Ayodhya Darshan Helicopter : યુપીના લોકો માટે સારા સમાચાર છે. યોગી સરકારે અયોધ્યાના દર્શન કરવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરી છે. આ સુવિધા હાલમાં યુપીના 6 શહેરોમાં ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં અન્ય શહેરોમાં પણ આ સુવિધા શરૂ કરવામાં આવશે. હાલમાં ગોરખપુર, વારાણસી, લખનૌ, પ્રયાગરાજ, મથુરા અને આગ્રાથી અયોધ્યા દર્શન માટે હેલિકોપ્ટર સેવા ઉપલબ્ધ રહેશે.
અગાઉ આ સુવિધા પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ પહેલા 19 જાન્યુઆરીથી શરૂ થવાની હતી, પરંતુ NO ફ્લાઈંગ ઝોન જાહેર થયા બાદ હવે સંભવત : 25 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે. આ લેખમાં અમે તમને આ સાથે જોડાયેલી તમામ માહિતી જણાવી રહ્યા છીએ.
ભગવાન રામ લાલાના દર્શન માટે જે હેલિકોપ્ટર અયોધ્યા જશે, તેમાં માત્ર 8-18 મુસાફરોને એકસાથે લઈ જવામાં આવશે. આ માટે મુસાફરોએ અગાઉથી બુકિંગ કરાવવું પડશે. હેલિકોપ્ટર સેવા હેઠળ રામ ભક્તો રામ મંદિર, હનુમાનગઢી, સરયૂ ઘાટ સહિતના પ્રખ્યાત પર્યટન સ્થળોની હવાઈ યાત્રા પણ કરી શકશે. આમાં માત્ર 15 મિનિટ લાગશે. દરેક ભક્તે 3,539 રૂપિયાનું ભાડું ચૂકવવું પડશે. જો કે, એક સમયે માત્ર 5 ભક્તો જ આ સેવાનો આનંદ લઈ શકશે. હાલમાં હેલિકોપ્ટર માટે કુલ વજન મર્યાદા 400 કિલો છે. આ સિવાય દરેક શ્રદ્ધાળુ પોતાની સાથે માત્ર 5 કિલો સામાન લઈ શકશે.
આ પણ વાંચો – દિલ્હી – અયોધ્યા વચ્ચે શરૂ થઇ વંદે ભારત એક્સપ્રેસ; જાણો અયોધ્યા ધામ ટ્રેનનું ભાડું અને ટાઇમ સહિત તમામ વિગત
હેલિકોપ્ટર સેવા 25 જાન્યુઆરી પછી શરૂ થઈ શકે છે
હેલિકોપ્ટર સેવાની સુવિધા પ્રાણ પ્રતિષ્ઠા બાદ જ શરૂ કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર 25 જાન્યુઆરી પછી શ્રદ્ધાળુઓ માટે આ સુવિધા શરૂ કરવામાં આવશે. જોકે આ સુવિધા અગાઉ 19 જાન્યુઆરીથી શરૂ થવાની હતી, પરંતુ NO ફ્લાઈંગ ઝોન જાહેર થયા બાદ તેને એક સપ્તાહ માટે મોકૂફ રાખવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર આ સેવા માટે લખનૌથી અયોધ્યા સુધી કુલ 6 હેલિકોપ્ટર ઉડાન ભરશે. લખનૌથી અયોધ્યાનું અંતર માત્ર 30થી 40 મિનિટમાં કાપવામાં આવશે. રિપોર્ટ અનુસાર, આ માટે શ્રદ્ધાળુઓએ 14,159 રૂપિયા સુધીનું ભાડું ચૂકવવું પડશે.