અસદ અહમદ એન્કાઉન્ટર : ઉત્તર પ્રદેશમાં 6 વર્ષમાં એન્કાઉન્ટરમાં 183 ગુનેગારને ઠાર કરાયા, શું 'ઓપરેશન લંગડા'?

Uttar pradesh encounter : માફિયા ડોન અતીક અહમદના પુત્ર અસદ અહમદનું એકાઉન્ટર કરાયું છે. યોગી આદિત્યાનાથ મુખ્યમંત્રી બન્યા બાદ અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશ પોલીસે 183 એન્કાઉન્ટરને અંજામ આપ્યો છે. જાણો શું 'ઓપરેશન લંગડા'

Uttar pradesh encounter : માફિયા ડોન અતીક અહમદના પુત્ર અસદ અહમદનું એકાઉન્ટર કરાયું છે. યોગી આદિત્યાનાથ મુખ્યમંત્રી બન્યા બાદ અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશ પોલીસે 183 એન્કાઉન્ટરને અંજામ આપ્યો છે. જાણો શું 'ઓપરેશન લંગડા'

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
asad ahmad encounter

ઝાંસી: ગુરૂવાર, 13 એપ્રિલ, 2023ના રોજ ઝાંસીમાં યુપી STF દ્વારા જેલમાં બંધ માફિયા અતીક અહમદના પુત્ર અસદને એન્કાઉન્ટરના સ્થળે પોલીસ કર્મચારીઓ. (પીટીઆઈ ફોટો)

(ભૂપેન્દ્ર પાંડે) દરેક નંબરની એક કહાણી છે. ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારે માર્ચ 2017માં પ્રથમવાર સત્તા સંભાળ્યા બાદ ગેંગસ્ટર અતીક અહેમદના 19 વર્ષીય પુત્ર અસદ અહેમદ અને તેના સાથીદારની હત્યા એ એન્કાઉન્ટર નંબર 183 છે. 24 ફેબ્રુઆરીના રોજ ઉમેશ પાલની હત્યા સંબંધિત કેસમાં આ ત્રીજુ એન્કાઉન્ટર છે. ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા એપ્રિલ મહિનાના પ્રથમ 13 દિવસમાં ત્રીજા એન્કાઉન્ટરને અંજામ આપવામાં આવ્યો છે.

Advertisment

ઉત્તર પ્રદેશની પોલીસ એન્કાઉન્ટરના નંબર યાદ રાખી રહી છે. કારણ છે 19 માર્ચ, 2017ના રોજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારબાદથી યોગી આદિત્યનાથે આવી વિવાદાસ્પદ પોલીસ કાર્યવાહી પાછળ પોતાની રાજકીય સત્તાનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. હકીકતમાં, હોદ્દો સંભાળ્યાના પખવાડિયાની અંદર જ યુપી પોલીસે 31 માર્ચે સહારનપુરના નંદનપુર ગામમાં કથિત ગુનેગાર ગુરમીતને ઠાર માર્યો હતો.

રાજ્યમાં અપરાધીઓ અને ગુનાઇત પ્રવૃત્તિને ડામવા માટેનું આ એક શક્તિશાળી સાધન છે. 3 જૂન, 2017ના રોજ, ઈન્ડિયા ટીવી પર પ્રસારિત થતા 'આપ કી અદાલત' કાર્યક્રમમાં સીએમ યોગીએ કહ્યું હતું કે 'જો ગુનેગારો ગુનો કરે છે, "થોક દિયે જાયેંગે" (તેમને ઠાર કરી દેવામાં આવશે).

ઝાંસીના બડાગાંવ ક્ષેત્રમાં અતીક અહમદના પુત્ર અસદ અહેમત અને તેના સાથી ગુલામ હુસૈનનું એન્કાઉન્ટર કર્યા બાદ યુપી સ્પેશિયલ ટાસ્ક ફોર્સના એડીજી અમિતાભ યસ સાથે આજે બપોરે પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાને માહિતી આપતા ક્રાઈમ એન્ડ લો એન્ડ ઓર્ડરના સ્પેશિયલ ડીજી પ્રશાંત કુમારે પુષ્ટિ કરી કે, "ગુના અને ગુનેગારોને નાબૂદ કરવાના વચનનું પાલન કરવા માટે 2017 બાદથી અત્યાર સુધીમાં 183 એન્કાઉન્ટર કરવામાં આવ્યા છે.

