Manish Sahu: માફિયામાંથી રાજકારણી બનેલા અતિક અહેમદ અને નાના ભાઈ અશરફની પ્રયાગરાજની કેલ્વિન હોસ્પિટલમાં હત્યા કરવામાં આવી હતી. આ પહેલા અતીકના પુત્ર અસદ અહેમદ અને તેના ગુલામ ગુલામનો સામનો કરવામાં આવ્યો હતો. હવે આ સમગ્ર મામલામાં એવા વધુ બે નામ સામે આવ્યા છે, જેમને પોલીસ દરેક જગ્યાએ શોધી રહી છે. પહેલું નામ ગુડ્ડુ મુસ્લિમનું છે, જેને અતિકનો જમણો હાથ કહેવાય છે. બીજું નામ છે – અતીકની પત્ની શાઇસ્તા પરવીન. આરોપ છે કે ઉમેશ પાલની હત્યાની યોજનામાં શાઇસ્તાનો પણ હાથ હતો. હવે શાઇસ્તાના પતિ, પુત્ર અને સાળાનું મૃત્યુ થઈ ગયું છે, પરંતુ તે ફરાર છે. આવો જાણીએ તેના મોસ્ટ વોન્ટેડ બનવાની આખી કહાની.
શાઈસ્તા પર હવે 50 હજાર રૂપિયાનું ઈનામ છે. સમગ્ર યુપી પોલીસ અને એસટીએફ સતત શાઇસ્તાને પકડવા માટે શોધખોળ કરી રહ્યું છે. પોલીસ સમક્ષ અત્યારે સૌથી મોટો પડકાર શાઇસ્તા પરવીનને શોધવાનો છે. શાઇસ્તા આટલી ચાલાકી કેવી રીતે બની?
વર્ષ 1996માં અતીક અહેમદે અલ્હાબાદ પશ્ચિમમાંથી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર પ્રથમ ચૂંટણી જીત્યા બાદ તેણે પોલીસ હેડ કોન્સ્ટેબલની પુત્રી શાઇસ્તા પરવીન સાથે લગ્ન કર્યા. ત્યારબાદ લોકો એવું કહેતા કે નસીબદાર છે. અતીક અહેમદે વિપક્ષ દ્વારા ચૂંટણી જીતી ત્રણ વખત ધારાસભ્ય બન્યા હતા. આ સાથે જે વર્ષે અતીકે લગ્ન કર્યા તે જ સમયથી કારકિર્દીના નવા દ્વાર ખુલ્યા હતા. અતીક ફુલપુર બેઠક પરથી લોકસભા ચૂંટણી જીતી સંસદ સભ્ય બન્યો હતો. જ્યાંથી શાઇસ્તાનો પરિવાર મૂળરૂપે સંબંધ ધરાવે છે તેમ દામૂપુર ગામના નિવાસી રાશિદ અલીએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું.
વર્ષ 1972 પ્રયાગરાજનું દામુપુર ગામ. પોલીસ કોન્સ્ટેબલ ફારૂકના ઘરે બાળકીનો જન્મ થયો હતો. નામ શાઇસ્તા પરવીન. તેઓ 4 બહેનો અને 2 ભાઈઓ છે. શાઇસ્તા તેમાંથી સૌથી મોટી છે. 8 સભ્યના પરિવારમાં પિતા એકમાત્ર કમાતા સભ્ય હતા. કોઈક રીતે મહેનત કરીને તે પોતાના તમામ બાળકોને ભણાવતો હતો.
બાળપણથી જ શાઇસ્તા તેના પિતા સાથે પોલીસ સ્ટેશનમાં બનેલા સરકારી પોલીસ ક્વાર્ટરમાં રહેતી હતી. તેમનું બાળપણ અને પછીના વર્ષો પ્રતાપગઢમાં વિત્યા. અહીં જ તેણે પોતાનો ઘણો અભ્યાસ પૂરો કર્યો. તેના ભાઈ-બહેનો પણ સાથે ભણ્યા. તેમના બે ભાઈઓમાંથી એક મદરેસાના પ્રિન્સિપાલ પણ બન્યા.
