Ayodhya Ram Mandir : અયોધ્યા રામ મંદિરમાં બિરાજમાન થયા રામ લલ્લા, દિવ્ય – ભવ્ય મૂર્તિના કરો દર્શન

અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા વિધિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્ણ થઇ. 500 વર્ષ બાદ રામ લલ્લા મંદિરમાં બિરાજમાન થયા. દેશભરમાં રામોત્સવ ઉજવાયો છે. વાંચો અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના પળે પળના લેટેસ્ટ ન્યૂઝ અપડેટ

Written by Ajay Saroya
Updated : February 26, 2024 19:07 IST
Ayodhya Ram Mandir : અયોધ્યા રામ મંદિરમાં બિરાજમાન થયા રામ લલ્લા, દિવ્ય – ભવ્ય મૂર્તિના કરો દર્શન
અયોધ્યા રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઇ છે. (Photo - Social Media)

Ayodhya Ram Mandir Pran Pratishtha Highlights: અયોધ્યા રામ મંદિરમાં આજે 22 જાન્યુઆરી, 2024 સોમવારના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં અયોધ્યા રામ મંદિરનો ભવ્ય કાર્યક્રમ યોજાયો છે. લગભગ 500 વર્ષ બાદ રામ લલ્લા તંબુમાંથી હવે મંદિરમાં બિરાજમાન થયા છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇ દેશભરમાં દિવાળી જેવો માહોલ છે. ભારત ઉપરાંત વિદેશમાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇ ઉત્સવે જેવો માહોલ છે. ભારતના દરેક રાજ્ય, જિલ્લા, શહેર અને ગામ પ્રભુ રામના આગમન માટે સુંદર રીતે શણગારવામાં આવ્યા છે. દરેકને એ જ ક્ષણનો ઇતેંજાર છે ‘રામ આયેંગે’. અહીંયા તમને અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના પળે પળના લેટેસ્ટ લાઇવ ન્યૂ અપડેટ મળશે

Ayodhya Ram Mandir Pran Pratishtha Live | Ayodhya Ram Mandir Pran Pratishtha Live Updates | Ayodhya Ram temple | Ram temple Ayodhya | Ram Lalla Photo
Ayodhya Ram Mandir: અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. (Photo – Social media)

Live Updates

નેપાળના જનકપુરમાં પણ દિવાળીની જેમ ઉજવણી કરવામાં આવી હતી

અયોધ્યામાં સરયુ ઘાટ પર દીપ પ્રગટાવવામાં આવ્યા

પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના નિવાસસ્થાને દિપ પ્રગટાવ્યા હતા

Ram Mandir Live Updates: રામ લલ્લા હવે તંબુમાં નહીં રહે, દિવ્ય મંદિરમાં રહેશે - મોદી

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ સભાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આપણા રામ આવી ગયા છે. હવે આપણા રામ લલ્લા તંબુમાં નહીં રહે. આપણા રામ લલ્લા દિવ્ય મંદિરમાં રહેશે.

Ram Mandir Live Updates: હમારે પ્રભુ રામ આ ગયે હૈ - પીએમ મોદી

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભાને સંબોધિત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પ્રવચનની શરૂઆત સિયાવર રામચંદ્ર કી જયના ઘોષ સાથે કરી હતી. તેમણે કહ્યું કે, હમારે પ્રભુ રામ આ ગયે હૈ.

Ram Mandir Live Updates: રામ લલ્લાની સાથે ભારતનો આત્મ સમ્માન પરત આવ્યો છે : ભાગવત

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ આરએસએસ વડા મોહન ભાગવતે સભાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે, સમગ્ર દેશમાં ઉત્સાહ છે. રામ લલ્લાનીસાથે ભારતનો આત્મ સમ્માન પરત મળ્યો છે. હવે રામ રાજ્ય આવશે.

Ram Mandir Live Updates: મંદિર ત્યાં જ બન્યું, જ્યાં સંકલ્પ લીધો હતો - યોગી આદિત્યનાથ

Lazy Load Placeholder Image

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે, રામ મંદિર ત્યાં જ નિર્મિત થયું છે જ્યા બનાવવાનો સંકલ્પ લેવાયો હતો.

