ઉત્તર પ્રદેશ એસટીએફ દ્વારા શુક્રવારે કરવામાં આવેલા એનકાઉન્ટરમાં ઠાર મરાયેલા અતીક અહમદના પુત્ર અસદના અંતિમ સંસ્કાર કસારી મસારી કબ્રસ્તાનમાં કરવામાં આવ્યા હતા. ગેંગસ્ટર અતીક અહમદના પુત્ર અસદની લાશને દફનાવતા સમયે કડક સુરક્ષા વચ્ચે પ્રયાગરાજના કબ્રસ્તાન લઇ જવાયો હતો. મોહમ્મદ અરશદ મૌલાનાએ જણાવ્યું કે અતીક અહમદના પિતાના પણ અહીં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અસદના પરિવારના સભ્ય અંતિમ સંસ્કાર દરમિયાન હાજર રહ્યા હતા.
તેમને દિલથી પૂછવું જોઇએ કે શું આ યોગ્ય છે: અસદના નાના
અસદની લાશને દફન કરતા પહેલા તેના નાના હામિદ અલીએ કહ્યું હતું કે અમે નહલાને, કફનની વ્યવસ્થા કરી લીધી છે. અમે તને નવડાવ્યા બાદ તેને કબ્રસ્તાન લઇ ગયા હતા. તેને સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યો હતો. તેમની માતા અહીં નથી તે મજબૂરી છે. તેમને દિલથી પૂછવું જોઇએ કે શું આ યોગ્ય છે. અમે અસદને પ્રેમથી પાળ્યો હતો.
વર્ષ 2017 બાદથી 183 ગુનેગારોનું એન્કાઉન્ટર કરાયા
સત્તાવાર આંકડાઓ અનુસાર યુપી પોલીસ દ્વારા વર્ષ 2017 બાદથી 183 ગુનેગારોનું એન્કાઉન્ટર કરવા ઉપરાંત પોલીસ કાર્યવાહીમાં ઘાયલ થયા બાદ 5,046 ગુનેગારોની ધરપકડ કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશમાં ગુનેગારોને તેમના પગ પર ગોળી મારવામાં આવે છે તેવા એન્કાઉન્ટરોને માત્ર પોલીસવર્ગમાં જ નહીં પરંતુ સત્તાના ગલિયારાઓમાં તેને ‘ઓપરેશન લંગડા’ તરીકે ઓળખવામાં આવે છે.
સત્તાવાર આંકડાઓ એ બાબત પણ સ્પષ્ટ કરે છે કે, આવા ઓપરેશન દરમિયાન છેલ્લા છ વર્ષમાં 13 પોલીસકર્મીઓ “શહીદ” થયા હતા અને 1,443 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
સીએમ યોગીઆદિત્યનાથે આવા એન્કાઉન્ટર કથિત રાજકીય હેતુઓ કરાવ્યા હોવાનું કહેવાય છે. જાન્યુઆરી 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન શામલીમાં એક જાહેર રેલીમાં તેમણે રાજ્યમાં અસલામતી, રમખાણો અને ગુંડાગીરી કરનારઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે “યે દેખ લો, 10 માર્ચ કે બાદ, યે ગરમીને શાંત કરી દઇશું.”
તાજેતરમાં જ ઉમેશ પાલ અને બે બંદૂકધારીની ગોળી મારીને હત્યા કરાયાના એક દિવસ બાદ 25 ફેબ્રુઆરી સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતુ કે, “ઇસ માફિયા કો મિટ્ટી મેં મિલા દેંગે.”