IND vs PAK Match: ભારત પાકિસ્તાન મેચ મામલે ઓવૈસીનો ભાજપ પર પ્રહાર, શું 26 ભારતીય નાગરિકોની જીંદગીથી કિંમતી છે પૈસા?

Asaduddin Owaisi On India vs Pakistan Match: ભારત પાકિસ્તાન મેચ પર અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, એક ક્રિકેટ મેચ થી BCCC ને કેટલા પૈસા મળશે, 2000 કરોડ, 3000 કરોડ? શું આપણા 26 નાગિરકોની જીંદગી કરતા વધારે કિંમતી છે પૈસા, ભાજપે આ જરૂર જણાવવું જોઇએ.

Written by Ajay Saroya
Updated : September 14, 2025 09:42 IST
IND vs PAK Match: ભારત પાકિસ્તાન મેચ મામલે ઓવૈસીનો ભાજપ પર પ્રહાર, શું 26 ભારતીય નાગરિકોની જીંદગીથી કિંમતી છે પૈસા?
AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસી (Sansad TV)

India vs Pakistan Match Asia Cup 2025: ભારત પાકિસ્તાન મેચ ક્રિકેટ કરતા મોટો રાજકીય મુદ્દો બની ગયો છે. એશિયા કપ 2025માં ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચને વિપક્ષે શરમજનક અને રાષ્ટ્રવિરોધી ગણાવી છે. જ્યારે ભાજપ અને તેના સહયોગી નેતાઓનું કહેવું છે કે, આ બહુપક્ષીય ટુર્નામેન્ટ છે અને ભારત નિયમોમાં બંધાયેલું છે. આ મેચ પહલગામ હુમલા અને ત્યાર પછી ઓપરેશન સિંદૂરની પૃષ્ઠભૂમિમાં થઇ રહી છે. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસી એ ભાજપ પર ભારત પાકિસ્તાન મેચને લઇ આકરાં પ્રહાર કર્યા છે. ઓવૈસી કહ્યું કે, ભારતના 26 નાગરિકોની જીંદગી થી મોટા છે પૈસા.

ભારત પાકિસ્તાન મેચ સામે અસદુદ્દીન ઓવૈસીનો વિરોધ

AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, અસમના મુખ્યમંત્રી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આ બધા લોકોને મારો સવાલ છે કે, શું તમારા એટલી તાકાત નથી કે તે પાકિસ્તાન જેણે પહલગામમાં આપણા 26 નાગરિકોની ધર્મ પૂછીને ગોળી મારીને હત્યા કરી, તે પાકિસ્તાન સાથે મેચ રમવાનો ઇન્કાર નથી કરી શકતા. હું વડાપ્રધાન પુછું છે કે, જ્યારે તમે કહ્યું લોહી અને પાણી એક સાથે ન વહી શકે. વાતચીત અને આતંકવાદ એક સાથે ન ચાલે તો એક ક્રિકેટ મેચ થી BCCC ને કેટલા પૈસા મળશે, 2000 કરોડ, 3000 કરોડ? શું આપણા 26 નાગિરકોની જીંદગી કરતા વધારે કિંમતી છે પૈસા, ભાજપે આ જરૂર જણાવવું જોઇએ. અમે તે તમાર 26 નાગરિકો સાથે ઉભા હતા, આજે પણ ઉભા છીએ અને કાલે પણ ઉભા રહીશું.

અસદુદ્દીન ઓવૈસીનો ભાજપ પર પ્રહાર

ભાજપ પર પ્રહાર કરતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, ભાજપે NCERTનો અભ્યાસક્રમ બદલી નાંખ્યો છે, મુસલમાનને ભાગલા માટે જવાબદાર ગણાવ્યા છે, અમે ભારત પાકિસ્તાનના વિભાજન માટે જવાબદાર નથી. સાવરકરે સૌથી પહેલા ભાગાલનો નારો આપ્યો હતો, માઉન્ટબેટન વિભાજન માટે જવાબદાર છે, તે સમયની કોંગ્રેસની સરકાર જવાબદાર છે. અમે વિભાજન માટે કેવી રીતે જવાબદાર છીએ. મહાત્મા ગાંધીને ગોડસે એ કેમ ગોળી મારી તેનું કારણ પણ NCERT માંથી તમે કાઢી નાંખ્યું છે.

આજે ભારત પાકિસ્તાન મેચ

આજે ભારત પાકિસ્તાન મેચ રમાશે. દુબઇના દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં એશિયા કપ 2025 ભારત પાકિસ્તાન વચ્ચે મેચ યોજવાની છે. ભારત પાકિસ્તાન મેચનો ભારતીય ચાહકો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો છે. પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતીયોમાં પાકિસ્તાન પ્રત્યે ઉગ્ર આક્રોશ છે. ભારતીય ક્રિકેટ ચાહકોમાં આક્રોશ છે કે, ભારત સરકાર અને BCCI એ પાકિસ્તાન સામેની મેચનો બહિષ્કાર કેમ ન કર્યો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