માત્ર મૂર્તિની નહીં, દેશની અસ્મિતા, સ્વાભિમાન અને આત્મવિશ્વાસની પ્રતિષ્ઠા થઇ

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ મહેમાનોને સંબોધવામાં આવ્યા હતા. કાર્યક્રમને સોબંધિત કરતા અયોધ્યાના ગોવિંદ દેવજી મહારાજે કહ્યું કે, તે માત્ર મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા નથી, દેશની અસ્મિતા, સ્વાભિમાન અને આત્મવિશ્વાસની પ્રતિષ્ઠા થઇ છે.

Ram Mandir Live Updates: રામ લલ્લાને મોદીએ દંડવત પ્રણામ કર્યા

Lazy Load Placeholder Image

અયોધ્યા રામ મંદિરમાં રામ લલ્લાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દંડવત પ્રણામ કર્યા હતા.

Ram Mandir Live Updates: પીએમ મોદીએ રામ લલ્લાની આરતી કરી

અયોધ્યા રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઇ ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ લલ્લાની આરતી કરી હતી. તેમની સાથે આરએસએસના વડા મોહન ભાગવતે પણ પ્રભુ રામની આરતી કરી હતી.

Lazy Load Placeholder Image

Ram Mandir Live Updates: રામ લલ્લાના પાવન ચરણ કમળ

અયોધ્યા રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઇ ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ લલ્લાની ચરણ પૂજા કરી હતી.

Lazy Load Placeholder Image

Ram Mandir Live Updates: અયોધ્યા રામ મંદિરમાં બિરાજમાન થયા રામ લલ્લા...

Lazy Load Placeholder Image

અયોધ્યા રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઇ ગઇ છે. શ્યામ વર્ણમાં નિર્મિત રામ લલ્લાની સુવર્ણ વેશાભૂષામાં દિવ્ય અલૌકીક મૂર્તિ જોઇને દેશવાસીઓ ગદગદ થયા.

Ram Mandir Live Updates: રામ લલ્લાની અલૌકીક મૂર્તિના દર્શન કરો.

અયોધ્યા રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઇ ગઇ છે. રામ લલ્લાની સુવર્ણ વેશાભૂષ ધારણ કરેલી અદભૂક અલૌકીક મૂર્તિના દર્શન કરો.

Lazy Load Placeholder Image

Ram Mandir Live Updates: રામ મંદિરના ગર્ભગૃહમાં પીએમ મોદી સાથે 4 વ્યક્તિઓ હાજર

અયોધ્યા રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ શરૂ થઇ ગઇ છે. રામ મંદિરના ગર્ભગૃહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ કરવામાં આવી રહી છે. આ દરમિયાન પીએમ મોદી સહિત ચાર વ્યક્તિઓ જ ગર્ભગૃહમાં હાજર છે. જેમાં આરએસએસના વડા મોહન ભાગવત, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, સીએમ યોગી આદિત્યનાથ અને રામ મંદિર ટ્રસ્ટના મુખ્ય પૂજારી છે.

Lazy Load Placeholder Image

Ram Mandir Live Updates: પીએમ મોદી દ્વારા રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા શરૂ

અયોધ્યા રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ શરૂ થઇ ગઇ છે. રામ મંદિરના ગર્ભગૃહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ કરવામાં આવી રહી છે. આ દરમિયાન તેમની સાથે આરએસએસના વડા મોહન ભાગવત છે.

Lazy Load Placeholder Image

Ram Mandir Live Updates: પીએમ મોદી હાથમાં છત્ર લઇ રામ મંદિરમાં પ્રવેશ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે હાથમાં ચાંદીનું છત્ર લઇને મંદિરમાં પ્રવેશ કર્યો હતો. શંખની મંગળ ધ્વનીનાદના ભક્તિમય માહોલમાં પીએમ મોદીએ મુરલી દ્વારથી રામ મંદિરમાં પ્રવેશ કર્યો હતો.

Lazy Load Placeholder Image

Ram Mandir Live Updates: અયોધ્યામાં આજે સરયુ ઘાટ પર દીપોત્સવ, દેશભરમાં દિવાળી ઉજવાશે

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ આજે સાંજે સરયુ ઘાટ પર દીપોત્સવ ઉજવાશે. દેશભરમાં દિવાળીની ઉજવણી કરવામાં આવશે.

