અતીક અહેમદ અને અશરફની ગોળી મારી હત્યા, ફાયરિંગ બાદ 3 હુમલાખોરોએ સરેન્ડર કર્યું, પોલીસ દ્વારા પુછપરછ જારી

atiq ahmed killed : અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ (ashraf murder) ની હોસ્પિટની બહાર ગોળી મારી હત્યા કરવામાં આવી. હત્યારા ત્રણ હતા, તેમણે આત્મસમર્પણ કરી દીધુ છે. આ હત્યાકાંડ સમયે એક પોલીસ કર્મી પણ ઘાયલ.

atiq ahmed killed : અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ (ashraf murder) ની હોસ્પિટની બહાર ગોળી મારી હત્યા કરવામાં આવી. હત્યારા ત્રણ હતા, તેમણે આત્મસમર્પણ કરી દીધુ છે. આ હત્યાકાંડ સમયે એક પોલીસ કર્મી પણ ઘાયલ.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
atiq ahmed killed

અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા

અતીક અહેમદની હત્યા: માફિયા ડોન અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની પ્રયાગરાજમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પોલીસે તુરંત જ અતીકને ગોળી મારનારાઓને ઝડપી લીધા હતા. કોલવિન હોસ્પિટલ પાસે બંનેની હત્યા કરવામાં આવી હતી. પોલીસ અતીક અને અશરફને મેડિકલ તપાસ માટે હોસ્પિટલમાં લઈ ગઈ હતી. આ હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ થયાના પણ સમાચાર છે.

Advertisment

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અતીક અને અશરફને ગોળી મારનારા લોકોની સંખ્યા ત્રણ હતી. આ હુમલાખોરોએ અતિક અને અશરફને ગોળી મારતા પહેલા જય શ્રી રામના નારા લગાવ્યા હતા. હુમલાખોરોએ અતીક અહેમદ અને તેના ભાઈને માથામાં ગોળી મારી અને તે પછી તરત જ તેઓએ હાથ ઊંચા કરીને આત્મસમર્પણ કર્યું. અતીક અને અશરફની હત્યા બાદ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. આસપાસના તમામ દુકાનદારોએ તેમની દુકાનોના શટર પાડી દીધા હતા.

આ પણ વાંચો - પ્રયાગરાજમાં માફિયા ડોન અતીકનું સામ્રાજ્ય : ગુનાઓ, રાજકારણ, કાટમાળનો ઢગલો અને એન્કાઉન્ટર

Advertisment

પ્રાપ્ત વિડીયો અનુસાર, હુમલા સમયે અતીક મીડિયાના પ્રશ્નોના જવાબ આપવા જઈ રહ્યો હતો. તેણે ગુડ્ડુ મુસ્લિમ બોલ્યું ને તરત જ તેને માથામાં ગોળી વાગી હતી. આ પછી અશરફને ગોળી મારી દેવામાં આવી હતી. ગોળી વાગતાની સાથે જ બંને ભાઈઓ નીચે પડી ગયા હતા અને સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી.

અશરફ મીડિયા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે જ ફાયરિંગ થયુ

પ્રયાગરાજમાં અતીક અહદમને મેડિકલ તપાસ માટે પોલીસ હોસ્પિટલ લઇ જઇ રહી ત્યારે હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી છે. આ ઘટનાનો વીડિયો વાયરલ પણ થયો છે. ફાયરિંગ કરનાર ત્રણેય હત્યારાઓેએ પોલીસ સામે આત્મસમર્પણ કર્યું છે અને હવે પોલીસ તેમની કડક પુછપરછ કરી રહી છે. આ ફાયરિંગમાં ઘટનાસ્થળે હાજર પોલીસ કર્મીને પણ હાથમાં ગોળી વાગી છે.

,

સીએમ યોગીએ મિટિંગ બોલાવી

ગેંગસ્ટર અતીક અહમદ અને તેના ભાઇ અશરફ અહમદની ગોળી મારીને હત્યા કરાતા સમગ્ર ઉત્તર પ્રદેશમાં હડકંપ મચી ગયો છે. આ ઘટના બાદ રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય મિટિંગ બોલાવી છે.

ઉત્તર પ્રદેશ ટ્રેન્ડિંગ ન્યૂઝ દેશ