Ayodhya Ram Mandir Ceremony : અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનો 22 જાન્યુઆરીએ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાવાનો છે. આ માટે આખા દેશમાં એક અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. આ સમારોહની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. ભગવાન રામલલાનો અભિષેક પીએમ મોદી કરશે. આ દરમિયાન ગર્ભગૃહમાં પીએમ મોદી ઉપરાંત ચાર લોકો હાજર રહેશે.
22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં અનેક રાજકીય નેતાઓ, ઉદ્યોગપતિઓ, રમતવીરો અને સેલેબ્રિટીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આમંત્રિતોની સૂચિમાં ભારત અને વિદેશના લગભગ 6,000 મહેમાનો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા 6 હજારથી વધુ લોકોને આ આમંત્રણ પત્રિકાઓ મોકલવામાં આવી છે.
અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહ માટે વૈદિક વિધિ મુખ્ય વિધિના એક અઠવાડિયા પહેલા 16 જાન્યુઆરીથી શરૂ થશે. વારાણસીના પૂજારી લક્ષ્મીકાંત દીક્ષિત 22 જાન્યુઆરીએ મુખ્ય વિધિ કરશે. 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી અયોધ્યા અમૃત મહોત્સવ ઉજવશે.
આ પણ વાંચો – અયોધ્યા રામ મંદિરમાં અત્યાર સુધીમાં કેટલું મળ્યું દાન, પહેલો માળ માત્ર વ્યાજના પૈસાથી જ થયો તૈયાર
આ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે?
રાજકારણીઓ
ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી, ભાજપના મુરલી મનોહર જોશી, કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, બિહારના સીએમ નીતિશ કુમાર, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહ, કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરી, પૂર્વ પીએમ એચડી દેવગૌડા, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સવાદી), હિમાચલ પ્રદેશના મંત્રી વિક્રમાદિત્ય સિંહ.
રમતવીરો
વિરાટ કોહલી, સચિન તેંડુલકર.
બોલિવૂડ સેલિબ્રિટીઓ
અમિતાભ બચ્ચન, માધુરી દીક્ષિત, રજનીકાંત, અક્ષય કુમાર, અનુપમ ખેર, ચિરંજીવી, સંજય લીલા ભણસાલી, ધનુષ, મોહનલાલ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, રિષભ શેટ્ટી, કંગના રનૌત, મધુર ભંડારકર, ટાઇગર શ્રોફ, અજય દેવગણ, પ્રભાસ, યશ, સની દેઓલ, આયુષ્માન ખુરાના, અરુણ ગોવિલ, દીપિકા ચિખલિયા ટોપીવાલા, મધુર ભંડારકર, જેકી શ્રોફ.
ઉદ્યોગપતિઓ
મુકેશ અંબાણી, અનિલ અંબાણી, રતન ટાટા, ગૌતમ અદાણી, ટી.એસ.કલ્યાણરામન, કલ્યાણ જ્વેલર્સના એમ.ડી.