પીપળના પાન પર અયોધ્યા રામ મંદિર અને રામ-સીતા - લક્ષ્મણની છબી

રાજસ્થાનના પાલી જિલ્લાના એક કલાકાર શ્રવણ કુમારે પીપળના પાન પર અયોધ્યાના રામ મંદિરની છબી કંડારી છે. તેમજ રામાયણ સિરિયલમાં રામ, સીતા અને લક્ષ્મણની ભૂમિકા ભજવનાર કલાકારોની આબેહૂબ છબી કોતરી છે.

Ram Mandir Live Updates: મુકેશ અંબાણી અને નીતા અંબાણી રામ મંદિર પહોંચ્યા

ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવા અયોધ્યા પહોંચી ગયા છે.

Ram Mandir Live Updates: અયોધ્યાનું આકાશમાં નયનરમ્ય દ્રશ્ય

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇ સમગ્ર અયોધ્યા સ્વર્ગ સમાન સજાવવામાં આવી છે. ધર્મ નગરી અયોધ્યાનું આકાશમાં નયનરમ્ય દ્રશ્ય

અહીં જુઓ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું લાઇવ પ્રસારણ

ભારત ભરમાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર આ પ્રસંગનું લાઈવ પ્રસારણ બતાવવામાં આવી રહ્યું છે. તો જોઈએ તમે પણ કેવી રીતે આ પ્રસંગના લાઈવ સાક્ષી બની શકો છો.

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું લાઇવ પ્રસારણ જોવા અહીં ક્લિક કરો: –

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ ટેલિકાસ્ટ

Lazy Load Placeholder Image

Ram Mandir Live Updates: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું Live પ્રસારણ રોકવા મામલે તમિલનાડુ સરકારને સુપ્રીમ કોર્ટની ફટકાર

સુપ્રીમ કોર્ટે સોમવાર તમિલનાડુ સરકારને નોટિસ ઇશ્યૂ કરીને કહ્યું કે, રામ મંદિર ઉદઘાટનનું લાઇવ ટેલિકાસ્ટને રોકી શકાય નહીં. સર્વોચ્ચ અદાલતમાં એક અરજી દાખલ કરાઇ હતી. જેમાં આક્ષેપ કરાયો હતો કે, દ્રુમુકના નેતૃત્વવાળી સરકારે કથિત રીતે તમિલનાડુમાં પ્રાણ પ્રતિષ્ઠાના લાઇવ ટેલિકાસ્ટ પર પ્રતિબંધ મૂક્યો છે.

પ્રભુ રામના આગમનનો અમદાવાદમાં ઉલ્લાસ

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇ સમગ્ર અમદાવાદમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ભવ્ય કળશ સાથે શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. તો અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં બાળકી દ્વારા સ્ટેજ ઉપર તલવાર બાજીની રજૂઆત કરવામાં આવી હતી. (Photo – Express photo by Nirmal Harindran)

Lazy Load Placeholder Image

Ram Mandir Live Updates: સમગ્ર દેશ આસ્થા અને ભક્તિના સાગરમાં ડુબીને 'રામમય' બન્યું - યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે અયોધ્યા પહોંચ્યા છે. સીએમ યોગીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગરિમામયી ઉપસ્થિતિમાં રામ લલ્લાના નૂતન વિગ્રહના પ્રાણ પ્રતિષ્ઠાનું અનુષ્ઠાન સંપન્ન થઇ રહ્યું છે અને સમગ્ર દેશ આસ્થા અને ભક્તિના સાગરમા ડુબી રામ મય થઇ ગયુ છે.

ભગવાન રામે બોલાવ્યા, અમારું સૌભાગ્ય - જેકી શ્રોફ

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવા ફિલ્મ કલાકારો પહોંચી રહ્યા છે. બોલીવુડ અભિનેતા જેકી શ્રોફે કહ્યું કે, ભગવાન રામે બોલાવ્યા, તે અમારું સૌભાગ્ય છે.

ઉદ્યોગપતિઓ - ફિલ્મ કલાકારો રામના શરણે, અમિતાભ બચ્ચન અને અનિલ અંબાણી પહોંચ્યા

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ઉદ્યોગપતિઓ અને ફિલ્મ કલાકારો પહોંચી રહ્યા છે. ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને ફિલ્મ એક્ટર અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન અયોધ્યા રામ મંદિર પહોંચ્યા છે.

