Assembly Election Result 2023 : શું પ્રથમ ટેસ્ટમાં જ ફેઇલ થયું ઇન્ડિયા ગઠબંધન, એમપી-છત્તીસગઢ અને રાજસ્થાનના પરિણામો શું સંકેત આપે છે?

વિધાનસભા ચૂંટણી પરિણામ 2023 : અહેવાલ છે કે મલ્લિકાર્જુન ખડગેએ ઈન્ડિયા એલાયન્સની બેઠક બોલાવી છે. આ બેઠક 6 ડિસેમ્બરે રાજધાની દિલ્હીમાં યોજાશે

Written by Ashish Goyal
December 03, 2023 14:36 IST
Assembly Election Result 2023 : શું પ્રથમ ટેસ્ટમાં જ ફેઇલ થયું ઇન્ડિયા ગઠબંધન, એમપી-છત્તીસગઢ અને રાજસ્થાનના પરિણામો શું સંકેત આપે છે?
વિધાનસભા ચૂંટણીમાં ત્રણ રાજ્યોના પરિણામોથી ઇન્ડિયા ગઠબંધન પ્રથમ પરીક્ષામાં જ ફેઇલ થઇ ગયું છે (તસવીર - એએનઆઈ)

Assembly Election Result 2023 : રાજકીય પંડિતો પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીને સત્તાની સેમિ ફાઈનલ તરીકે જોઈ રહ્યા હતા. રાજકીય પંડિતો માનતા હતા કે આ પાંચ રાજ્યો (મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ)માંથી જે પણ પરિણામો આવશે તે 2024ની લોકસભાની ચૂંટણી માટેનો માર્ગ મોકળો કરશે, પરંતુ આજે જ્યારે ચાર રાજ્યોના પરિણામો આવી રહ્યા છે. તેને જોતા કહી શકાય કે ભાજપ ત્રણ રાજ્યોમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે. જ્યારે દક્ષિણના રાજ્ય તેલંગાણામાં કોંગ્રેસ પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવવા તરફ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે.

બેંગલુરુમાં જ્યારે કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષોએ યુપીએને ખતમ કર્યા બાદ ઈન્ડિયા એલાયન્સનું નામ આપ્યું હતું ત્યારે તમામ વિપક્ષી પાર્ટીઓએ મોદી સરકાર સામે એક થઈને તેને સત્તામાંથી બહાર કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. તે દરમિયાન તમામ વિપક્ષી દળોએ એકસાથે આવીને ચૂંટણી લડવાનો આગ્રહ રાખ્યો હતો, પરંતુ જ્યારે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો મુદ્દો સામે આવ્યો ત્યારે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન વિખેરાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. મધ્ય પ્રદેશમાં પણ જ્યારે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે સીટની વહેંચણી અંગે કોઈ સમજૂતી થઈ ન હતી, ત્યારે બંને પક્ષોએ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. આટલું જ નહીં કોંગ્રેસ ચીફ કમલનાથ અને સપા ચીફ એકબીજા પર પ્રહાર કરતા જોવા મળ્યા હતા. જેની અસર યુપીમાં પણ જોવા મળી હતી.

આ પણ વાંચો – સાંજે પાર્ટી મુખ્યાલય પર જશે પીએમ નરેન્દ્ર મોદી, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં બીજેપી આગળ

આ બધા આક્ષેપો અને પ્રતિ-આક્ષેપોને બાજુએ મુકીને પણ આજના ચૂંટણી પરિણામોને જોતા એટલું જ કહી શકાય કે ઇન્ડિયા ગઠબંધન તેની પ્રથમ પરીક્ષામાં ફેઇલ થઇ ગયું છે. કારણ કે હિન્દી બેલ્ટના ત્રણેય રાજ્યો – મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે. છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસ પહેલાથી જ સત્તામાં હતી. એવું લાગે છે કે આ બંને રાજ્યોમાંથી કોંગ્રેસની હકાલપટ્ટી થઈ રહી છે. આ અર્થમાં એવું કહી શકાય કે વિપક્ષી ઇન્ડિયાનું ગઠબંધન તેની પ્રથમ કસોટીમાં નિષ્ફળ ગયું છે.

મલ્લિકાર્જુન ખડગેએ ઈન્ડિયા એલાયન્સની બેઠક બોલાવી

બીજી તરફ, ટ્રેન્ડના પરિણામોની વચ્ચે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આવતા વર્ષે યોજાનારી 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અહેવાલ છે કે મલ્લિકાર્જુન ખડગેએ ઈન્ડિયા એલાયન્સની બેઠક બોલાવી છે. આ બેઠક 6 ડિસેમ્બરે રાજધાની દિલ્હીમાં યોજાશે. આ બેઠકમાં સમગ્ર ઘટક પક્ષોને બદલે સંકલન સમિતિમાં સમાવિષ્ટ પક્ષોના નેતાઓ હાજરી આપશે. જેમાં લોકસભાની ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે.

અત્રે નોંધનીય બાબત એ છે કે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસને ફરી ધાર આપવા માટે ભારત જોડો યાત્રા કાઢી હતી. આ જોઈને એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે કોંગ્રેસ ફરી એકવાર મજબૂત બનશે, પરંતુ આજના ચૂંટણી પરિણામોએ આ વાત સાબિત કરી દીધી કે આ ત્રણેય રાજ્યોમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા સહિત પ્રદેશ કોંગ્રેસની તમામ યોજનાઓ મોદી મેજિક સામે સદંતર નિષ્ફળ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. પરિણામોમાં ભાજપની લીડ જોઈને કોંગ્રેસના દિગ્ગજ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે પોતાની જ પાર્ટી પર કટાક્ષ કર્યો અને કહ્યું કે સનાતનના શ્રાપથી પાર્ટી ડૂબી ગઈ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