modi: અરવિંદ કેજરીવાલે પત્રમાં લખ્યું છે કે 130 કરોડ લોકોની ઈચ્છા છે કે ભારતીય કરન્સી પર એક તરફ મહાત્મા ગાંધીની અને બીજી તરફ શ્રી ગણેશજી અને લક્ષ્મીજીની તસવીર હોવી જોઈએ.

કરન્સી નોટો પર એક તરફ ગાંધીજી, બીજી તરફ લક્ષ્મી-ગણેશનો ફોટો, કેજરીવાલે પીએમ મોદીને લખ્યો પત્ર
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તસવીર

Arvind Kejriwal latter to PM modi: ભારતીય કરન્સી ઉપર મહાત્મા ગાંધીની સાથે સાથે લક્ષ્મી-ગણેશનો ફોટો છાપવાની માંગ કર્યા પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે (28 ઓક્ટોબર 2022)ના રોજ પીએમ નરેન્દ્ર મોદીના આ બાબતે પત્ર લખ્યો છે. અરવિંદ કેજરીવાલે પત્રમાં લખ્યું છે કે 130 કરોડ લોકોની ઈચ્છા છે કે ભારતીય કરન્સી પર એક તરફ મહાત્મા ગાંધીની અને બીજી તરફ શ્રી ગણેશજી અને લક્ષ્મીજીની તસવીર હોવી જોઈએ. આ ઉપરાંત કેજરીવાલે લખ્યું હતું કે અત્યારે દેશની અર્થવ્યવસ્થા ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે.

આઝાદીના 75 વર્ષ બાદ પણ વિકાસશીલ અને ગરીબ દેશોમાં ભારતની ગણતરી

કેજરીવાલે પત્રમાં લખ્યું હતું કે આઝાદીના 75 વર્ષ બાદ પણ વિકાસશીલ અને ગરીબ દેશોમાં ભારતની ગણતરી કરવામાં આવે છે. દિલ્હી સીએમએ પૂછ્યું કે આપણા દેશમાં આજે પણ આટલા લોકો ગરીબ કેમ છે. એકતરફ આપણે બધા દેશવાસીઓને સખત મહેનતની જરૂરત છે તો બીજી તરફ આપણા ઉપર ભગવાનના આશિર્વાદ પણ જોઈશે. જેથી કરીને આપણા પ્રયત્નો સફળ થાય. યોગ્ય નીતિ અને કડક મહેનત અને ભગવાનના આશીર્વાદથી સંગમથી દેશ તરક્કી કરશે.

નોટો ઉપર લક્ષ્મી ગણેશના ફોટો લગાવવાથી દેશને તેમના આશીર્વાદ મળશે

અરવિંદ કેજરીવાલે પત્રમાં લખ્યું કે મેં સાર્વજનિક રૂપથી માંગ કરી હતી. ત્યારથી સામાન્ય જનતાનું આ મુદ્દા પર જબરદસ્ત સમર્થન પ્રાપ્ત થયું છે. લોકોમાં આને લઈને ઉત્સાહ છે. બધા લોકો ઈચ્છેછે કે આને તરત લાગુ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિવાળીના બીજા દિવસે સવારે એક પ્રેસ કોન્ફરન્સ કરતા પીએમ મોદીને દેશની કરન્સી નોટો ઉપર મહાત્મા ગાંધીની સાથે લક્ષ્મી ગણેશની તસવીર લગાવવાની માંગણી કરી હતી. તેમણે કહ્યું કે આનાથી દેશની નીચે પડતી ઈકોનોમીને સંભાળવામાં મદદ મળશે. કેજરીવાલે કહ્યું કે નોટો ઉપર લક્ષ્મી ગણેશના ફોટો લગાવવાથી દેશને તેમના આશીર્વાદ મળશે.

બીજી પાર્ટીઓ સહિત મુસ્લિમ નેતાઓ પણ કડક નારાજગી વ્યક્ત કરી

કેજરીવાલના આ વિચાર ઉપર બીજી પાર્ટીઓ સહિત મુસ્લિમ નેતાઓ પણ કડક નારાજગી વ્યક્ત કરી હતી. કહ્યું હતું કે નોટો ઉપર લક્ષ્મી- ગણેશની તસવીર લગાવવાથી એક સમુદાયના લોકોને ખુશ કરવાની વાત થશે. નોટ કોઈ એક ધર્મની નથી. આવું થશે તો મુસલમાન પણ માંગણી કરશે કે નોટો ઉપર તેમની પવિત્ર સંખ્યા 786 લખવામાં આવે. આ ઉપરાંત દેવી-દેવતાઓની તસવીર લગાવવાથી પાર્ટી પોતાને ધર્મનિરપેક્ષ કેવી રીતે સાબિત કરશે.

હિન્દુ વિરોધી ચહેરો છૂપાવવાનો નિષ્ફળ પ્રયત્ય

બીજી તરફ સીએમ કેજરીવાલની માંગણી પર ભારતીય જનતા પાર્ટીએ કડક વલણ અપનાવ્યું હતું. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં થનારી આગામી ચૂંટણી પહેલા પોતાની પાર્ટીનો ભયાનક હિન્દુ વિરોધી ચહેરો છૂપાવવાનો નિષ્ફળ પ્રયત્ય કરી દીધો છે. આ વચ્ચે પંજાબ કોંગ્રેસ પ્રમુખ અમરિંદર સિંહ રાજા વોરિંગે કેજરીવાલ ઉપર ગુજરાતમાં ભાજપને પછાડવા માટે પ્રતિસ્પર્ધી હિન્દુત્વનો સહારો લેવાનો આરોપ લગાવ્યો હતો.

Web Title: Arvind kejriwal wrote a letter to pm modi indian currency lakshmi ganesh photos

Best of Express