/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Ram-Mandir-opening-1.jpg)
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા - express photo
Ayodhya Ram Mandir Construction Companies: અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ યોજાશે. મંદિરનું નિર્માણ કાર્ય દિવસ-રાત તેજ ગતિએ ચાલી રહ્યું છે અને બાંધકામ કરનાર કંપની તેને વહેલી તકે પૂર્ણ કરવા પ્રયાસ કરી રહી છે. રામ મંદિર બનાવવાનું કામ દેશની સૌથી મોટી કન્સ્ટ્રક્શન કંપની એલ એન્ડ ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. મંદિરના નિર્માણની શરૂઆતથી, આ કંપનીના શેરની કિંમત દરરોજ નવી ઊંચી સપાટીને સ્પર્શી રહી છે.
L&Tના શેરમાં 275 ટકાનો ઉછાળો
સૌથી પહેલા વાત કરીએ L&T (Larsen and Toubro Ltd)ના શેર વિશે. છેલ્લા કેટલાક સપ્તાહથી શેરબજારમાં તેજી ચાલી રહી છે. પરંતુ રામ મંદિરનું નિર્માણ કાર્ય 5 ઓગસ્ટ 2020થી શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં 12 જાન્યુઆરી 2024 સુધી આ કંપનીના શેરમાં રોકાણકારોને અધધધ… 277 ટકાનું રિટર્ન આપ્યું છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Share-Market-Outlook.jpg)
41 મહિના પહેલા 5 ઓગસ્ટ 20220ના રોજ એલએન્ડટી શેરનો ભાવ 2100 રૂપિયા હતો, જે હાલ વધીને 3568 રૂપિયા થયો છે. એટલે કે આ કંપનીના શેરમાં રોકાણ કરનાર ઇન્વેસ્ટર્સને જંગી કમાણી થઇ છે.
આ પણ વાંચો | અયોધ્યા રામ મંદિરનો પ્રસાદ ઘરે બેઠા ફ્રી મંગાવો, જાણો કેવી રીતે કરવું ઓનલાઇન બુકિંગ
ટેન્ટ સિટી બનાવનાર પ્રવેગના શેરમાં તોફાની તેજી
અયોધ્યામાં ટેન્ટ સિટી બનાવી રહેલી ગુજરાતી કંપની પ્રવેગની વાત કરીએ તો આ કંપનીનો શેર 30 ડિસેમ્બર, 2022ના રોજ રૂ. 240 હતો. આ કંપનીના શેર એક વર્ષમાં 390 ટકા વધ્યા છે. આ કંપનીના શેરનો ભાવ 12 જાન્યુઆરી, 2024ના રોજ 1129 રૂપિયા હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us