મહેમાનો માટે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા 15 હજાર પ્રસાદના પેકેટ તૈયાર કરાયા

રામ મંદિર ટ્રસ્ટ તરફથી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આવનાર મહેમાનો આપવા માટે 15 હજાર પ્રસાદના પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આવનાર મહેમાનો માટે ખાસ પ્રસાદના પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. રામ મંદિર ટ્રસ્ટ દ્વારા 15 હજાર પ્રસાદના પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. રામ મંદિરના પ્રસાદ પેકેટમાં માવાના લડ્ડુ, ગોળની રેવડી, રામદાણાની ચિક્કી, અક્ષત, નાડાછડી, અક્ષત અને નાડાછડીનું ખાસ રીતે પેકેજિંગ કરવામાં આવ્યુ છે. આ પ્રસાદના પેકેટમાં ખાસ રીતે ભગવાન વિષ્ણુનું પ્રિય તુલસી પાન પણ હશે. પ્રસાદના પેકેટ પર પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની ભવ્યતાની ઝલક જોવા મળી રહી છે.

અમિત શાહ અયોધ્યા રામ મંદિર નહીં જાય

લાલ કૃષ્ણ અડવાણી બાદ હવે દેશના ગૃહ મંત્રી અમિત શાહ પણ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેશે નહીં. અમિત શાહ તેમના પરિવાર સાથે બિરલા મંદિરમાં હાજર રહેશે અને લગભગ 3 કલાક સુધી મંદિર કાર્યક્રમનું લાઇવ સ્ટ્રીમિંગ જોશે.

સીએમ યોગી રામ મંદિર પહોંચ્યા

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોદી આદિત્યનાથ રામ જન્મભૂમિ મંદિરે પહોંચ્યા છે.

રામોત્સવમાં રંગાયું ભારત, દેશભરના મંદિરમાં પૂજા-અર્ચના

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની દેશભરમાં ઉજવણી ચાલી રહી છે. આ ઐતિહાસિક સમયે દેશભરના મંદિરમાં વિવિધ પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. તેમાંય રામ મંદિર અને હનુમાન મંદિરોમાં ખાસ સુશોભન કરવામાં આવ્યું છે. સવારથી જ મોટી સંખ્યામાં લોકો રામ મંદિર – હનુમાન મંદિરમાં દર્શન કરવા પહોંચી રહ્યા છે. દિલ્હીના કનોટ પ્લેસ સ્થિતિ પ્રાચીન હનુમાન મંદિરમાં પૂજા – અર્ચના કરવામાં આવી હતી.

સંયુક્ત રાષ્ટ્રસભના અધ્યક્ષ રામ મંદિરમાં ભાગ લેશે

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવા દેશ – વિદેશથી મહેમાનોનું આગમન શરૂ થઇ ગયુ છે. રામ મંદિર ક્રાયક્રમમાં ભાગ લેવા સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ ડેનિસ ફ્રાંસિસ દિલ્હી આવી પહોંચ્યા છે.

લાલ કૃષ્ણ આડવાણી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં નહીં આવે, VIP મહેમાનોનું આગમન

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ શરૂ થઇ ગયો છે. દેશ વિદેશથી મહેમાનો આવી રહ્યા છે. જોકે ભાજપના દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં નહીં આવે. 96 વર્ષીય લાલ કૃષ્ણ અડવાણી નાદુરસ્ત તબિયત અને ભયંકર ઠંડીને કારણે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર ન રહેવાનો નિર્ણય લીધો છે.

અયોધ્યાના મહર્ષિ વાલ્મિકી એરપોર્ટ પર કડક સુરક્ષા વ્યવસ્થા

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઇ સમગ્ર અયોધ્યા શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા છે. અયોધ્યાના મહર્ષિ વાલ્મિકી એરપોર્ટ પર મહેમાનોનું આગમન શરૂ થઇ ગયુ છે. અયોધ્યા એરપોર્ટ પર કડક સુરક્ષા વ્યવસ્થા છે. મોટી સંખ્યામાં પોલીસ અને સૈન્ય ટુકડી તૈનાત કરવામાં આવી છે.

અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા માટે વિવિધ પૂજા- અનુષ્ઠાન અને હવન

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત 15 જાન્યુઆરીથી દરરોજ વિવિધ પૂજા, અનુષ્ઠાન અને હવન-યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે રામ લલ્લા બિરાજમાન થવાની સાથે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થશે.

