Ram Mandir Ayodhya Inauguration: અયોધ્યા રામ મંદિરના કાર્યક્રમ માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે, દરેક જગ્યાએ દીપોત્સવ મનાવવામાં આવી રહ્યો છે, દિવાળી જેવો માહોલ છે. આ સમયે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ અંગે બધી માહિતી બહાર આવતા સામાન્ય માણસ મુંઝવણમાં મુકાઈ ગયો છે. આ કારણે અમે તમને સરળ ભાષામાં એક જ જગ્યાએ તમામ માહિતી આપી રહ્યા છીએ. શું, શા માટે, કેવી રીતે, ક્યારે… દરેક સવાલનો જવાબ તમને અહીં મળશે.
સવાલ: 22મી તારીખે જ પ્રાણ પ્રતિષ્ઠા કેમ કરવામાં આવી રહી છે?
જવાબ: હિંદુ ધર્મ પ્રમાણે અભિજિત મુહૂર્તમાં ભગવાન રામનો જન્મ થયો હતો. મોટી વાત એ છે કે આ વખતે 22 જાન્યુઆરીએ અભિજીત મુહૂર્તનો સંયોગ બનતો જણાય છે. આ કારણે આ દિવસે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે.
સવાલ: પૂજાની શરૂઆત કયા સમયે થશે?
જવાબ: રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની શરૂઆત બપોરે 12.20 વાગ્યે શરૂ કરવામાં આવશે. ત્યાં 12.29 મિનિટ 8 સેકન્ડથી લઈને 12.30 મિનિટ 32 સેકન્ડ સુધીનું મુહૂર્ત ખાસ રહેવાનું છે.
સવાલ: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે રજા જાહેર?
જવાબ: દિલ્હી, હરિયાણા, ત્રિપુરા, રાજસ્થાન, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ગોવા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિશા, ચંદીગઢ, ગુજરાતમાં રજા રહેશે. મોટાભાગના રાજ્યોમાં સરકારી કર્મચારીઓને અડધો દિવસનો સમય આપવામાં આવ્યો છે.
સવાલ: કયા રાજ્યોમાં રામ મંદિરના કાર્યક્રમને લઇને રજા નથી?
આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, બિહાર, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, પંજાબ, સિક્કિમ, તમિલનાડુ, ત્રિપુરા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, આંદામાન અને નિકોબાર (યુટી), દાદરા નગર હવેલી અને દમણ અને દીવ (યુટી), લદ્દાખ (યુટી), લક્ષદ્વીપ (યુટી), પુંડુચેરી (યુટી) એ રજા પર કોઈ નિર્ણય લીધો નથી.
સવાલ: શું રામ મંદિરનો પ્રસાદ ક્યાંય મળી રહ્યો છે?
જવાબ: અત્યાર સુધી ક્યાંય રામ મંદિરનો પ્રસાદ આપવામાં આવતો નથી. એક વેબસાઈટે ચોકકસ દાવો કર્યો હતો કે તેને ત્યાંથી રામ મંદિરનો પ્રસાદ મળશે. પરંતુ મંદિર ટ્રસ્ટે તેને ફગાવી દીધો છે.
આ પણ વાંચો – રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં યજમાન બનશે આ કપલ, દેશભરમાં 15 જોડીઓની પસંદગી કરી
સવાલ: શું પીએમ મોદી સંબોધિત કરશે?
જવાબ: હા, પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે પીએમ મોદીનું સંબોધન પણ થવાનું છે.
સવાલ: આ કાર્યક્રમમાં કયા કયા બોલિવૂડ સેલેબ્સ જોવા મળશે?
જવાબ: આ કાર્યક્રમમાં અમિતાભ બચ્ચન, માધુરી દીક્ષિત, આયુષ્માન ખુરાના, વિકી કૌશલ, કેટરિના કૈફ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અનુપમ ખેર જેવા અનેક સ્ટાર્સ દેખાવાના છે.
સવાલ: કઇ પાર્ટીઓએ ઇવેન્ટમાં ભાગ લેવાની ના પાડી?
જવાબ: કોંગ્રેસ, એનસીપી, આમ આદમી પાર્ટી, લેફ્ટ, ટીએમસી, જેએમએમ, આરજેડી, જેડીયુ, ડીએમકે, એઆઇએડીએમકે જેવા અન્ય ઘણા પ્રાદેશિક પક્ષો આ કાર્યક્રમમાં આવી રહ્યા નથી.
સવાલ: આ કાર્યક્રમમાં કયા કયા મુસ્લિમ નેતાઓ ભાગ લેશે?
જવાબ: માત્ર એક મુસ્લિમ નેતાને જ આમંત્રણ આપવામાં આવ્યું છે – ઇકબાલ અન્સારી, તેઓ મંદિર આંદોલન દરમિયાન મુસ્લિમ પક્ષના પક્ષકાર હતા.
સવાલ: શું આ મહિનાની 22 તારીખથી સામાન્ય લોકો માટે રામ મંદિર ખોલવામાં આવશે?
જવાબ: ના, 22મીએ સામાન્ય લોકો માટે રામ મંદિર ખોલવામાં આવશે નહીં. બીજા દિવસથી લોકો રામ મંદિરના દર્શન કરવા જઈ શકે છે.
સવાલ: દર્શન મફત થશે કે પછી કોઈ ચાર્જ રહેશે ?
જવાબ: તમારે કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં. મંદિર ટ્રસ્ટ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે રામ મંદિર દર્શન નિ:શુલ્ક થશે.
સવાલ: શું રાષ્ટ્રપતિ પણ રામ મંદિરના કાર્યક્રમમાં ભાગ લેશે?
જવાબ: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને આમંત્રણ આપવામાં આવ્યું છે, તે આવશે છે કે નહીં, તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
સવાલ: રામલલાની ભવ્ય પ્રતિમા કોણે બનાવી?
જવાબ: કર્ણાટકના અરૂણ યોગીરાજે રામ લલ્લાની નવી પ્રતિમા બનાવી છે. તેમનો આખો પરિવાર ઘણા દાયકાઓથી આ વ્યવસાય સાથે જોડાયેલો છે.
સવાલ: રામ મંદિર ટ્રસ્ટને કેટલું દાન મળ્યું છે?
જવાબ: અત્યાર સુધીમાં 3,500 કરોડ રૂપિયા દાનના રૂપમાં મળ્યા છે. વધુમાં વધુ દાન રાજસ્થાનથી આવ્યું હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે.
રામ મંદિર અંગે તમામ લેટેસ્ટ અપડેટ જાણો
સવાલ: શું કાર્યક્રમનું લાઇવ સ્ટ્રીમિંગ થશે?
જવાબઃ હા, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. ડીડી ન્યૂઝ અને બીજી ઘણી ચેનલોનું પ્રસારણ પણ થશે.