Astronomical Phenomenon : ડિસેમ્બરમાં આ બે દિવસ થશે આશ્ચર્યજનક ખગોળીય ઘટના, આકાશમાંથી થશે તારાઓનો વરસાદ, જાણો શું છે કારણ

Astronomical Phenomenon : આ મહિનાની 13 અને 14 તારીખ વચ્ચે અવકાશ (Sky) માં તારા (Star) ઓનો ભારે વરસાદ થવાનો છે. તેમણે કહ્યું કે, આકાશમાં દર કલાકે 100 થી 150 તારાઓ ખરશે.

Astronomical Phenomenon : આ મહિનાની 13 અને 14 તારીખ વચ્ચે અવકાશ (Sky) માં તારા (Star) ઓનો ભારે વરસાદ થવાનો છે. તેમણે કહ્યું કે, આકાશમાં દર કલાકે 100 થી 150 તારાઓ ખરશે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Astronomical Phenomenon | Sky | Star

ડિસેમ્બરમાં બે દિવસ ખગોળિય ઘટના જોવા મળશે

Astronomical Phenomenon : આકાશમાં 13 અને 14 ડિસેમ્બરે એક અદ્ભુત ખગોળીય ઘટના બનવા જઈ રહી છે. તમે તૂટેલા તારા વિશે સાંભળ્યું જ હશે. 13 અને 14 ડિસેમ્બરે દર કલાકે 100 થી 150 સ્ટાર્સનું જોરદાર શૂટિંગ જોવા મળશે. ઉત્તરાખંડના વૈજ્ઞાનિકોએ આ દાવો કર્યો છે. આ ખગોળીય ઘટનાનું નામ Geminid meteor shower હશે. 24મી ડિસેમ્બર સુધી તારાઓનો વરસાદ થવાની સંભાવના છે.

Advertisment

તમને જણાવી દઈએ કે, આ ખગોળીય ઘટનાને 'શૂટિંગ સ્ટાર્સ' તરીકે પણ ઓળખવામાં આવે છે. જો કે, આ ઘટનાનો વાસ્તવિક તારાઓ સાથે કોઈ સીધો સંબંધ નથી કારણ કે, તે આકાશમાં પસાર થતી ઉલ્કાઓનો સળગતો કાટમાળ છે. પરંતુ જ્યારે પૃથ્વી પરથી જોવામાં આવે છે, ત્યારે તે ખરતા તારા જેવું લાગે છે.

ઉત્તરાખંડના નૈનીતાલમાં સ્થિત આર્યભટ્ટ ઓબ્ઝર્વેશનલ સાયન્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિક ડૉ. વીરેન્દ્ર યાદવે દાવો કર્યો છે કે, આ મહિનાની 13 અને 14 તારીખ વચ્ચે તારાઓનો ભારે વરસાદ થવાનો છે. તેમણે કહ્યું કે, આકાશમાં દર કલાકે 100 થી 150 તારાઓ ખરશે. ડો.વીરેન્દ્ર યાદવે કહ્યું કે, આ ઘટના 24મી ડિસેમ્બર સુધી થઈ શકે છે. વિરેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, ઉલ્કાવર્ષા જ્યાંથી આવે છે તે નક્ષત્ર અથવા તારાઓના નામ પરથી રાખવામાં આવે છે. આ આધારે, જેમિની નક્ષત્રના નામ પર જેમિનીડ ઉલ્કાવર્ષાનું નામ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો - Aditya L1 Mission | આદિત્ય L1 સૂર્ય મિશન : આદિત્ય L-1એ ફરી આપ્યા એક સારા સમાચાર, ISRO એ શેર કરી આ મહત્વપૂર્ણ માહિતી

Advertisment

વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, જ્યારે ધૂમકેતુનો કાટમાળ પૃથ્વીના માર્ગમાં આવે છે ત્યારે તે સળગવા લાગે છે. જેના કારણે આકાશમાં ફટાકડા જેવો નજારો જોવા મળી રહ્યો છે. તે પૃથ્વીથી માત્ર 100 થી 120 કિમીની ઊંચાઈ પર છે. ખરતા તારાઓનું આ દ્રશ્ય થોડો સમય ચાલે છે.

ગુજરાતી ન્યૂઝ Express Exclusive દેશ