UP Municipal Elections: ચૂંટણી લડવા માટે પણ કુશળ રણનીતિની જરૂર હોય છે. ક્યારેક ટિકિટ મળતી નથી તો ક્યારેક મનપસંદ સીટ મળતી નથી. ક્યારેક ટિકિટ મળી જાય તો પાર્ટીની અંદર આપસી મતભેદો મુશ્કેલ બની જાય છે. આવામાં જોડતોડ સાથે ખાસ રણનીતિની પણ જરૂર રહે છે. નગરપાલિકાની ચૂંટણી આ પ્રકારની સ્થિતિ વધારે રહે છે.
જે વોર્ડમાં જીત મળી હતી તે વોર્ડમાં મહિલા અનામત સીટ આવી
ઉત્તર પ્રદેશમાં થોડાક દિવસો પછી નગરપાલિકાની ચૂંટણી થવાની છે. આવામાં અયોધ્યામાં એક રસપ્રદ મામલો સામે આવ્યો છે. ત્યાંના સ્વર્ગદ્રાર વોર્ડથી ગત વખતે કોર્પોરેટર રહેલા મહેન્દ્ર શુક્લા આ વખતે ફરીથી ઉમેદવાર બનવા માંગતા હતા. જોકે આ વોર્ડનો હવે લક્ષ્મણ ઘાટ વોર્ડમાં સમાવેશ થયો છે. સાથે આ વોર્ડમાં મહિલા અનામત સીટ છે. જેના કારણે મહેન્દ્ર શુક્લા ચૂંટણી લડી શકે તેમ નથી.
હાલ કોર્ટ મેરેજ કર્યા, ચૂંટણી જીત્યા પછી ધૂમધામથી લગ્ન કરશે
જોકે મહેન્દ્ર શુક્લાએ હાર માની ન હતી. તેમણે તે સીટ પર પોતાની ઉપસ્થિતિ નોંધાવવા જલ્દી-જલ્દીમાં 2 ડિસેમ્બરે પ્રિયા સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા. આ પછી પોતાની પત્નીને ત્યાંથી ઉમેદવાર બનાવી દીધી છે. જેની સાથે તેમણે કોર્ટ મેરેજ કર્યા છે તેની સાથે તેમના લગ્ન પરિવારજનોની સહમતિથી થોડાક દિવસો પછી થવાના હતા. જોકે તેમણે ચૂંટણી જોતા પહેલા કોર્ટ મેરેજ કરીને ત્યાંથી પોતાની પત્નીને ઉમેદવાર બનાવવાની રણનીતિ બનાવી હતી. પછી ચૂંટણી જીત્યા પછી ફરીથી ધૂમધામથી લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. ગત 12 ઓક્ટોબરે તેમણે પ્રિયા સાથે સગાઇ કરી હતી અને જાન્યુઆરીમાં લગ્ન થવાના હતા.
આ પણ વાંચો – એક્ઝિટ પોલ 2022 : હિમાચલ પ્રદેશમાં ભાજપા અને કોંગ્રેસ વચ્ચેની કાંટાની ટક્કર, આપ ખાતું પણ ખોલાવી શકશે નહીં
ઘરે આવતા જ નવી દૂલ્હન વોટ માંગવા નીકળી પડી
મહેન્દ્ર શુક્લાના મતે ગત ચૂંટણીમાં જનતાએ તેમને કોર્પોરેટર બનાવ્યો હતો અને તેમણે પોતાની ક્ષમતા પ્રમાણે જનતાને કરેલા વાયદા પૂરા કર્યા છે. આવામાં તે ઇચ્છે છે કે જનતા વચ્ચે ફરી એક વખત જઇને તેમની સેવા કરવાની તક માંગે. મહિલા સીટ હોવાના કારણે તે દાવેદારી કરી શકે તેમ ન હતા. જેથી તેમણે યોજના બનાવી કે જાન્યુઆરીમાં થનાર લગ્નને થોડા વહેલા કરી દીધા હતા અને ઘરે આવેલી નવી દૂલ્હન પ્રિયા શુક્લાને ઉમેદવાર બનાવી દીધી હતી. આ માટે તેમણે 2 ડિસેમ્બરે કોર્ટ મેરેજ કર્યા હતા અને હાલ પત્ની લોકો વચ્ચે વોટ માંગી રહી છે.