Ayodhya Ram Mandir : રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ‘આજ તક ન્યૂઝ ચેનલ’ને આપેલા ઈન્ટરવ્યુમાં વિપક્ષી પાર્ટીઓ પર જોરદાર પ્રહાર કર્યો છે. સીએમ યોગીએ કહ્યું કે આ કામ જે હવે થઇ રહ્યું છે, આ કામ પહેલા થવું જોઈતું હતું. અયોધ્યામાં ન્યાય અને સત્યની સ્થાપના થઈ રહી છે અને તેનો મહિમા પાછો ફરી રહ્યો છે. અયોધ્યા સાથે કેટલાક લોકોએ ભેદભાવ રાખ્યો હતો.
સીએમ યોગીએ કહ્યું કે કોંગ્રેસે 1989માં અયોધ્યાથી તેની ચૂંટણીની શરૂઆત કરી હતી. કોંગ્રેસે રામના નામે વોટબેંકની રાજનીતિ કરી છે. કોંગ્રેસને આ કાર્યક્રમમાં ભાગ લેવાથી કોણે અટકાવ્યા. મુખ્યમંત્રીએ કહ્યું કે અમારે એક સ્થાન માટે પુરાવો આપવા પડ્યા. અમે લોઅર કોર્ટ, હાઇ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં લડ્યા હતા. અંતમાં સુપ્રીમ કોર્ટે રામ મંદિરની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
‘રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમથી મોટું કોઈ ધર્માચાર્ય નથી’
શંકરાચાર્યના ના આવવા પર આવવા પર મુખ્યમંત્રીએ કહ્યું કે મંદિર ટ્રસ્ટે દરેક ધર્માચાર્યને આમંત્રણ મોકલ્યું છે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાથી મોટું કોઈ ધર્માચાર્ય નથી. યોગીએ કહ્યું કે આ શ્રેય લેવાનો પ્રસંગ નથી. અયોધ્યા તેના પ્રાચીન વૈભવ માટે ફરીથી સ્થાપિત થઇ રહી છે. અયોધ્યા હવે માત્ર શહેર નથી રહ્યું પરંતુ વિશ્વની સાંસ્કૃતિક રાજધાની છે. એક સવાલના જવાબમાં યોગીએ કહ્યું કે અમને ભગવાન પર પૂરો વિશ્વાસ હતો કે રામ મંદિર બનશે. મુખ્યમંત્રીએ કહ્યું કે જો ભગવામાં આટલું બધું આકર્ષણ હોય તો અમે ઇચ્છીએ છીએ કે આખો દેશ ભગવો બને.
આ પણ વાંચો – અયોધ્યા રામ મંદિર : અડવાણીની રથયાત્રામાં સામેલ થવા માંગતા ન હતા અટલ બિહારી વાજપેયી
ભાજપના રાજકીય કાર્યક્રમના આરોપ પર સીએમ યોગીએ શું કહ્યું?
અયોધ્યા કાર્યક્રમને રાજકીય કાર્યક્રમ ગણાવનાર રાહુલ ગાંધીના નિવેદન પર સીએમ યોગીએ વળતો પ્રહાર કર્યો છે. સીએમ યોગીએ કહ્યું કે કોંગ્રેસને આવા રાજકીય કાર્યક્રમ યોજવાથી કોણે રોક્યા. કોંગ્રેસે 1947થી લઈને અત્યાર સુધી દેશમાં લાંબા સમય સુધી સરકાર ચલાવી છે. તેઓએ આવી ઇવેન્ટ કેમ ન કરી. યોગીએ રાહુલ વિશે કહ્યું કે તેઓ 2004થી સાંસદ છે અને પાછળથી સરકાર ચલાવી રહ્યા છે, તે કોઇથી છૂપાયેલું નથી તો પછી રાહુલજીએ આવો કોઇ કાર્યક્રમ કેમ ન કર્યો. સીએમ યોગીએ કહ્યું કે તેઓ હંમેશાથી એવા કાર્યક્રમો કરતા રહ્યા છે જે ભારતના બંધારણનું અપમાન કરે છે. તેઓ સંસદમાં કાગળ ફાડવાના કાર્યક્રમો કરતા આવ્યા છે.
સીએમ યોગીએ કહ્યું કે આજે શહેરની અંદર ચાર માર્ગીય રસ્તો છે. શહેરમાં આજે સારી સુવિધાઓથી સજ્જ રેલવે સ્ટેશન છે, જે એક સમયે માત્ર નેરોગેજ રેલવે લાઇન ધરાવતું સ્ટેશન હતું. આજે અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તૈયાર છે. સીએમ યોગીએ કહ્યું કે 10 વર્ષ પહેલા કોઈએ કલ્પના પણ ન હતી કરી કે આ શહેરમાં આટલો વિકાસ થશે. સાથે જ સીએમ યોગીએ કહ્યું કે સરયૂ નદી પર જે પહેલાની સરકારો ફાયર કરતી હતી, આજે અમે ત્યાં ક્રૂઝ ચલાવ્યું છે.
‘અયોધ્યા આંદોલનમાં 3 લાખ રામ ભક્તો શહીદ થયા’
મુખ્યમંત્રીએ અયોધ્યા આંદોલનનો ઉલ્લેખ કરતા કહ્યું કે રામ મંદિરને લઈને આ આંદોલન 1528થી 2019 સુધી ચાલ્યું હતું આ સમયગાળા દરમિયાન 76 આંદોલનો થયા હતા. આ આંદોલનોમાં લગભગ ત્રણ લાખ રામ ભક્તો શહીદ થયા હતા. સીએમે યોગીએ કહ્યું કે હું રામ મંદિર આંદોલનનો માત્ર સૈનિક છું.