India Alliance Meeting : 6 ડિસેમ્બરના રોજ ઇન્ડિયા ગઠબંધનની મહત્વની બેઠક થવા જઇ રહી છે. બતાવવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસે આ બેઠક દિલ્હીમાં બોલાવી છે. પરંતુ મોટી વાત એ છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આ બેઠકમાં ભાગ લેવાના નથી. એવી દલીલ કરવામાં આવી છે કે તેમને આ બેઠક વિશે અગાઉથી જાણ કરવામાં આવી ન હતી અને તેમના અન્ય કાર્યક્રમો પહેલાથી જ નક્કી કરી દેવામાં આવ્યા છે.
મમતા બેનર્જીએ આવવાની કેમ ના પાડી?
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે 6 ડિસેમ્બરે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક યોજાશે. તેમાં તમામ નેતાઓને આવવા માટે કહેવામાં આવ્યું હતું. એવું માનવામાં આવી રહ્યું હતું કે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા શક્ય છે. પરંતુ હવે જ્યારે મમતા બેનર્જીએ સામેથી તે બેઠકમાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો છે, ત્યારે તેને એક મોટો રાજકીય ઝટકો માનવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો – મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના 519 ધારાસભ્યોમાંથી માત્ર 13 ટકા જ મહિલા
કોંગ્રેસના પરાજય પર મમતાએ શું કહ્યું?
આમ જોવા જઈએ તો મમતા બેનર્જી પણ આ સમયે પોતાના એક નિવેદનને કારણે ચર્ચામાં છે. કોંગ્રેસની ચૂંટણીમાં હાર પર તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આ જનતાની હાર નથી પરંતુ કોંગ્રેસની હાર છે. તેમના નિવેદનનો અર્થ સ્પષ્ટ હતો – ભાજપ કોંગ્રેસ સાથે સ્પર્ધા કરી શકે નહીં. હાલ તો મમતાના જવાબ પર કોંગ્રેસે કોઈ પ્રતિક્રિયા આપી નથી. ટીએમસી તરફથી બેઠકમાં ન આવવા અંગે નિવેદન જારી કરવામાં આવ્યું નથી.
ચૂંટણીમાં કોંગ્રેસનું કંગાળ પ્રદર્શન
અહીં એ સમજવું જરૂરી છે કે આ વખતે પાંચમાંથી ચાર રાજ્યોમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં તેના સુપડા સાફ થઇ ગયા છે. આ સિવાય મિઝોરમમાં પણ તેનું પ્રદર્શન ઘણું નબળું રહ્યું છે. માત્ર તેલંગાણામાં જ પાર્ટી પોતાની કમાલ બતાવી શકી છે અને તેને સ્પષ્ટ જનાદેશ મળ્યો છે.