માફિયા અતીક અહેમદ અને તેનો ભાઈ અશરફ અહેમદની હત્યાની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ કરશે. ઉત્તર પ્રદેશના ડીજીપી આર કે વિશ્વકર્મા દ્વારા આ મામલે બે એસઆઈટીની રચના કરવામાં આવી છે. પહેલી એસઆઈટીને પ્રયાગરાજ ઝોનના એડીજી ભાનુશંકર સીટ કરશે. જેમાં પ્રયાગરાજના પોલીસ કમિશ્નર અને એફએસએલના કમિશ્નર પણ સામેલ હશે. બીજી એસઆઇટીને અપલ પોલીસ ઉપાયુક્ત ક્રાઇમ સતીશ ચંદ્ર હેડ કરશે. ટીમમાં એસીપી સતેન્દ્ર તિવારી અને ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર ઓમ પ્રકાશ સિંહનો સમાવેશ થયો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે એસઆઇટી અભિરક્ષામાં તૈના રહેલા પોલીસ કર્માચરીઓની ભૂમિકા, તેમની ઉપસ્થિતિ અને તેમની તરફથી ઉઠાવવામાં આવેલા પગલાંના દરેક તથ્યોની ઝીણવટથી તપાસ કરશે. આ સાથે જ એસઆઇટી ત્રણેય યઆરોપીઓની મોડસ ઓપરેન્ડીની જાણકારી લઇને બધી કડીઓને જોડીને તપાસ આગળ વધારશે. આ હ્યાકાંડને લઇને પ્રયાગરાજ પોલસી કોર્ટથી ત્રણેય આરોપીના રિમાંડ માંગવાની તૈયારી કરી રહી છે. ઉલ્લેખનયી છે કે આ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ બાદ ગૃહ વિભાગે કમીશન ઓફ ઇન્ક્વાયરી એક્ટ 1952 અંતર્ગત ત્રણ સભ્યોની ન્યાયિક આયોગની રચના કરી હતી.
બે મહિનામાં આપવી પડશે રિપોર્ટ
ઉત્તર પ્રદેશ સરકારે આખા મામલામાં આ પહેલા ન્યાયિક આયોગની રચના કરી હતી. અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલયના સેવાનિવૃત્ત ન્યાયાધીશ અરવિન્દર કુમાર ત્રિપાઠી દ્વિતીયની અધ્યક્ષતામાં પૂર્વ પોલીસ મહાનિદેશક સુબેશ કુમાર સિંહ અને સેવા નિવૃત્ત ન્યાયાધીશ બૃજેશ કુમાર સોનીને સભ્ય તરીકે આયોગમાં સામેલ કર્યા છે. આયોગ બે મહિનામાં આખા મામલામાં પોતાની તપાસનો રિપોર્ટ સોંપશે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સુરક્ષા વધારાશે
અતીક અશરફની હત્યા બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સુરક્ષામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યારે તેમને ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા મળી રહી છે. સીએમ યોગી કર્ણાટક ચૂંટણી માટે બીજેપીના સ્ટાર પ્રચારક પણ છે. મુખ્યમંત્રી યોગીના લખનૌ બહારના પ્રવાસ પર વધારાની સુરક્ષા ફોર્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ચૂંટણી પ્રચાર દરમિયાન તેમની ક્લોઝ પ્રોટેક્શનની સીમા વધારવામાં આવશે. મુખ્યમંત્રી યોગીએ સોમવારે અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં સુરક્ષા વ્યવસ્થાનું અવલોકન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી યોગી અને બંને નાયબ મુખ્યમંત્રીઓના આજના બધા કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે.