પીએમ મોદીએ સૂર્યોદય યોજનાની જાહેરાત કરી, 1 કરોડ ઘરો પર લાગશે રૂફટોપ સોલર

pradhan mantri suryoday yojana : અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાથી પરત ફરતા જ પીએમ નરેન્દ્ર મોદીએ મોટો નિર્ણય લીધો

pradhan mantri suryoday yojana : અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાથી પરત ફરતા જ પીએમ નરેન્દ્ર મોદીએ મોટો નિર્ણય લીધો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
pradhan mantri suryoday yojana, suryoday yojana, pm narendra modi

પીએમ નરેન્દ્ર મોદીએ સુર્યોદય યોજનાની જાહેરાત કરી (તસવીર - પીએમ નરેન્દ્ર મોદી ટ્વિટર)

pradhan mantri suryoday yojana : પીએમ નરેન્દ્ર મોદીએ સુર્યોદય યોજનાની જાહેરાત કરી છે. દરેક ઘર પર સોલર પેનલ બનાવવાની યોજના બનાવવામાં આવી છે. પ્રાણ પ્રતિષ્ઠાથી પરત ફરતા જ પીએમે મોટો નિર્ણય લીધો છે. તેમને તરફથી કહેવામાં આવ્યું કે અયોધ્યાથી પાછા ફર્યા પછી મેં પહેલો નિર્ણય લીધો છે કે અમારી સરકાર 1 કરોડ ઘરો પર રૂફટોપ સોલર સ્થાપિત કરવાના લક્ષ્ય સાથે 'પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના' શરૂ કરશે.

Advertisment

આ પહેલા પણ પીએમ મોદી દ્વારા ઘણી વખત સોલર પેનલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં સીએમ રહેતા તેમણે આ દિશામાં ઘણું કામ પણ કર્યું હતું. હવે તે યોજનાને મોટા સ્તરે લાગુ કરવાની તૈયારી છે. પીએમ મોદીએ આ વિશે એક્સ પર એક વિસ્તૃત પોસ્ટ લખી છે. તેમણે કહ્યું કે સૂર્યવંશી ભગવાન શ્રીરામના પ્રકાશથી વિશ્વનાં તમામ ભક્તોને હંમેશા ઊર્જા મળે છે. આજે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના પાવન પર્વ પર મારો સંકલ્પ વધુ મજબૂત થયો છે કે ભારતવાસીઓના ઘરની છત પર તેમની પોતાની સોલાર રૂફ ટોપ સિસ્ટમ હોય.

તેમણે કહ્યું કે અયોધ્યાથી પાછા ફર્યા પછી મેં પહેલો નિર્ણય લીધો છે કે અમારી સરકાર 1 કરોડ ઘરો પર રૂફટોપ સોલર સ્થાપિત કરવાના લક્ષ્ય સાથે "પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના" શરૂ કરશે. તેનાથી ગરીબ અને મધ્યમ વર્ગના વીજળી બિલમાં ઘટાડો તો થશે જ સાથે સાથે ભારતને ઉર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર પણ બનાવશે.

Advertisment

આ પણ વાંચો - રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પછી પીએમ નરેન્દ્ર મોદીને મંચ પરથી ચરણામૃત કેમ પીવડાવ્યું?

અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પછી પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ભગવાન રામ ભારતનાં બંધારણની પ્રથમ પ્રતિમાં બિરાજમાન છે. બંધારણ અસ્તિત્વમાં આવ્યા પછી પણ દાયકાઓ સુધી ભગવાન શ્રી રામના અસ્તિત્વ માટે કાનૂની લડત ચાલી રહી હતી. હું ભારતના ન્યાયતંત્રનો આભાર વ્યક્ત કરવા માંગુ છું, જેણે ન્યાયની લાજ રાખી લીધી.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે હું આજે ભગવાન શ્રી રામની પણ માફી માંગુ છું. આપણી મહેનત, ત્યાગ અને તપસ્યામાં કેટલી ઉણપ રહી હશે કે આપણે આટલી સદીઓ સુધી આ કામ ન કરી શક્યા. આજે તે ઉણપ પૂરી થઈ ગઈ છે. હું માનું છું કે ભગવાન રામ આજે આપણને ચોક્કસ માફ કરશે.

નરેન્દ્ર મોદી દેશ PM Narendra Modi