અંજીષ્ણુ દાસ
Assembly Elections 2023 Exit Polls Updates : પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટેના એક્ઝિટ પોલ (એક્ઝિટ પોલ પરિણામ 2023) આવી ગયા છે. પરિણામ રવિવારે (3 ડિસેમ્બર) આવશે. સત્તાવાર પરિણામો બહાર આવે તે પહેલા ઘણા બધા વિશ્લેષણ એક્ઝિટ પોલ પર ધ્યાન કેન્દ્રિત કરશે. જોકે ભૂતકાળના અનુભવોના આધારે કહી શકાય કે એક્ઝિટ પોલની ચોકસાઈની કોઈ ગેરંટી નથી.
જો આપણે 2018ની વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલની વાત કરીએ તો તેમના અંદાજો રાજસ્થાન અને મધ્ય પ્રદેશના વાસ્તવિક પરિણામોની આસપાસ હતા. પરંતુ તેલંગાણા, છત્તીસગઢ અને મિઝોરમ માટે તેમની આગાહીઓ વિશાળ માર્જિનથી ખોટી સાબિત થઈ હતી.
2018: રાજસ્થાનમાં કોંગ્રેસની જીતની આગાહી, MPમાં ત્રિશંકુ વિધાનસભાની આગાહી
રાજસ્થાન માટેના તમામ મુખ્ય એક્ઝિટ પોલમાં આગાહી કરવામાં આવી હતી કે કોંગ્રેસ 200 સભ્યોની વિધાનસભામાં 100 બેઠકોનો બહુમતીનો આંકડો પાર કરશે. પાંચ એક્ઝિટ પોલમાં કોંગ્રેસને સરેરાશ 117 બેઠકો મળવાનો અંદાજ હતો. ન્યૂઝ નેશનના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને 100 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી હતી. આ વાસ્તવિક આંકડાઓની સૌથી નજીક હતું. રિપબ્લિક-સી વોટર અને ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાએ કોંગ્રેસની જંગી જીતની આગાહી કરી હતી.
જોકે કોઈ મોટો સર્વે અપક્ષો અને બહુજન સમાજ પાર્ટી જેવા નાના ખેલાડીઓના પ્રદર્શનની આગાહી કરી શક્યો ન હતો, જેણે અનુક્રમે 13 અને છ બેઠકો જીતી હતી.
મધ્યપ્રદેશમાં સરેરાશ સાત મુખ્ય એક્ઝિટ પોલમાં કોંગ્રેસ પર ભાજપની સાંકડી જીતની આગાહી કરવામાં આવી હતી. 230 સભ્યોની વિધાનસભામાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળે તેમ લાગતું નથી. જ્યારે માત્ર એબીપી ન્યૂઝ-સીએસડીએસે કોંગ્રેસ માટે બહુમતીનું અનુમાન કર્યું હતું. ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયા, ટાઈમ્સ નાઉ-સીએનએક્સ અને ઈન્ડિયા-સીએનએક્સે ભાજપ માટે બહુમતીની આગાહી કરી હતી.
આ પણ વાંચો – એક્ઝિટ પોલ 2023 : રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં ભાજપને લીડ, છત્તીસગઢમાં કોંગ્રેસ આગળ
કોંગ્રેસે 2018માં 114 બેઠકો જીતી હતી, બહુમતીથી માત્ર એક બેઠક ઓછી હતી અને ભાજપ કરતાં માત્ર પાંચ બેઠકો વધુ હતી. સાતમાંથી ચાર એક્ઝિટ પોલમાં નજીકની હરીફાઈ જોવા મળી હતી.
તેલંગાણા, છત્તીસગઢ અને મિઝોરમમાં એક્ઝિટ પોલ ખરાબ રીતે ખોટા સાબિત થયા હતા.
પાંચ મુખ્ય એક્ઝિટ પોલ્સે તેલંગાણામાં ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) માટે બહુમતિની આગાહી કરી હતી. પરંતુ તે અંદાજ લગાવવામાં નિષ્ફળ રહ્યો હતો કે જીત કેટલી મોટી હશે. એક્ઝિટ પોલમાં BRSને સરેરાશ 68 બેઠકો મળી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. જ્યારે વાસ્તવિકતામાં BRS 119 સભ્યોની વિધાનસભામાંથી 88 બેઠકો જીતવામાં સફળ રહી હતી. સર્વેમાં કોંગ્રેસની સંભાવનાઓને પણ વધારે પડતી આંકવામાં આવી હતી. 39 બેઠકો મળવાનો અંદાજ હતો. જોકે વાસ્તવમાં તેને માત્ર 19 સીટો મળી હતી.
ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયા અને પ્રાદેશિક મતદાનકર્તા TV9 તેલુગુ-AARA BRS માટે અનુક્રમે 79-81 અને 75-58 બેઠકોની તેમની આગાહી સાથે સૌથી નજીક આવ્યા હતા. તેનાથી વિપરીત ન્યૂઝ એક્સ-નેતા અને રિપબ્લિક સી વોટરે પોતાના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને અનુક્રમે 46 અને 47-59 સીટ આપતા કાંટાની ટક્કર બતાવી હતી.
છત્તીસગઢમાં સાત એક્ઝિટ પોલમાં સરેરાશ ભાજપ અને કોંગ્રેસને 42-42 સીટો પર દર્શાવવામાં આવ્યા હતા. પરંતુ વાસ્તવિક પરિણામ કોંગ્રેસ માટે આશ્ચર્યજનક રીતે સરળ વિજય થયો હતો. કોંગ્રેસે 90 સભ્યોની વિધાનસભામાં 68 બેઠકો જીતીને સત્તાધારી ભાજપને હટાવી દીધી હતી. ભાજપ માત્ર 15 બેઠકો પર જ જીત મેળવી શક્યું હતું.
ઇન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયાની આગાહી કોંગ્રેસ માટે સૌથી સચોટ હતી. પરંતુ તેમણે પણ ભાજપની કામગીરીનો વધુ પડતો અંદાજ લગાવ્યો હતો. રિપબ્લિકન-સીવોટરે કોંગ્રેસની બહુમતીની આગાહી કરી હતી. આવું કરનાર તે એકમાત્ર હતી. ટાઈમ્સ નાઉ-સીએનએક્સ, એબીપી ન્યૂઝ-સીએસડીએસ અને ઈન્ડિયા ટીવી-સીએનએક્સે ભાજપને બહુમતી મળવાની આગાહી કરી હતી.
મિઝોરમમાં સરેરાશ ત્રણ એક્ઝિટ પોલમાં શાસક કોંગ્રેસ અથવા તેના મુખ્ય હરીફ મિઝો નેશનલ ફ્રન્ટ (MNF)ને સંપૂર્ણ બહુમતી આપી ન હતી. જ્યારે રિપબ્લિક-સીવોટર અને ઇન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયાએ MNF માટે બહુમતીની આગાહી કરી હતી. તેમની બંને આગાહીઓ સાચી સાબિત થઈ હતી. MNF એ 40 સભ્યોની વિધાનસભામાં 27 બેઠકો પર જીત મેળવી હતી. કોંગ્રેસ ચાર બેઠક મળી હતી.