Assam News: બાળ લગ્ન કરનાર પર થશે POCSO એક્ટ અંતર્ગત કાર્યવાહી, સીએમ હિમંત બિસ્વા સરમાની મોટી જાહેરાત

assam cm himanta biswa sarama : લેવાયેલા નિર્ણયોમાં 14 વર્ષથી ઓછી વયની છોકરીઓ સાથે લગ્ન કરનારા પુરૂષો પર POCSO એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

Written by Ankit Patel
January 24, 2023 08:44 IST
Assam News: બાળ લગ્ન કરનાર પર થશે POCSO એક્ટ અંતર્ગત કાર્યવાહી, સીએમ હિમંત બિસ્વા સરમાની મોટી જાહેરાત
આસામના મુખ્યમંત્રીની ફાઇલ તસવીર

આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ સોમવારે જણાવ્યું હતું કે રાજ્ય કેબિનેટે બાળ લગ્ન સામે ‘વિશાળ રાજ્યવ્યાપી અભિયાન’ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે લેવાયેલા નિર્ણયોમાં 14 વર્ષથી ઓછી વયની છોકરીઓ સાથે લગ્ન કરનારા પુરૂષો પર POCSO એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત તમામ ગ્રામ પંચાયત સચિવોને તેમના ગામોમાં બાળ લગ્નની ઘટનાઓ સામે એફઆઈઆર નોંધવા માટે જવાબદાર બનાવવામાં આવશે,

હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે, “આપણા શાસનમાં તે પ્રાથમિકતા હશે જેથી કરીને પાંચ વર્ષમાં આપણું રાજ્ય બાળ લગ્નથી મુક્ત બને. તે એક તટસ્થ અને બિનસાંપ્રદાયિક કાર્યવાહી હશે કારણ કે તે કોઈપણ સમુદાયને લક્ષ્યાંકિત કરવામાં આવશે નહીં. જો કે, ધુબરી અને દક્ષિણ સલમારા જિલ્લામાં સંખ્યા વધુ છે, તેથી ત્યાં વધુ કાર્યવાહી થઈ શકે છે.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