(Lalmani Verma) Ayodhya Ram Temple: અયોધ્યા તીર્થયાત્રા પર આવી રહેલા ભક્તોને રામ મંદિર અને ભગવાન શ્રીરામના દર્શન ઉપરાંત ત્યાંના કેટલાક દ્રશ્ય પોતાની તરફ ખેંચી લાવે છે. અયોધ્યા રામ મંદિરની પાસે ચાર એકરના રામસેવકપુર પરિસરમાં મેટલ શેડની નીચે અમુક સ્થળ એવા છે, જ્યારે પહોંચીને ભક્તો માથુ નમાવી પ્રણામ કરી રહ્યા છે અને આર્શીવાદ લે છે. તે દેશ-વિદેશના અલગ-અલગ ખૂણેથી લાવવામાં આવેલા આ પથ્થરોના આઠ ટુકડા છે, જે ભક્તો માટે રામ લાલાની મૂર્તિની જેમ પવિત્ર છે. આ પત્થરો રામ લલ્લાની મૂર્તિના નિર્માણ માટે લાવવામાં આવ્યા હતા, જો કે બાદમાં મૈસુરના શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવેલી 51 ઈંચ ઊંચી પ્રતિમાને પસંદ કરવામાં આવી હતી.
રામસેવકપુરમનું સંચાલન વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા કરવામાં આવે છે. અગાઉ તે ગુલાબી પત્થરોનું કટિંગ અને કોતરણી કરવાની કાર્યશાળા હતી. આ કોતરેલા પથ્થરોનો રામ મંદિરમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. રામ જન્મભૂમિ અને હનુમાન ગઢીના દર્શન કર્યા બાદ ભક્તો રામસેવકપુરમ પણ પહોંચી રહ્યા છે. મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓનું એક જૂથ શુક્રવારે બપોરે રામસેવકપુરમ પહોંચ્યું ત્યારે સ્થાનિક માર્ગદર્શક વિમલ કુમાર તેમને શાલિગ્રામની છ ફૂટ ઊંચી “દેવશિલા” પર લઈ ગયા. આને નેપાળથી ફેબ્રુઆરીમાં રામ લલ્લાની મૂર્તિ માટે લાવવામાં આવી હતી.
તે આઠ શિલામાંથી એક છે – બે નેપાળના ગલેશ્વર ધામમાંથી અને ત્રણ રાજસ્થાન અને કર્ણાટકમાંથી લાવવામાં આવી હતી. ભક્તોએ આ શિલાની પરિક્રમા કરી, ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા અને “દાનપત્ર” (દાન પેટી)માં થોડી રોકડ પણ નાંખી. શિલાઓ વિશે પોતાની લાગણી વ્યક્ત કરતા, રાજસ્થાનના સીકરથી આવેલા અમનરામે કહ્યું, “મેં સાંભળ્યું હતું કે શાલિગ્રામ પથ્થરો અહીં રામસેવકપુરમ લાવવામાં આવ્યા છે. આ તમામ પથ્થરો પવિત્ર છે. હું રામ મંદિરની અંદર રામ લલ્લાની મૂર્તિને ક્યારેય સ્પર્શ કરી શકીશ નહીં, પરંતુ મૂર્તિઓ બનાવવા માટે લાવવામાં આવેલા શિલાઓને હું સ્પર્શ કરી શકું છું.
ઉત્તર પ્રદેશના મહોબાના અન્ય એક ભક્ત રજનીશ પાંડેએ તેમના કપાળ પર દેવશિલાનો સ્પર્શ કર્યો અને કહ્યું, “રામ વિષ્ણુનો અવતાર હતો અને શાલિગ્રામને વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી હું અહીં શાલિગ્રામ અને અન્ય શિલાની પૂજા કરવા આવ્યો છું. મુંબઈના બજરંગ દળના કાર્યકર પ્રકાશ બહેવાલે કહ્યું, “આ શિલાઓ પૂજનીય છે કારણ કે તે ભગવાન રામ માટે છે.” બહેવાલે દાવો કર્યો હતો કે તેઓ 1989માં કાર સેવક તરીકે પહેલીવાર અયોધ્યા આવ્યા હતા.
તેમણે ભૂતકાળને યાદ કરતા કહ્યું કે, તે સમયે કારસેવકોની ધરપકડ કરવા માટે ચારે બાજુ પોલીસ હતી. આજે અહીયા પોલીસ કર્મચારીઓ અમારું માર્ગદર્શન કરી રહ્યા છે. 1989માં ધરપકડથી બચવા માટે અમે છુપાઇ ગયા હતા. આજે હું એ જ અયોધ્યામાં ગર્વથી ફરી રહ્યો છું. આ પરિવર્તન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પ્રયત્નોથી આવ્યું છે.
એક સ્થાનિક વિહિપ નેતાએ જણાવ્યું હતું કે ફેબ્રુઆરી અગાઉ શિલાઓને ખુલ્લામાં રાખવામાં આવી હતી, પરંતુ જ્યારે ભક્તો આવવા લાગ્યા ત્યારે એક શેડ બનાવવામાં આવ્યો. તેમણે કહ્યું કે, અહીં દરરોજ લગભગ 15,000 શ્રદ્ધાળુઓ આવે છે. જ્યારે રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થશે ત્યારે આ શિલાઓને રામજન્મભૂમિ પર લઈ જવામાં આવશે. શિલાની પૂજા કરવાના કારણ અંગે તેમણે કહ્યું કે તે રામલલાની મૂર્તિ માટે લાવવામાં આવી હતી.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે યાત્રાળુઓ માટે બેઠકોની વ્યવસ્થા કરી છે, જ્યારે ઉત્તર પ્રદેશ સરકાર રામસેવકપુરમ સંકુલની અંદર એક મફત તબીબી શિબિર ચલાવી રહી છે, અને વિહિપ આ શિબિરની મુલાકાત લેનારાઓને ચા અને નાસ્તો આપે છે.
નેપાળના જનકપુરથી એક સપ્તાહ લાંબી 1,000 કિલોમીટરની સડક યાત્રા બાદ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં બે શાલિગ્રામ શિલા અયોધ્યા લાવવામાં આવી હતી.નેપાળના જાનકી મંદિરના પૂજારીઓએ આ શિલાઓ ટ્રસ્ટના અધિકારીઓને સોંપી હતી. આ પ્રસંગે 51 પૂજારીઓએ ભક્તોની ભારે ભીડ વચ્ચે પૂજા વિધિ કરી હતી. જાનકી મંદિરના પૂજારી રામ તપેશ્વર દાસ અને નેપાળના ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન બિમલેન્દ્ર નિધિએ શાલિગ્રામ શિલાન ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયને શિલાઓ સોંપી હતી.