Advertisment

“એન્કાઉન્ટરોમાં માર્યા ગયેલા અથવા ઘાયલ થયેલા લોકો મોસ્ટ વોન્ટેડ અપરાધીઓ છે. એસટીએફ અને એટીએસ સહિતની તમામ પોલીસ એજન્સીઓ ગુના અને ગુનેગારો સામે દયાભાવના ન રાખવાના મુખ્યમંત્રીના નિર્દેશ મુજબ કામગીરી કરી રહી છે,” એવું પ્રશાંત કુમારે જણાવ્યું હતું.

સત્તાવાર આંકડાઓ અનુસાર યુપી પોલીસ દ્વારા વર્ષ 2017 બાદથી 183 ગુનેગારોનું એન્કાઉન્ટર કરવા ઉપરાંત પોલીસ કાર્યવાહીમાં ઘાયલ થયા બાદ 5,046 ગુનેગારોની ધરપકડ કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશમાં ગુનેગારોને તેમના પગ પર ગોળી મારવામાં આવે છે તેવા એન્કાઉન્ટરોને માત્ર પોલીસવર્ગમાં જ નહીં પરંતુ સત્તાના ગલિયારાઓમાં તેને ‘ઓપરેશન લંગડા’ તરીકે ઓળખવામાં આવે છે.

સત્તાવાર આંકડાઓ એ બાબત પણ સ્પષ્ટ કરે છે કે, આવા ઓપરેશન દરમિયાન છેલ્લા છ વર્ષમાં 13 પોલીસકર્મીઓ "શહીદ" થયા હતા અને 1,443 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.

સીએમ યોગીઆદિત્યનાથે આવા એન્કાઉન્ટર કથિત રાજકીય હેતુઓ કરાવ્યા હોવાનું કહેવાય છે. જાન્યુઆરી 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન શામલીમાં એક જાહેર રેલીમાં તેમણે રાજ્યમાં અસલામતી, રમખાણો અને ગુંડાગીરી કરનારઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે “યે દેખ લો, 10 માર્ચ કે બાદ, યે ગરમીને શાંત કરી દઇશું.”

તાજેતરમાં જ ઉમેશ પાલ અને બે બંદૂકધારીની ગોળી મારીને હત્યા કરાયાના એક દિવસ બાદ 25 ફેબ્રુઆરી સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતુ કે, “ઇસ માફિયા કો મિટ્ટી મેં મિલા દેંગે.”

આ પણ વાંચોઃ પ્રયાગરાજમાં માફિયા ડોન અતીકનું સામ્રાજ્ય : ગુનાઓ, રાજકારણ, કાટમાળનો ઢગલો અને એન્કાઉન્ટર

આંકડા મુજબ સૌથી વધુ એન્કાઉન્ટર વર્ષ 2018માં થયા હતા, જે યોગી આદિત્યનાથના મુખ્યમંત્ર તરીકેનું બીજું વર્ષ હતુ, તો સૌથી ઓછા એન્કાઉન્ટર વર્ષ 2022માં થયા છે તે વર્ષે તેઓ ફરીથી સીએમ તરીકે ચૂંટાયા હતા. 2018નું વર્ષ એ 2019ની લોકસભા ચૂંટણી પહેલાનું વર્ષ હતું જ્યારે યોગી આદિત્યનાથની ગુનેગારો સામે કડક વલણ અપનાવતી સરકાર તરીકેની છબી ઉભી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંનેએ કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ રાજ્ય તરીકે ઉત્તરપ્રદેશનું ઉદાહરણ આપ્યું હતું.

યોગી આદિત્યનાથ એક્સપ્રેસ એક્સપ્લેન ઉત્તર પ્રદેશ politics ક્રાઇમ ન્યૂઝ Express Exclusive દેશ