આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ સોમવારે જણાવ્યું હતું કે રાજ્ય કેબિનેટે બાળ લગ્ન સામે ‘વિશાળ રાજ્યવ્યાપી અભિયાન’ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે લેવાયેલા નિર્ણયોમાં 14 વર્ષથી ઓછી વયની છોકરીઓ સાથે લગ્ન કરનારા પુરૂષો પર POCSO એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત તમામ ગ્રામ પંચાયત સચિવોને તેમના ગામોમાં બાળ લગ્નની ઘટનાઓ સામે એફઆઈઆર નોંધવા માટે જવાબદાર બનાવવામાં આવશે,
હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે, “આપણા શાસનમાં તે પ્રાથમિકતા હશે જેથી કરીને પાંચ વર્ષમાં આપણું રાજ્ય બાળ લગ્નથી મુક્ત બને. તે એક તટસ્થ અને બિનસાંપ્રદાયિક કાર્યવાહી હશે કારણ કે તે કોઈપણ સમુદાયને લક્ષ્યાંકિત કરવામાં આવશે નહીં. જો કે, ધુબરી અને દક્ષિણ સલમારા જિલ્લામાં સંખ્યા વધુ છે, તેથી ત્યાં વધુ કાર્યવાહી થઈ શકે છે.”