Assembly Election Result 2023 : મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં 2023ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટી હારના આરે છે, તો ભાજપ જીત તરફ અગ્રેસર જઇ રહી છે. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વોડ્રાના સાળા અને રાજકીય વિશ્લેષક તહસીન પૂનાવાલાએ કોંગ્રેસને અરીસો બતાવ્યો છે. તેમણે પહેલા તેલંગાણામાં પાર્ટીના સારા પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ તેમણે કહ્યું કે, કોંગ્રેસે અન્યના 3 રાજ્યોમાં હાર પર આત્મમંથન કરવું જોઈએ.
તહસીન પૂનાવાલાએ સનાતન ધર્મના અપમાનને કોંગ્રેસની હારનું મુખ્ય કારણ ગણાવ્યું હતું. તેમણે એવું પણ કહ્યું કે, ઓબીસી વસ્તીગણતરીનું પગલું પણ બેકફાયર થયું. તેમણે કહ્યું કે આ મુદ્દો મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં નથી. પૂનાવાલાએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ વિશે પણ મોટી વાત કહી છે.
કોંગ્રેસને મનોમંથન કરવું જોઇએ – તહસીન પૂનાવાલા
તહસીન પૂનાવાલાએ વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામો પર કહ્યું, “સૌ પ્રથમ હું કોંગ્રેસને તેલંગાણાની ચૂંટણી જીતવા બદલ અભિનંદન આપવા માંગુ છું, પરંતુ કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે કે તેઓ છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી શા માટે હારી ગયા… મને લાગે છે કે તેનું સૌથી મોટું કારણ છે. આ હાર સનાતન ધર્મનો અપમાન કરવો અને ઓબીસી વસ્તી ગણતરીની વાત કરવી છે. ખાસ કરીને મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં, જ્યાં તે કોઈ મુદ્દો નહોતો. જો આપણે મધ્ય પ્રદેશ તરફ નજર કરીએ તો, શિવરાજ સિંહ ચૌહાણ ઓબીસી સીએમ છે.”
રોબર્ટ વાડ્રાના બનેવી તહસીન પૂનાવાલા કોણ છે?
આ પણ વાંચો | મધ્ય પ્રદેશમાં શિવરાજનું રાજ થયાવત્, ન ચાલ્યો કમલનાથનો જાદુ
તમને જણાવી દઈએ કે તહસીન પૂનાવાલા અને શહેજાદ પૂનાવાલા ભાઈઓ છે. શહેઝાદ ભાજપના પ્રવક્તા છે. તહસીને 2016માં રોબર્ટ વાડ્રાની પિતરાઈ બહેન મોનિકા સાથે લગ્ન કર્યા હતા. તહસીને બિગ બોસમાં પણ ભાગ લીધો હતો. તે ટીવી શો પણ હોસ્ટ કરે છે. રાજકીય વિશ્લેષક, કટારલેખક અને ઉદ્યોગસાહસિક હોવા ઉપરાંત, તે ફિટનેસ પ્રેમી પણ છે.





