Madhya Pradesh, Rajasthan, chhattisgarh, telangana Assembly Election Results : મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે. પાર્ટીના તમામ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસ હેડક્વાર્ટરમાંથી એક રસપ્રદ તસવીર સામે આવી છે. અહીં પરિણામના દિવસે કાર્યકરો ભગવાન શ્રી રામ અને હનુમાનના પોશાક પહેરીને કોંગ્રેસ મુખ્યાલય પહોંચ્યા હતા, જેનો વીડિયો સામે આવ્યો છે.
કોંગ્રેસ હેડક્વાર્ટરથી સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કોંગ્રેસના નેતાઓ ભગવાન રામ અને હનુમાનના પોશાકમાં સજ્જ વ્યક્તિની પૂજા કરી રહ્યા છે અને જય જયકરના નારા લગાવી રહ્યા છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે.
મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે, જ્યારે છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે. ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જબરદસ્ત ટક્કર છે. બંને પક્ષના નેતાઓ અને કાર્યકરો જીતના દાવા કરી રહ્યા છે. એટલું જ નહીં બંને પક્ષોના નેતાઓ એક્ઝિટ પોલને ખોટા ગણાવીને મોટી જીતનો દાવો કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે ભાજપ તરફથી 230 વિધાનસભા સીટો માટે કુલ 2,533 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કોંગ્રેસ પાર્ટીના નેતા કમલનાથ જેવા રાજકીય દિગ્ગજોનો સમાવેશ થાય છે. જો રાજસ્થાનની વાત કરીએ તો 25 નવેમ્બર 2023ના રોજ રાજસ્થાનની 200માંથી 199 બેઠકો પર મતદાન થયું હતું. કોંગ્રેસે 2018માં રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં 100 બેઠકો સાથે જીત મેળવી હતી અને અશોક ગેહલોત રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા.
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં 1,875 ઉમેદવારોએ ચૂંટણી લડી છે, જેમાં 183 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. સરદારપુરા વિધાનસભા બેઠક મુખ્ય બેઠકોમાંથી એક છે કારણ કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત 1998થી આ બેઠક જીતી રહ્યા છે.