Assembly Election 2023 : મતદાન વચ્ચે PM મોદી આજે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણાના પ્રવાશે, સભાઓ સંબોધશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણાના પ્રવાસે છે. તેઓ આ રાજ્યોમાં જોરદાર રેલીઓ કરશે. આ દરમિયાન તેઓ જાહેર સભાઓને પણ સંબોધિત કરશે. મંગળવારે સાંજે તેઓ તેલંગાણામાં BC આત્મા ગૌરવ સભાને સંબોધિત કરશે.

Written by Ankit Patel
November 07, 2023 09:25 IST
Assembly Election 2023 : મતદાન વચ્ચે PM મોદી આજે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણાના પ્રવાશે, સભાઓ સંબોધશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (BJP)

Assembly Election 2023, Pm modi Madhya pradesh, chhattisgarh, telangana visit : છત્તીસગઢ અને મિઝોરમમાં મતદાન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણાના પ્રવાસે છે. તેઓ આ રાજ્યોમાં જોરદાર રેલીઓ કરશે. આ દરમિયાન તેઓ જાહેર સભાઓને પણ સંબોધિત કરશે. મંગળવારે સાંજે તેઓ તેલંગાણામાં BC આત્મા ગૌરવ સભાને સંબોધિત કરશે.

PM મોદી દિવસની છત્તીસગઢની મુલાકાતે છે

PM મોદી દિવસની શરૂઆત છત્તીસગઢના બિશ્રામપુરથી કરશે. PM અહીં સવારે 11 વાગ્યે જનસભાને સંબોધિત કરશે. આ પછી તેઓ બપોરે 1:15 વાગ્યે મધ્યપ્રદેશ અને લગભગ 5:30 વાગ્યે હૈદરાબાદ જશે. ગયા મહિને મોદીએ મહબૂબનગર અને નિઝાબાદમાં 1 અને 3 ઓક્ટોબરે રેલીઓ કરી હતી.

તેલંગાણામાં ઓબીસી રેલીને સંબોધિત કરશે

પીએમ મોદી પહેલા અમિત શાહે તેલંગાણામાં રેલી કરી હતી. એક સપ્તાહ પહેલા તેમણે એક જનસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે જો તેલંગાણામાં ભાજપની સરકાર બનશે તો તેઓ માત્ર પછાત વર્ગના નેતાને જ મુખ્યમંત્રી બનાવશે. આ પછી જ પીએમ મોદી માટે BC જાહેર સભાનું આયોજન કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

ભાજપે મોટી જાહેરાત કરી છે

શનિવારે આ વિશે માહિતી આપતા સાંસદ કે લક્ષ્મણે કહ્યું હતું કે, ‘બીજેપી 7 નવેમ્બરે હૈદરાબાદમાં અન્ય પછાત વર્ગો (ઓબીસી)માં વિશ્વાસ દર્શાવવા બદલ પીએમ મોદીનો આભાર માનવા માટે એક જાહેર સભાનું આયોજન કરશે. તેમણે વચન આપ્યું છે કે જો તેઓ જીતશે તો તેઓ આ વર્ગના નેતાને મુખ્યમંત્રી બનાવશે.તેલંગાણામાં 3 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર થવા જઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આજે 7 નવેમ્બર 2023ના રોજ મિઝોરમમાં 40 વિધાનસભા સીટો ઉપર 8.57 લાખથી વધારે મતદાતાઓ 174 ઉમેદવારોની કિસ્મતનો ફેસલો કરશે. જ્યારે છત્તીસઘટમાં પહેલા તબક્કામાં 40 લાખથી વધારે મતદાતાઓ 223 ઉમેદવારોના ભાગ્યને ઈવીએમમાં બંધ કરશે. મતદાન વચ્ચે સુકમામાં આઈઈડી બ્લાસ્ટ થયાના સમાચાર મળી રહ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