/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/ram-mandir.jpg)
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા વર્ષે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે ( તસવીર @ShriRamTeerth)
Ayodhya Ram Mandir Inauguration Date : વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા વર્ષે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભક્તો માટે મંદિર ખોલવામાં આવશે. બીજી તરફ ધન્નીપુરમાં મસ્જિદનું નિર્માણ કાર્ય હજુ સુધી શરૂ થયું નથી, જેના કારણે મુસ્લિમ સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. ઇન્ડિયન મુસ્લિમ લીગના અધ્યક્ષ મોહમ્મદ ઇસ્માઇલ અંસારીએ પીએમ મોદીને વિનંતી કરી છે કે મસ્જિદનું નિર્માણ જે અટકેલું છે તેને આગળ વધારી દે.
બીજી તરફ જમિયતે કહ્યું છે કે વડાપ્રધાને કોઇ પણ ધાર્મિક સમારોહમાં ભાગ ન લેવો જોઇએ. અગ્રણી મુસ્લિમ સંગઠન જમિયત ઉલેમા-એ-હિંદે શુક્રવારે કહ્યું કે પીએમ મોદીએ અયોધ્યા અથવા કોઈ પણ સ્થળે આયોજિત ધાર્મિક સમારોહમાં ભાગ લેવો જોઈએ નહીં. મૌલાના મહમૂદ મદનીની આગેવાની હેઠળની જમિયતની આ ટિપ્પણી તે સમયે આવી છી જ્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા બુધવારે અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ સમારોહ માટે વડા પ્રધાન મોદીને આમંત્રણ આવ્યું છે. આ સમારોહ 22 જાન્યુઆરી થશે.
અયોધ્યા વિવાદમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય યોગ્ય નથી
જમિયત તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં મહમૂદ મદનીએ કહ્યું કે અમે સ્પષ્ટ રીતે કહેવા માંગીએ છીએ કે અયોધ્યા વિવાદમાં સુપ્રીમ કોર્ટ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને અમે યોગ્ય માનતા નથી. ચુકાદા પછી તરત જ અમે અમારી સ્થિતિ સ્પષ્ટ કરી દીધી કે તે ખોટા માહોલમાં અને ખોટા સિદ્ધાંતોના આધારે આપવામાં આવ્યો છે, જે કાનૂની અને ઐતિહાસિક તથ્યોની પણ વિરુદ્ધ છે.
આ પણ વાંચો - પીએમ નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજર રહેશે, આમંત્રણનો સ્વીકાર કર્યો
મદનીએ કહ્યું કે આવામાં દેશના વડાપ્રધાને કોઈ પણ પૂજા સ્થળના સમારોહમાં બિલકુલ ન જવું જોઈએ. ધાર્મિક વિધિઓ રાજકીય હસ્તક્ષેપથી મુક્ત હોવી જોઈએ અને તે ધાર્મિક લોકો દ્વારા થવી જોઈએ. તેમણે પોતાના સંગઠનના કાર્યકર્તાઓને સલાહ આપી કે તેઓ બેજવાબદાર નિવેદનો ન આપે. જમિયતના એક કાર્યકર્તાએ કહ્યું હતું કે પીએમ મોદીએ અયોધ્યામાં મસ્જિદના ઉદ્ધાટન કાર્યક્રમમાં પણ ભાગ લેવો જોઈએ.
ઈકબાલ અંસારીએ કરી પીએમ મોદી પાસે માંગણી
બાબરી મસ્જિદ કેસમાં મુખ્ય પક્ષકાર રહેલા ઇકબાલ અંસારીએ મસ્જિદના નિર્માણમાં વિલંબ માટે મસ્જિદ ટ્રસ્ટને જવાબદાર ઠેરવ્યું છે. તેમણે કહ્યું કે સરકારે જમીન આપી છે પરંતુ ટ્રસ્ટીઓએ તેને પોતાની સંપત્તિ માની લીધી છે અને આજ સુધી કોઈ કામ શરૂ કર્યું નથી. અંસારીએ કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય અંતિમ ચરણમાં છે અને વડાપ્રધાન પ્રાણ પ્રતિષ્ઠા માટે આવી રહ્યા છે. જોકે મસ્જિદ માટે કોઇ એક ઈંટ પણ રાખવા માટે કોઈ તૈયાર નથી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us