મંગળવારે (18 એપ્રિલ) શાઇસ્તાના મામાનું ઘર ચકિયામાં બે માળનું મકાન ઉજ્જડ પડેલું હતું, દરવાજા ખુલ્લા હતા. જો કે ધરવખરીનો સામાન વ્યવસ્થિત હતો. લગભગ ચાર દાયકા પહેલા શાઇસ્તાના પિતા મોહમ્મદ હારૂન તેમના પરિવાર સાથે આ ઘરમાં રહેવા આવ્યા હતા. ચાકિયામાં હારૂનના ઘરની સામે રહેતા 72 વર્ષીય મોહમ્મદ ઈદ્રીશે જણાવ્યું હતું કે, ‘તેમણે પરિવાર સાથે આ ઘર છોડી દીધું તેનું પ્રાથમિક કારણ એ હતું કે, દામુપુર ગામમાં તેમના બાળકો (ચાર પુત્રીઓ અને બે પુત્રો) માટે સારી શાળા નહોતી’.

પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટી (PDA) એ 1 માર્ચના રોજ પ્રયાગરાજના ચાકિયા વિસ્તારમાં અતિક અને શાઈસ્તાનું ઘર તોડી પાડતા જણાવ્યું હતું કે, આ મકાનનું બાંધકામ આવશ્યક ઔપચારિકતાઓને પૂર્ણ કર્યા વિના કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. જેને પગલે અતીક અને શાઇસ્તા તેના માતાપિતાના ઘરની સામે ભાડાના મકાનમાં રહેવા લાગી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પોલિસે હારૂનને બીજા જિલ્લામાં સ્થાનાંતરિત કરવામાં આવ્યો હતો, પણ તેનો પરિવાર ચકિયાામં જ સ્થિર રહ્યો. જ્યાં શાઇસ્તાએ સ્નાતક સધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.
અલ્હાબાદમાં જેમ જેમ અતીકનું કદ વધતું ગયું તેમ તેમ શાઈસ્તાનો પરિવાર તેની પ્રવૃત્તિઓમાં સામેલ થઈ ગયો. શાઈસ્તાના લગ્નના થોડા વર્ષો પછી શાઈસ્તાનો નાના ભાઈ ઝકી અહેમદે અતીક સાથે કામ કરવાનું શરૂ કર્યું અને તેની જમીન સંબંધિત બાબતો સંભાળી લીધી. ઝાકી હવે લખનૌ સ્થિત બિઝનેસમેન મોહિત જયસ્વાલનું અપહરણ અને હુમલો કરવાના આરોપમાં લખનૌ જિલ્લા જેલમાં સજા ભોગવી રહ્યો છે.
શાઇસ્તાનો બીજો ભાઈ સાબી અહેમદ પ્રયાગરાજની એક મદરેસામાં શિક્ષકની ફરજ બજાવે છે. શાઇસ્તાની ત્રણ બહેનો પરિણીત છે અને પ્રયાગરાજના જુદા જુદા ભાગોમાં રહે છે. શાઇસ્તાને શોધવા માટે પોલીસના દરોડા પછી, તેઓ બધા પોતપોતાના ઘર છોડી દીધા છે. ચકિયામાં કેટલાક લોકો શાઇસ્તા અથવા વિસ્તૃત કુટુંબ વિશે વાત કરે છે.
