અતિક અહમદના પુત્ર અસદને ઉત્તર પ્રદેશ એસટીએફે ઠાર માર્યો છે. એસટીએફે અસદનું એન્કાઉન્ટર કર્યું છે. ઝાંસી પાસે થયેલા એન્કાઉન્ટરમાં શૂટર ગુલામ પણ માર્યો ગયો છે. ન્યૂઝ એન્જસી એએનસી દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે ઉત્તર પ્રદેશના ટીમના નેતૃવ નાયબ એસપી નવેંદુ અને નાયબ એસી વિમલ કરી રહ્યા હતા.
પ્રાપ્ત જાણકારી અનુસાર ઉત્તર પ્રદેશ એસટીએફે ચેતવણી આપી પરંતુ બંનેએ તેમના ઉપર ફાયરિંગ કરી દીધું હતું. ત્યારબાદ જવાબી કાર્યવાહીમાં ઉત્તર પ્રદેશ એસટીએફએ બંને ઠાર મરાયા હતા. ઉત્તર પ્રદેશ એસટીએફે આ એન્કાઉન્ટર બાદ ઘટના સ્થળથી વિદેશી હથિયાર જપ્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે અતીક અહમદના પુત્ર અસર અને શૂટર ગુલામ બંને ઉપર 5-5 લાખ રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું હતું.
ઉત્તર પ્રદેશ પોલીસના સ્પેશિયલ એડિશ્નલ ડાયરેક્ટર જનરલ પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે અસદ અને ગુલામ બંને પર પાંચ લાખનું ઇનામ રાખવામાં આવ્યું હતું. જે એન્કાઉન્ટરમાં ઉત્તર પ્રદેશ એસટીએફે બંનેને ઠાર માર્યા હતા. તે ઝાંસીની પરીક્ષા ડેમ પાસે છે. આ બંને આરોપી એ વિસ્તારમાં સંતાયેલા હતા. પોલીસની ટીમ એ વિસ્તારમાં હજી સુધી સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
ઉમેશ પાલ હત્યાકાંડના હતા આરોપી
અસદ અહમદ ઉમેશ પાલ હત્યાકાંડમાં આરોપી હતા. ઉમેશ પાલ વર્ષ 2005માં થયેલા ધારાસભ્ય રાજૂ પાલની હત્યા કેસમાં પ્રમુખ સાક્ષી હતો. ઉમેશ પાલની હત્યા આ વર્ષે 24 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજના ઘૂમનગંજ વિસ્તારમાં તેના ઘરની બહાર કરવામાં આવી હતી. ઘટના બાદ સીસીટીવી ફૂટેજમાં અસદ પણ ગોળી ચલાવતા જોવા મળ્યો હતો.
અસરનું એન્કાઉન્ટર બાદ મીડિયા સાથે વાતચીતમાં ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્ર કેશવ પ્રસાદ મૌર્યે કહ્યું હતું કે ‘હું આ એક્શન માટે ઉત્તર પ્રદેશ એસટીએફને અભિનંદન પાઠવું છું. તેમના દ્વારા ફાયરિંગ કરવા પર પોલીસે જવાબી ફાયરિંગ કર્યું હતું. આ આરોપીઓ માટે સંદેશ છે કે આ નવું ભારત છે. આ ઉત્ત પ્રેદશ સરકાર છે. સત્તામાં સમાજવાદી પાર્ટી નથી જેણે આરોપીઓને છાવર્યા હતા.’