Assembly Elections Results 2023 : મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણા વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામો આવી ગયા છે. જેમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપે ભવ્ય જીત મેળવી છે. બીજી તરફ તેલંગાણામાં કોંગ્રેસ સરકાર બનાવશે. તમને જણાવી રહ્યા છીએ કે કયા રાજ્યોમાં કઇ પાર્ટીને કેટલા ટકા વોટ શેર મળ્યા છે.
મધ્ય પ્રદેશ
મધ્ય પ્રદેશમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. ભાજપને સૌથી વધારે 48.55 ટકા વોટ શેર મળ્યા છે. કોંગ્રેસને 40.40 ટકા વોટ શેર મળ્યા છે. આમ બન્ને વચ્ચેનો તફાવત લગભગ 8 ટકા છે. બીએસપીને 3.40 ટકા વોટ શેર મળ્યા છે. મધ્ય પ્રદેશની 230 વિધાનસભામાં સીટોમાંથી ભાજપે 166 બેઠકો પર વિજય મેળવ્યો છે. કોંગ્રેસે 66 સીટ પર જીત મેળવી છે. ભારત આદીવાસી પાર્ટીએ 1 સીટ પર જીત મળી છે.
છત્તીસગઢ
ભારતીય જનતા પાર્ટીને આ વખતે સૌથી વધારે 46.3 ટકા વોટ મળ્યા છે. કોંગ્રેસને 42.33 ટકા વોટ મળ્યા છે. બન્ને વચ્ચે 4 ટકા વોટ શેરનો તફાવત છે. બીએસપીને 2.05 ટકા અને નોટાને 1.26 ટકા વોટ મળ્યા છે. છત્તીસગઢમાં 90 સીટોમાંથી ભાજપે 54 બેઠકો પર જીત મેળવી છે. કોંગ્રસે 35 બેઠકો જીતી છે. જીજીપીએ 1 બેઠક પર જીત મેળવી છે.
આ પણ વાંચો – મનમાં મોદી, મુદ્દામાં મુસ્લિમ, મહિલા લાભાર્થી, નવો મતદાતા વર્ગ
રાજસ્થાન
રાજસ્થાનમાં ભાજપને 41.69 ટકા વોટ મળ્યા છે. જ્યારે કોંગ્રેસને 39.53 ટકા વોટ મળ્યા છે. બન્ને વચ્ચે વોટ શેરનો તફાવત 2.2 ટકાનો છે. રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીને 2.4 ટકા, બીએસપીને 1.8 ટકા અને નોટાને 0.96 ટકા વોટ મળ્યા છે. રાજસ્થાનમાં 199 સીટોમાંથી ભાજપે 116 બેઠકો પર વિજય મેળવ્યો છે. કોંગ્રેસે 69 સીટ પર જીત મેળવી છે. ભારત આદીવાસી પાર્ટીએ 3 સીટ પર જીત મેળવી છે. બહુજન સમાજવાદી પાર્ટીએ 2, રાષ્ટ્રીય લોક દળે 1, રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીએ 1 અને અપક્ષોએ 8 સીટો પર જીત મેળવી છે.
તેલંગાણા
તેલંગાણામાં કોંગ્રસને 39.40 ટકા વોટ મળ્યા છે. જ્યારે ભારત રાષ્ટ્રીય સમિતિ (બીઆરએસ)ને 37.55 ટકા વોટ મળ્યા છે. બન્ને વચ્ચે વોટ શેરનો તફાવત બે ટકાથી વધારે છે. ભાજપને આ વખતે ગત વખતની સરખામણીએ ડબલ વોટ શેર મળ્યો છે. 2018માં ભાજપનો વોટ શેર 6.98 ટકા હતો, જે આ વખતે 13.90 ટકા થયો છે. એઆઈએમઆઈએમને 2.22 ટકા અને બીએસપીને 1.37 ટકા વોટ મળ્યા છે. તેલંગાણાની 119 સીટોમાંથી 64 બેઠકો પર કોંગ્રેસે વિજય મેળવ્યો છે. બીઆરએસે 39 બેઠકો પર જીત મેળવી છે. ભાજપે 8 સીટો પર જીત મેળવી છે. AIMIM એ 7 સીટો પર જીત મેળવી છે. કોમ્યુનિષ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાએ 1 બેઠક પર જીત મેળવી છે.





