અતીક અહમદના પુત્ર અસદ અહમદ અને શૂટર મોહમ્મદ ગુલામને ઉત્તર પ્રદેશ એસટીએફે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. મોડી રાત્રે બંનેના પોસ્ટ મોર્ટમ રીપોર્ટ આવ્યા હતા.અસદના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે અસદને બે ગોળી વાગી હતી. એક ગોળી પીઠમાં અને બીજી ગોળી છાતીના ભાગે વાગી હતી. રિપોર્ટમાં સામે આવ્યું હતું કે જે ગોળી અસદની છાતીમાં વાગી હતી તે આગળ જઇને તેની ગરદમાં ફસાઇ હતી. શૂટર મોહમ્મદ ગુલામને એક ગોળી વાગી હતી. ગુલામને ગોળી પીઠ ઉપર વાગી હતી.
ઝાંસી મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડો. નરેન્દ્ર સેંગરે જણાવ્યું કે પોલીસની ટીમ અસદ અને ગુલામને લઇને પહોંચી હતી. અસદને બે ગોળી વાગી હતી. જ્યારે ગુલાને માત્ર એક ગોળી વાગી હતી. ડો. નરેન્દ્રએ જણાવ્યું કે મના લાગે છે કે બંનેને અહીં લાવ્યાના લગભગ 1.30થી 2 કલાક પહેલા મોત થયું હતું. બંનેનું પોસ્ટમોર્ટમ થઇ ચૂક્યું છે.
મોડી રાત્રે કરવામાં આવ્યું પોસ્ટમોર્ટમ
અસદ અને ગુલામની ડેડબોડીનું મોડી રાત્રે ઝાંસી મેડિકલ કોલેજમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ગુલામના પરિવારે પહેલાથી જ તેની લાશને લેવાનો ઇન્કાર કરી લીધો છે. ગુલામની માતાએ કહ્યું કે ગુલામે ખુબ જ ખોટું કર્યું છે. તેને પહેલાથી જ ના પાડી હતી કે ખોટું કામ કરવાનું છોડી દે. તેના કારણે અમે રસ્તા ઉપર આવી ગયા છીએ. પોલીસે અમારા મકાન ઉપર બુલ્ડોઝર ચલાવી દીધું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અસદની લાશ પણ પોલીસ લઇને આવશે. અત્યાર સુધી તેની લાશ લેવા માટે કોઈ પહોંચ્યું નથી. ઉલ્લેખનીય છે કે અસર અને ગુલામ ઉપર ઉમેશ પાલની હત્યા મામલે 5-5 લાખ રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું હતું.
જનાજામાં સામિલ નહીં થાય અતીક અને શાઇસ્તા
અતિકના વકીલે જણાવ્યું કે નાના અને માસા ઉપરાંત કેટલાક સંબંધીઓ અસદના અંતિમ સંસ્કારમાં સામેલ થશે. પ્રયાગરાજમાં અસદનો જનાજો નીકળશે પરંતુ અતીક સામેલ નહીં રહી શકે. આજે કોર્ટમાં રજા હોવાના કારણે પુત્રને છેલ્લી વખત જોવાની ઇચ્છા પુરી નહીં થઈ શકે. અતીકનો એક પુત્ર નૈની અને બીજો લખનઉની જેલમાં બંધ છે. રજાના કારણે પણ તેમની તરફથી જનાજા માટે અરજી ન આપી શકાઇ.
અતીકની પત્ની શાઇસ્તા આ સમયે ફરાર જાહેર છે. તેના માટે પણ જનાજામાં શામેલ થવું અશક્ય છે. જાણકારી પ્રમાણે અતીક અહમદ ના પુત્ર અસદને ચકિયા સ્થિત કસારી મસારી કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે. અતીકના આવાસ પર નજીકના સંબંધીઓ અસદના જનાજાની તૈયારી કરી રહ્યા છે.