પ્રભુ રામના સ્વાગત માટે અયોધ્યા સજ્જ, વીડિયોમાં જુઓ રામ મંદિરની સુંદરતા

લગભગ 500 વર્ષ બાદ રામ લલ્લા મંદિરમાં બિરાજમાન થશે. આ ઐતિહાસિકને વધાવવા માટે અયોધ્યા રામ મંદિરને સ્વર્ગની જેમ સજાવવામાં આવ્યું છે. જુઓ વીડિયો

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે અભિનેતાઓ અયોધ્યા આવવા રવાના

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં દેશ – વિદેશમાંથી 7000થી વધુ મહેમાનો અયોધ્યા આવી રહ્યા છે. જેમાં નેતાઓ, ઉદ્યોગપતિઓ ફિલ્મ એક્ટર, ક્રિકેટરો સહિત જાણીતા અને પ્રખ્યાત વ્યક્તિઓ આવશે. રામ મંદિર કાર્યક્રમમાં મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, અમિતાભ બચ્ચન, સચિન તેંદુલકર સહિત ઘણા મહાનુભાવો ઉપસ્થિત થશે.

નેપાળના જાનકી મંદિરમાં સુંદર સુશોભન

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની સાથે નેપાળના જનકપુરમાં પણ અનેરો ઉત્સાહનો માહોલ છે. નેપાળના જાનકી મંદિરને પણ સુંદર રીતે સુશોભિત કરવામાં આવ્યું છે. તમને જણાવી દઇયે નેપાળનું જનકપુર એ સીતા માતાનું જન્મસ્થળ માનવામાં આવે છે.

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇ દેશભરના મંદિરોને સજાવવામાં આવ્યા છે. મંદિરમાં પૂજા- અર્ચનાનું આયોજન કરવામાં આ્યું છે. આ દરમિયાન મધ્યપ્રદેશ સ્થિત ઓરછાના શ્રી રામ રાજા મંદિરમાં 5100 દીપક પ્રગટાવવામાં આવ્યા હતા. નોંધનિય છે કે, ઓરછાનું શ્રી રામ રાજા મંદિર બહુ પ્રખ્યાત મંદિર છે. અહીં પ્રભુ રામને ઓરછા નરશે પણ કહેવામાં આવ્યા છે.

સ્વર્ગથી પણ સુંદર અયોધ્યા નગરી

આજે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇ મંદિરમાં સુંદર સુશોભન કરવામાં આવ્યું છે. રામ મંદિર સહિત સમગ્ર અયોધ્યા નગરીને સ્વર્ગની જેમ શણગારવામાં આવી છે.

અમેરિકામાં ટાઇમ્સ સ્કેવર પર લડ્ડુ વહેંચવામાં આવ્યા

આજે અયોધ્યા રામ મંદિરમાં રામ લલ્લા બિરાજમાન થશે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇ દેશ સહિત વિદેશમાં પણ ઉત્સવનો માહોલ છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય કાર્યક્રમને લઇ અમેરિકાના ટાઇમ્સ સ્કેર પર ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ રામ મંદિરના સભ્યો દ્વારા લડ્ડુ વહેંચવામાં આવ્યા હતા.

અયોધ્યામાં 7000થી વધુ મહેમાનો આવશે

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં દેશ – વિદેશથી 7000થી વધુ મહેમાનો આવશે. જેમાં નેતાઓ, ઉદ્યોગપતિઓ ફિલ્મ એક્ટર, ક્રિકેટરો સહિત જાણીતા અને પ્રખ્યાત વ્યક્તિઓ આવશે. રામ મંદિર કાર્યક્રમમાં મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, અમિતાભ બચ્ચન, સચિન તેંદુલકર સહિત ઘણા મહાનુભાવો ઉપસ્થિત થશે.

રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો શુભ મુહૂર્ત

Lazy Load Placeholder Image

અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિશેષ શુભ મુહૂર્તમાં થઇ રહી છે. રામલલ્લાની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા માટે 22 જાન્યુઆરી, 2024 પોષ માસની બારસ તિથિના અભિજીત મુહૂર્ત, ઇન્દ્ર યોગ, મૃગશિરા નક્ષત્ર, મેષ લગ્ન અને વૃશ્ચિક નવાંશની પસંદગી કરવામાં આવી છે, જે 22 જાન્યુઆરીના રોજ બપોરે 12:29 વાગે 08 સેકન્ડથી 12.30 વાગે 32 સેકન્ડ સુધી રહેશે. એટલે કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે માત્ર 84 સેકન્ડનો શુભ મુહૂર્ત છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