સૂત્રોનું જણાવ્યા અનુસાર, શાઇસ્તાએ લાંબા સમય સુધી લો પ્રોફાઇલ જાળવી રાખ્યું હતું, જે મોટાભાગે તેના ઘર અને બાળકો સુધી સીમિત હતું. જો કે આના પર વર્ષ 2019 સુધી પડદો રહ્યો. સ જ્યારે સુપ્રીમ કોર્ટે મોહિચ જયસ્વાલ અપહરણ મામલામાં અતીકને પ્રયાગરાજથી ગુજરાતની સાબરમતી સેન્ટ્રલ જેલમાં સ્થાનાતંરિત કરવાનો આદેશ આપ્યો હતો. તેથી શાઇસ્તાએ અનિચ્છાએ વર્ષ 2023માં અતીકનું સમગ્ર રાજકારણ સંભાળવાનું નક્કી કર્યું. પરંતુ તે એ વાતથી અજાણ હતી કે આ વર્ષ તેના માટે કાળ બની આવ્યું છે. જે તેના ખેલને ખતમ કરી દેશ
શાઇસ્તાએ 5 જાન્યુઆરી 2023ના રોજ પ્રયાગરાજમાં માયાવતીની પાર્ટી બસપાની સદસ્યતા લીધી. આ પછી, તેણીએ BSPની ટિકિટ પરથી મેયરની ઉમેદવારીની તૈયારી શરૂ કરી. શાઇસ્તાને આશા હતી કે તે BSPની ટિકિટ પર પ્રયાગરાજની મેયર બનશે. તેમણે પ્રચાર પણ શરૂ કરી દીધો હતો. પરંતુ શાઇસ્તા બીએસપીની ટિકિટ પર મેયરની ચૂંટણી લડી શકે તે પહેલા જ ઉમેશ પાલની હત્યા કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અને પોલીસ નિવેદનો અનુસાર, ઉમેશ પાલની હત્યા શાઇસ્તા દ્વારા કરવામાં આવી હતી. સૌથી પહેલા તે સાબરમતી જેલમાં અતીકને મળવા ગઈ હતી. અતીક અને તેની વચ્ચે ઉમેશ પાલને મારી નાખવાની વાત થઈ હતી.
યુપી પોલીસના જણાવ્યા અનુસાર, જેલની અંદર નોંધાયેલા તેના નિવેદનમાં, અતીકે કબૂલ્યું હતું કે જ્યારે શાઇસ્તા સાબરમતી સેન્ટ્રલ જેલમાં ગઈ હતી, ત્યારે તેણે કથિત રીતે તેણીને તેના અને અશરફ માટે નવા સેલ ફોન અને સિમ કાર્ડ ખરીદવા કહ્યું હતું. તેણે કથિત રીતે તેણીને એક પોલીસ કર્મચારીનું નામ પણ જણાવ્યું જે તેને જેલમાં ફોન પહોંચાડશે.
યુપી પોલીસના જણાવ્યા અનુસાર, જેલની અંદર નોંધાયેલા તેના નિવેદનમાં, અતીકે કબૂલ્યું હતું કે જ્યારે શાઇસ્તા સાબરમતી સેન્ટ્રલ જેલમાં ગઈ હતી, ત્યારે તેણે કથિત રીતે તેણીને તેના અને અશરફ માટે નવા સેલ ફોન અને સિમ કાર્ડ ખરીદવા કહ્યું હતું. તેણે કથિત રીતે તેણીને એક પોલીસ કર્મચારીનું નામ પણ જણાવ્યું જે તેને જેલમાં ફોન પહોંચાડશે.

પોલીસ રેકોર્ડ મુજબ, ઉમેશ પાલ હત્યા કેસ સિવાય, શાઇસ્તા પર પ્રયાગરાજના કર્નલગંજ પોલીસ સ્ટેશનમાં કથિત બનાવટી અને આર્મ્સ એક્ટ હેઠળ ઓછામાં ઓછા ત્રણ અન્ય કેસ નોંધાયેલા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ કેસ કોર્ટમાં પેન્ડિંગ છે.
આ પણ વાંચો: બદનક્ષીના કેસમાં દોષિત ઠેરવવા પર સ્ટે આપવાની રાહુલની અપીલ સુરત કોર્ટે ફગાવી
એક સૂત્રએ જણાવ્યું કે, જ્યારે અતીકને ગુજરાતમાં શિફ્ટ કરવામાં આવ્યો ત્યારે પરિવારને સમજાયું કે તેના માટે જલ્દીથી બહાર આવવું સરળ નહીં હોય. આ ઉપરાંત, અતીકના બંને પુત્રો અલી અહેમદ અને ઉમર અહેમદ અને તેનો નાનો ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફ ગુનાહિત કેસોમાં સંડોવાયેલા હોવાથી અલગ-અલગ જેલમાં બંધ છે. (અનુવાદ માનસી ભુવા)